[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ત્રીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]
Yearly Archives: 2013
[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ‘આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવાનું વિચારો છો ?, બાપુ ?’ ‘હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરાઓ આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે.’ ‘વાહ, સરસ. ટેસ્ટી.’ ‘તાજમહેલ અને ટેસ્ટી ?’ ‘એમ નહિ, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવડાંવાળો ઊભો રહે છે, […]
[ આ પુસ્તક વિશે : ‘મહાભારતના કેટલાક પ્રસંગો : વિવેચન અને રસગ્રહણ’ નામના આ પુસ્તકના લેખકો છે શ્રી અરુણ વિનાયક જાતેગાંવકર તેમજ શ્રીમતી વાસંતીબેન અરુણ જાતેગાંવકર. આ પુસ્તકમાં ‘અસ્ત્રદર્શન’ તેમજ ‘દ્રોણવધ’ પ્રસંગો વિશે ખૂબ જ વિસ્તૃત અને વિવેચનાત્મક એવી અભ્યાસપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાભારતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતા જિજ્ઞાસુઓ માટે […]
[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે યુવાસર્જક શ્રી જતીનભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9033566487 અથવા આ સરનામે jeet.raj7@gmail.com સંપર્ક કરી શકો છો.] હિંડોળા ના લયબદ્ધ કિચૂડાટ ના ધ્વનિ વચ્ચે અચાનક જ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ ના ડંકા થી જાણે લયભંગ થયો હોય એમ વિનોદરાયે […]
[‘શબ્દસૃષ્ટિ’ માસિકમાંથી સાભાર.] 1955-56નું વર્ષ, એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સને અડીને એલ. ડી. આર્ટ્સ કૉલેજ – અમારી એલ. ડી. માસી. એક દિવસ એલ. ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ ભરાયેલું. હું ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. જ્યોતીન્દ્રભાઈના વાક્યે બધા ખડખડાટ હસતા હતા. મેં […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી […]
[‘જલારામદીપ’ માસિકમાંથી સાભાર.] આમ તો અમારા ફ્લેટની આ પૂર્વ દિશાની ગેલેરીનું બારણું સવારના સૂર્યનમસ્કાર કરવાના સમયે જ ઊઘડે. તુલસીના કૂંડામાં પણ ત્યારે જ પાણી રેડીને બારણું બંધ કરી દેવાનું, પછી આખો દિવસ એ તરફ જોવાનું જ નહીં. શું કરીએ ? એ ગેલેરીની સાવ નીચે જ રીક્ષા સ્ટેંડ છે. એ લોકો […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] વિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી […]
[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો બીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]
[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.] ભારતના ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે. આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના 1976ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.] સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે. જૂના વખતની પ્રણાલિકા છે માટે ચાલુ […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] આમ જુઓ તો અત્યાર સુધી મારા જીવનમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા નથી. જે કંઈ મળ્યું છે, જે કંઈ થયું છે, સહજપણે અને સ્વાભાવિકતાથી આવી મળ્યું છે. જીવનમાં કોઈ મહાન ધ્યેય મેં રાખ્યું નથી. જીવનમાં કોઈ મોટો સંકલ્પ કર્યો નથી. હા, મનમાં ક્યારેક વિચાર આવ્યા છે ખરા, […]