Archive for 2013

બાળપણ વિરુદ્ધ જેહાદ ! – આનંદ

[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] આજે આખા વિશ્વમાં બાળપણ વિરુદ્ધ જેહાદની જાણે કે એક પ્રક્રિયા ચાલી રહી છે. પછી તે દેશ ગરીબ હોય કે તવંગર, બાળકો આ જેહાદનો ભોગ બન્યા વિના રહેતાં નથી. ઉપરછલ્લી રીતે ભલે સુદાન, સોમાલિયા, ઈથોપીયા જેવા ગરીબ દેશોનાં બાળકોની દશા યુરોપ-અમેરિકાનાં બાળકોથી જુદી લાગે, પરંતુ, બાળકો-બાળપણ પરનો પ્રહાર એક અર્થમાં જોઈએ તો […]

સ્વાતિ – નટવર પટેલ

[ ગુજરાત – દીપોત્સવી અંક – સં.૨૦૬૯માંથી સાભાર. ] સ્વાતિ એ ગૃહપ્રવેશ કરી પોતાનું પર્સ સોફા પર જે રીતે પછાડ્યું તે જોઇ સરોજબહેનને ફડકો પેઠો. ‘દીકરી મૂડમાં નથી કે શું? રુપક સાથે કંઇ બોલાચાલી થઇ હશે? આમ તો મારી દીકરી સામો ઉત્તર આપે એવી તો નથી તોય… આજ-કાલની છોકરીઓનું ભલુ પૂછવુ.’ સ્વાતિ એની રુમમાં ચાલી […]

મસ્તીનાં આંસુ – ડો. સ્વાતિ ધ્રુવ નાયક

[‘ઉત્સવ’ સામાયિક-2013 માંથી સાભાર.] નવ વાગવા આવ્યા હતા. રાત્રીના આકાશમાં તારાઓ વાદળોને ઓઢીને ઊંઘવા માગતા હોય તેમ વાદળોને ખેંચી ખેંચીને ઓઢતા હતા. મીઠ્ઠુ એટલે કે મીનાશ્રુના ડિઝાઈન કરેલા જંગલ થીમવાળા બેડરૂમની કુકુ ક્લોકની કોયલ નવ વાર ટહુકીને જંપી ગઈ હતી, પણ મીઠ્ઠુ હજુ હોમવર્કના ચક્રવ્યૂહમાં અટવાયેલો હતો. સૂવાનો સમય થતાં એની મોટી કાળી આંખોની પાંપણો […]

હાસ્યપર્વ (રમૂજી ટૂચકાઓ) – સંકલિત

પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’ પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’ ******** ‘સાંભળ્યું….. ? […]

ગફુર – પ્રિયકાન્ત વી. બક્ષી

[ રીડગુજરાતીને આ ટૂંકી વાર્તા મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનિય છે કે આ તેમની પ્રથમ કૃતિ છે. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] ‘પ્રાગલ્ભા, આ બે દિવસથી સ્વપનામાં ગફુર મને બોલાવે છે. તો ચાલો ગામ જઈ આવીએ.’ ‘કોણ ગફુર? હાં, યાદ આવ્યું. તમે આપણાં લગ્નમાં બારાત લઈને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.