ચાન્સ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.

એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’

આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.

યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું. ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

[ કુલ પાન 80. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રંગલાના રોગનો ભેદભરમ – ડૉ. જયંતી પટેલ ‘રંગલો’
અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર Next »   

94 પ્રતિભાવો : ચાન્સ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. ketan patel says:

  khub j saras man romanchit thay gayu . jivan apane je vastu chahata hoy te madi jay tethi uttam buju shu hoy.

 2. shweta says:

  very nice sir.

 3. બહુ સરસ વાર્તા, આ વાર્તા જિંદગી નો પાઠ ભણાવી ગઈ.

 4. nayan panchal says:

  ખૂબ જ સુંદર.

  અગાઉ આ વાર્તા અંગ્રેજીમાં વાંચી હતી. વીજળીવાળા સાહેબની કલમનો એવો જાદુ છે કે હ્રદયને સ્પર્શી ગઈ.

  આભાર,
  નયન

 5. rutvi says:

  Really nice story after long time…

  લેખકને સુંદર રીતે વાર્તા નુ સર્જન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

 6. નજીવી બાબતે – લડતા ઝઘડ્તા અંતે વીખૂટા પડતા દંપતીઓએ સમઝવા જેવી અતિ સુંદર પ્રેરક વાર્તા !!!!!

 7. komal says:

  very nice. awesome.

 8. sanjay says:

  ખુબ સરસ

 9. pragnya bhatt says:

  જિદગેીનેી વાસ્ત્વિકતાને સરલતાથેી સમજાવતેી સુન્દર વાર્તા.
  લેખક્ને અબિનન્દન્

 10. sandip says:

  very nice…

 11. Rajni Gohil says:

  હૃદયદ્રાવક અને જીવવાનો સરસ મઝાનો બોધપાઠ આપતી વાર્તા આપવા બદલ ભઇશ્રી વીજળીવાળાનો આભાર.

 12. vaishali says:

  ખુબ સરસ. જીવવાનો સરસ મઝાનો બોધપાઠ આપતી વાર્તા.

 13. Paras Bhavsar says:

  ખુબ જ સરસ વાર્તા…

 14. kirti says:

  ખુબ સરસ સરસ સરસ વાહ

 15. Vaishali Maheshwari says:

  Beautiful story. I have read this same story in English on internet somewhere, but it was fun to re-read it in Gujarati.

  This story teaches a great lesson. We tend to wait for second chance and quite often miss to value relationships until we loose them. But life does not give us a second chance always. Better we make the best use of our present so that we do not have to repent in the future.

  Thank you for writing this and sharing it with us Dr.I.K.Vijdivada

 16. Mitul saraiya says:

  Really its heart touching story..

 17. Mitul saraiya says:

  Its awesome and inspiring story for life…just loved it boss..keep sending such posts…

 18. jaydep says:

  ઇ લિકે થિસ

 19. apurvi jayesh vyas says:

  ખુબ જ સુન્દર વાર્તા

 20. Urvi Hariyani says:

  સુદર મેસેજ આપતી સારી વાર્તા

 21. Ravi Kalariya says:

  Nice I like it

 22. jignisha patel says:

  આ વાર્તા મે મારા facebook મા મુકેી હતેી.મારા બેીજા મિત્રો ને પણ સ્ંભળાવેી હતી. તે સહુ ને ખુબ ગમી. ખાસ કરીને તેનો અંત ખુબ સરસ છે. મે આટલી સુંદર વાર્તા આજ પહેલા નથી વાંચી. Mr.I.K.Vijaliwala, I also read your story ” ભગવાન પ્રાર્થના નો જવાબ કેવી રીતે આપે છે? ” i want more stories to read from you sir,
  i become your fan today.
  Hats off to you sir, for both stories.

 23. sandip says:

  hira no khazano ni varta muko please

 24. shaesta says:

  Awsome….!!!!!!

 25. sneha says:

  very nice story.

 26. Dineshbhai says:

  ખુબ ખુબ અભિનન્દન સાહેબ,,, ઉતમ સાહિત્ય સર્જન બદલ….

 27. Bhumi says:

  Awesome Story..:)

 28. Bhumi says:

  Very Nice Story 🙂

 29. sandip says:

  nice very nice ……..

 30. વત્સલ વોરા says:

  વત્સલ વોરા- ગાંધીનગર.
  ખૂબ જ અનુપમ વાર્તારૂપી ભેટ પીરસી રહ્યા છે. ડૉકટર સાહેબ.
  આભાર

 31. hardik raja says:

  very nice…………

 32. Avani Amin says:

  Very nice story. It makes me think twice now before getting into an argument with my husband.

 33. satyam joshi says:

  આપની મોતીચારો તમાંમ ભાગ ૧ થી ૭ વાંચવાની મજા આવી. આપની ટુંકી વાર્તા અને તેની પસંદગી ખુબજ સરસ હોય છે. ખરેખર વાંચવા ગમે છે.

 34. dakshesh soni says:

  ખુબ જ સુંદર વાર્તા છે.
  ડૉ.આઈ.કે.વીજળીવાળાની વાર્તાઓ ખરેખર હર્દય ને સ્પર્શી જાય છે.

 35. Rajesh Bandhiya says:

  relatives no prem ochho nathi hoto,,, aapni apexao j vadhare hoy chhe….

 36. Shah Jimmy says:

  mari pase Sabdo j nathi tamara vakhana karva mate….hu ta,aro bahu j moto fan chhu….mane tamara pustak bahuj game chhe ane hu read karya karu chhu…tamari Story outstanding hoy chhe…laajavab…..mind blowing….

 37. Dilipkumar Jani says:

  લેખક સાહેબ ને ખુબ ખુબ અભિનન્દન ખુબ જ સુન્દર વાર્તા

 38. Vijay Dholiya says:

  excellent. I have never been to read such kind of story ever. Its true to happening in our life. There are so many happiness lying in the small small things in life Thanks to Dr. I.K Vijliwala.

 39. paneliya pooja says:

  ઋએઅલ્લિ થત્’સ એક્ષ્તલન્ત સ્તોર્ય્

 40. nidhi says:

  સડ્ડણ્ઍઋઆંઈં

 41. Bhumi says:

  ખુબ સરસ વાત કહી જાય છે આ વાર્તા, કે જીવનમાં હંમેશા એ વાત રાખવી જોઇએ કે વિતેલો સમય પાછો ક્યારેય નથી આવતો. પાછળથી પસ્તાવાનુ કોઇ કારણ નથી.

 42. jayesh says:

  today need like your thinking man for the change life

  good thing

 43. yogesh sarvaiya says:

  best story.

 44. nilesh joshi says:

  આપની મોતીચારો તમાંમ ભાગ ૧ થી ૭ વાંચવાની મજા આવી. આપની ટુંકી વાર્તા અને તેની પસંદગી ખુબજ સરસ હોય છે. ખરેખર વાંચવા ગમે છે. ટેડનેી વાર્તા નેટ પર મલિકે?

 45. Sandip says:

  આ વાર્તા ભાષાંતર કરેલી છે મૂળ લેખકનું નામ આપવું જોઈએ.

 46. PRATIK says:

  VERY NICE STORY.

 47. Sarang Patel says:

  Inspirational story. Every husband wife should read it once….

 48. pradip says:

  very nice story

 49. chaudhari vaishali ganeshabhai says:

  હા,હઁમેશા એક ચાન્સ નેી આશા.પણ સામે……

 50. yogesh sagar says:

  Bhgavane keva raday na banavya se dr.vijlivala ne. darek vyaktina dil sudhi sparshi jai av vato krise.
  Mara jivan jivano rasto sikhavadyo chhe, mne mari potani bhulono ahesas karavyo chhe ,galat rasta pr thi jata rokyo chhe mara guru rup tme savo…

 51. Alinaqi says:

  Very nice story

 52. Nutan Patel says:

  Very nice story

 53. એક વ્યકિત જ્યારે જીવનમાંથી જતી રહે ત્યારે જ તેની સાચી કિમત સમજાય છે ખૂબ જ સરસ વાર્તા .

 54. jay goti says:

  Wonderfull

  Haji ek book che
  Antarix ni safare
  Te muko

  • Aruna Rashtrapal says:

   જીવનની એક એવી ભૂલ જીવતા માણસને જીવતું મડદું બનાવી દેતી હોય છે, ઈશ્વરને પ્રાર્થના કરું છું આવી ભૂલ કોઈનાથી ક્યારેય ન થાય, જીવનસુખનુ સાચુ ભાથું પીરસવા બદલ ર્ડા. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર

 55. Darshan says:

  Please issue the loltun ni gufaoma , it’s very interesting story

 56. Rahila Imran Khan says:

  ખૂબ સુંદર રચના..
  કાશ દરેક ને જીવનમાં એક ચાન્સ મળતો હોત..

 57. Honey Dave says:

  As alws amazing story sir

  • i.n.mmin chief accounts officer. BSNL.nadiad says:

   સાય્લન્સ પ્લિઝ ના બધાજ ભાગ વાચ્યા અને વિધ્યાથિઓ ને આપ્યા આપને ઇસ્વરે બાલકો ના શરિર ના દોકતર્ અને મન ના દોક્તર બનાવ્યા.રુબરુ મુલાકાત નિ આશા
   મારા પત્ર નો જવાબ નિ આશા. ઇસ્માઇલ મોમિન્.નદિઆદ્

  • i.n.mmin chief accounts officer. BSNL.nadiad says:

   સાય્લન્સ પ્લિઝ ના બધાજ ભાગ વાચ્યા અને વિધ્યાથિઓ ને આપ્યા આપને ઇસ્વરે બાલકો ના શરિર ના દોકતર્ અને મન ના દોક્તર બનાવ્યા.રુબરુ મુલાકાત નિ આશા
   મારા પત્ર નો જવાબ નિ આશા. ઇસ્માઇલ મોમિન્.નદિઆદ્ ૯૪૨૭૬૧૦૨૪૦

 58. Parth says:

  Specifically thanks …
  For this story…

 59. Donga parag says:

  Hello sir,tamari badhi aagad katha vachi khub saras romanchak booking che me mara mitro ne pan vanchava ane amara badha nu kahevu che ke mount Everest vishe have story lakho. khub khub dhanyvad.

 60. Jemis viradiya says:

  I miss you sir your book and I read books

 61. Dr. Prashant Sandipan says:

  Hello sir,
  Really it is heartfelt touching story and i have also read other stories too of you sir, which is just outstanding and touches the heart.

 62. Gujrat for supper writer for I. K. Vijalivala

 63. Sanjay says:

  Shaheb tamari darek book vanchi sakay tevu kaik karo

 64. pravin k kalsariya says:

  verry verry nice story

 65. Bhoomika says:

  Really nice story ..

 66. Dimple Panchal says:

  it’s a very very beautiful, heart touching story.

 67. Ashok v Rajani says:

  ખુબ ખુબ આભાર સર,તમારા પુસ્તક વાચી મન મા રહેલ નકારાત્મક તા દૂર થઈ,જીવન ને એક અલગ રીતે જોતો થયો,વાંચન એક નવિ ભૂખ ઉઘડી

 68. Ashok v Rajani says:

  ખુબ ખુબ આભાર સર,તમારા પુસ્તક વાચી મન મા રહેલ નકારાત્મક તા દૂર થઈ,જીવન ને એક અલગ રીતે જોતો થયો,વાંચનની એક નવિ ભૂખ ઉઘડી

 69. Anil t dhameliya says:

  Very nice sir.
  Aapana pustk vasi ne man pafulit thai jai se.ane anar thi uraja male se….thanks sir

 70. Dr. Sanjay Patel says:

  Vijalivala Saheb na hathma jadu chge.
  Very nice
  I want to meet you

 71. ABHILASHA SHARMA SAVALIYA says:

  Great story sir

 72. Manji Dankhara says:

  ખુબ જ લાગણેી સભર …અતિ સુન્દર .

 73. Narpat Damor says:

  ખુબ ખુબ આભાર સર

  Sirjii
  એક પ્રશ્ન છે કે
  ડૅા.આઈ.કે વીજળીવાળાનુ પુરુ નામ જણાવશો.

 74. Amarat chaudhari says:

  Nice story sir

 75. Arbaaz Mogal says:

  Nice

 76. Talapara Rajeshbhai D says:

  Very good sir

 77. DIPESH SHAH says:

  બહુજ સુન્દર સ્તોરિ સહેબ્…

 78. Ladhava suresh says:

  What is the full name of I K VIJALIVALA

 79. Samip pandya says:

  Very Nice story sir !!

 80. Kanu H. parmar says:

  ખુબ જ સરસ લેખ છે

 81. Sandip sekhava says:

  Osm story

 82. sandsur shivraj says:

  ખુબજ સરસ .

 83. Kalidas V. Patel {Vagosana} says:

  ખૂબ જ સચોટ બોધ આપતી મજાની વારતા.આભાર વિજળીવાળા સાહેબ.
  કલિદાસ વ.પટેલ {વાગોસણા}

 84. બ્રિજેશ માકડીયા says:

  ખૂબ સરસ

 85. Jigar Thakkar says:

  I am a fan of Shri I.K.Viljiwala. This is one of my most favourite stories…! Thank you sir for such heart warming stories . . .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.