Archive for 2014

સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ (ભાગ ૨)

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૩) મહાત્મા મહાત્મા જ રહ્યા, ઝીણા ઝીણા જ રહ્યા ! ક્રાંતિ સાથે થોડાક શબ્દો જોડાઈ ગયા છે : બળવો, મશાલ, કતલ, યુદ્ધ, સત્તાપલટો અને યાતના. આવું કશુંક જેમાં ન હોય તે ઘટનાને ક્રાંતિ તરીકે જોવાની કે સમજવાની આપણને ટેવ નથી. ક્રાંતિ એટલે જ વિચારક્રાંતિ. આવી એક શાંત ક્રાંતિની શરૂઆત ગુજરાતના ગોધરા જેવા […]

ભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનું ઉન્નત ગરવું શિખર સંત કવયિત્રી : ગંગાસતી – ડૉ. દલપત પઢિયાર

(‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર) ગંગાસતીનું નામ આપણા બહુજન સમાજમાં ખૂબ જ જાણીતું અને માનીતું છે. ભજનપ્રેમીઓ અને અધ્યાત્મ તેમ જ સંતસાહિત્યના અભ્યાસીઓના હ્રદયમાં તેમનું સ્થાન બહુ ઊંચું અને આદરણીય છે. ગુજરાતનાં ગામડે ગામડે તેમનાં ભજનો ઊલટથી ગવાય છે. કેટલાંક ‘વીજળીને ચમકારે મોતી રે પરોવો પાનબાઈ’, ‘મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે’, ‘શિલવંત સાધુને […]

જિંદગીમાં ઊઠતા દરેક પ્રશ્નનો ઉત્તર શોધવાની જરૂર નથી – અવંતિકા ગુણવંત

(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હમણાં હમણાં જ દ્રુમાને રૂપાબહેનનો પરિચય થયો છે. વરસોથી રૂપાબહેન પરદેશ વસ્યાં હતાં. ઊતરતી અવસ્થાએ તેઓ દેશમાં રહેવા આવ્યાં છે. દ્રુમાના ઘરથી પાંચ છ પ્લોટ દૂર સોસાયટીના બીજા છેડે રૂપાબહેનનું ઘર છે. […]

જણસ – નયનાબેન ભ. શાહ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ હવે જેમિષાને કહ્યા વગર છૂટકો […]

દાનત – પ્રિયકાન્ત બક્ષી

રવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે! સુબંધુ કહે, ‘કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા પર આવી જાય. કોઈનો માર્ગમાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.