ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ જાગૃતિબેનનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.]

બસમાં મુસાફરી કરતા એક ભાઇ બીજા ભાઇને કહેતા હતા,
‘હોટેલ- લોજનુ ભોજન મને બિલકુલ ફાવે નહિ.’
‘કેમ? ઘણીવાર શુધ્ધ અને સસ્તુ હોય છે.’ બીજાએ પોતાનો અભિપ્રાય આપ્યો.
‘પરંતુ એમાં ઘરના ભોજન જેવા ભાવનો અભાવ હોય છે.’ પેલા ભાઇની વાત તદન સાચી હતી. ઘરની ગૃહિણી દ્વારા રંધાયેલી રસોઇનો સ્વાદ જીભ કરતા મન વધારે પારખે છે. ઘરે બનાવવાતી રસોઇમાં ગૃહિણીના હૃદયભાવ અને મનોભાવ જોડાયેલા હોય છે. બાહ્ય સ્વચ્છતા સાથે રસોઇમાં નારીની કર્તવ્યપરાયણતા, નિઃસ્વાર્થ સેવા અને બીજાને જમાડવાની ઉચ્ચ ભાવના જોડાયેલી હોય છે.
ગૃહિણી એટલે જ પોષણ, પાલન અને પરિવાર સેવાનો ત્રિવેણી સંગમ. તેમના ગૃહકાર્ય અને રસોઇમાં મમત્વનો સૂક્ષ્મ સંચાર જોવા મળે છે. એક અદૃશ્ય મનઃચેતના એમના ગૃહકાર્યમાં કામ કરતી હોય છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં જ ગૃહિણી રહેલી છે. એમના ધર્મ અને સંસ્કારથી જ સમાજનુ નિર્માણ થયુ છે. એટલે જ બીજી સંસ્કૃતિની સાપેક્ષમાં આટલા વર્ષો પછી પણ આપણી સંસ્કૃતિ ટકી રહી છે. રસોડુએ ગૃહિણીનુ બીજુ સરનામુ છે. એક શાળામાં તો એવો નિયમ જાણવા મળ્યો કે બાળકોને ડબ્બામાં ઘરનો નાસ્તો જ આપવાનો ઘરના નાસ્તા કે બહારના નાસ્તામાં બાહ્ય દેખાવ કદાચ સરખો હોય પરંતુ ઘરના નાસ્તામાં ગૃહિણીના સાત્વિકભાવ, ચિતભાવ અને પ્રેમભાવ એમાં અદૃશ્ય રીતે નમકીન તરીકે ઉમેરાયેલા હોય છે. ગૃહિણીના દાળ-શાકના વઘારમાં હૃદયના સ્પંદનો હોય છે, પાટલી-વેલણમાં પ્રેમના પડઘા હોય છે, તપેલા તાવીથા ને સાણસીમાં એમના મીઠા સ્પર્શનો લય હોય છે તેથી જ એમની રસોઇમાં મરી મસાલા સાથે આત્મીયતાનો આસ્વાદ માણવા મળે છે.

માત્ર રસોઇ જ નહિ ઘરની એક-એક ચીજ્વસ્તુને આત્મીયતાથી સાચવતી, જાળવતી અને ‘ઘસાઇને ઊજળા થઇએ’ એ ભાવના સાથે જાત ઘસીને ગૃહિણી ઘરનુ સર્જન કરતી હોય છે. એ ઘરનો આત્મા અને ઘરની આભા છે. એમની હાજરીથી ઘર જીવંત અને પ્રાણવાન લાગે છે. માંદગી અને અન્ય ફરજ સિવાય એમના કાર્યોમાં ક્યારેય રજા કે વેકેશન આવતા નથી.હા…એમની ઊંઘ કે આરામના સમયમાંથી ઑવરટાઇમ આવ્યા કરે છે. તાજગી અને સ્ફૂર્તિ તો એમના રોજના બોનસ! રિટાયરમેંટની અહી કોઇ ઉંમર નથી !

સર્જનશક્તિનુ કુદરતી રૂપ તો નારી છે જ સાથે-સાથે એક ગૃહને સર્જન કરવાની કલા એમના સહજ અને આત્મસાત થયેલી હોય છે. એમના દિવ્યભાવોના અદૃશ્ય સંચારથી રસોડાની સાથે અનેક વ્યવહારોમાં આજીવન જોડાયેલી હોય છે. આમ જુઓ તો હોટેલ-રેસ્ટોરંટમાં રસોઇનુ મૂલ્ય થાય છે, એ.સી.ના ભાવ સાથે ભોજંસામગ્રી અને રસોયાનુ બીલ જોડાયેલુ હોય છે. જ્યારે ઘરની ભોજનથાળીમાં સ્વાદ+પ્રેમ+મમતા અમૂલ્ય રીતે પીરસાય છે. અને દરેક સભ્યનુ ભાવતુ મેનુ પણ ઑર્ડર વગર આવી જતુ હોય છે! કોઇપણ જાતની ટીપની અપેક્ષા વગર !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બાળક એક ગીત (ભાગ-૭) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”
હનુમાન ચાલીસા ! – પ્રિયકાન્ત બક્ષી Next »   

11 પ્રતિભાવો : ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ

 1. sandip says:

  very nice jagrutiben, and i am proud to be mom.

  • JAGRUTIBEN RAJYAGURU says:

   thanks for read my article ‘ઘરનો આસ્વાદ’. mystery of mom is greater than mystery of nature.

 2. Dharmendra Raviya says:

  ખૂબ સરસ લેખ છે, ધન્યવાદ!

 3. Upendra says:

  ફ્ક્ત સ્વાનુભવની વાત છે. ઘરનું અને બહારનું ભોજન.
  પ્રથમ બહારનું: આ ભોજન નફાકારક અને આકર્ષક હોવું જરૂરી છે, એટલે તેનો દેખાવ, રૂપ, રંગ, સોડમ, તે ભોજનને પીરસવાની રીત અને તેનું નામ અને સ્વાદ; આ બધા મુદ્દાઓ અગત્ય ધરાવે છે. આ દરેક જરૂરીયાતોને સમતોલ કરવા કેટલો ખર્ચ થશે તેનું ધ્યાન રખાય છે. વળી તેને જથ્થાબંધ બનાવવા માટે કેટલો સમય જોઈશે અને તે બનાવ્યા પછી તેને કેટલો વખત સુધી સાચવી શકાય તે જાણકારી પણ આર્થિક લાભ માટે જરૂરી છે.
  દ્વિતીય ઘરનું: ગૃહિણી ઘરના દરેક સભ્યોની સ્વાદરૂચીથી જ્ઞાત હોય છે એટલે દરેક વાનગી સાથે તે “જોઈતા” અથાણાઓ, સબરસ વગેરેને પણ પીરસે છે. ભોજન બનાવતી વખતે તે તેનો સંપૂર્ણ પ્રાણ તેમાં પૂરે છે. ઉપરાંત દરેક ગૃહિણીને એ કેવળ જ્ઞાન હોય છે કે બનાવેલું કયું ભોજન “રીસાઈકલ” કે “રીપ્રોસેસ” કરી શકાય જેથી તે ભોજન આરોગનારના સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે.
  73 વર્ષે અમને એ જ્ઞાન લાધ્યું છે કે ગૃહિણી જ્યારે ઉતાવળે રસોઈ કરે ત્યારે તે એકદમ સ્વાદિષ્ટ હોય છે. આના વિષે સંશોધન કરતાં અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભોજનમાં ભલે ફ્ક્ત શાક રોટલી હોય કે “રીસાઈકલ” કે “રીપ્રોસેસ” કરેલી ખિચડી કે ભાત હોય તો પણ તેનો સ્વાદ અનેરો જ હોય છે. શું એવું બનતું હશે કે ઓછું બનાવતી વખતે જે પ્રાણ તે તેમાં પૂરે છે તે અનેક વ્યંજનોની વચ્ચે વહેંચાઈ જતો નથી?

  • JAGRUTIBEN RAJYAGURU says:

   લેખ વાંચ્યા પછી ઉભયપક્ષે વિચાર રજૂ કરવા બદલ ખૂબ આભાર. ‘સ્ત્રી ઘરની લક્ષ્મિ અને રસોડાની અન્નપૂર્ણા છે’

 4. વિનોદ જાની says:

  ભોજન નો સીધો સંબંધ ભલે પેટ ભરવા સાથે હોય પણ તેનો તાત્વિક સંબંધ તો મનની તૃપ્તિ જ હોય છે. જો ભોજન બનાવતી વખતે મન શુધ્ધ અને સહજ હોય તો તેનુ પ્રતિબિંબ ચોક્ક્સ જ ભોજન ના સ્વાદ પર પડે છે. કદાચ એટલે જ ઘરે કથા હોય ત્યારે બનાવાતા શિરા ( પ્રસાદ ) અને સામાન્ય રીતે બનાવાતા શિરા મા સ્વાદ મા અંતર રહે છે. બાકી બનાવનાર પણ એજ હોય, રસોડુ પણ એજ, વાસણ પણ એજ અને સામગ્રી પણ એજ. ફ્ર્ક છે તો માત્ર…મન ની પવિત્રતાનો….

  • JAGRUTIBEN RAJYAGURU says:

   પ્રસાદનુ ખૂબ સારું ઉદાહરણ આપવા બદલ ધન્યવાદ.

 5. pragnya bhatt says:

  ખુબ સુન્દર રેીતે વાસ્ત્વિક્તાને રજુ કરેી અભિનન્દન જાગ્રુતિબેન્.નારેી સસાર મા મધુરતા
  રેલાવે છે.

 6. Dabhi vipul says:

  રિયલ લાઈફ મા બનતી તદન સાચી વાત છે.

 7. p j pandya says:

  સહુને પોતાનુ ઘર યદ કરાવિ દિધુ

 8. Arvind Patel says:

  ઘર એ ઘર. જયારે બાળક ઘર છોડી ને હોસ્ટેલ માં જાય થોડો વખત રહે અને જયારે સરખામણી તેની મેળે જ થઇ જાય ત્યારે ઘર ની, ઘર ના વાતાવરણ ની , ઘર ની રસોઈ ની, માં- બાપ ના પ્રેમ ની કીમત થાય. પરદેશ માં રહેતા યુવાનો જયારે ટૂંક સમય માટે ઘેર આવે ત્યારે તેમની અને સાથે સાથે તેમને હમ્નેશા યાદ કરતા તેમના સ્વજનો ની સ્થિતિ હોઈ છે તે અવર્ણનીય હોઈ છે. ઘર એ સાચા અર્થ માં સ્વર્ગ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.