કોર્પોરેટ જગત – ‘તે’જ’ ઝબકાર

[ સૌ વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક ‘તેજ’નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejzabkar@gmail.com સંપર્ક કરી શકો છો.]

સમય અને સાધનનો વ્યય જાણે;
સંવેદનાને બાજુ પર મૂકી ,કમ્પ્યુટરને વળગી રે’વાનું,
મિટીંગોમાં,અસ્ત વ્યસ્ત માણસોએ પણ વ્યવસ્થિત બનવાનું,
સુટ-બૂટ સ્પ્રેને મેક-અપનો નકાબ મ્હોંને;
દેખાદેખીની દુનિયામાં આપણે સર્વોત્તમ દેખાવાનું,
પછી ‘લેટ કમિંગ’ને ઓવર ટાઈમના મેલનું લવાજમ ભરી લેવાનું,
ને તોયે કેહવાતુ આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું.

કરો વર્ક દિવસ રાત એક કરીને,
પ્રોજેક્ટના પ્રોજેક્શન ની પાછળ ભાગાત રે’વાનું,
ગોલ અને ટાર્રગેટના પુછડા પકડી દોડે રાખવાનું.
સલાહો અને સમચારના સમાગમને
ગૂગલ કરી કરીને મૌલિકતાનુ કતલ કરત રે’વાનું,
‘વી વીલ ડુ ઈટ’ કહી ને બીજા પર ડેડલાઈન નુ ભારણ થોપી લેવાનું,
ને તોયે કેહવાતું આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું.

પંચ કાર્ડ અને બાયો મેટ્રીકની માયાજાળને
સલામ ભરી-ભરીને અજાણ્યા દુશ્મનને ગુડ મોર્નિંગ કરવાનું,
બોસ નામના દાનવની જય પોકારી સદા હસતા રે’વાનું,
લઈ અપ્રેયસલના મેનકા-વાળા લોભને
બોનસ-બેસ્ટ એમ્પ્લોઈના ખિતાબને શું કરવાનું?
અજાણી વાતમા પણ આંખ મીંચીને ‘હા’ મા ‘હા’ ભરવાનું,
ને તોયે કેહવાતુ આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું.

ઓપોર્ચ્યુનીટીના નામે શોષણને
ડેસિગ્નેશન અને કારને લઈને સાલુ ભિખારી બનવાનું?
વળી,કોલર ઉંચા કરી બીજાની સામે જોબનું અભિમાન કરવાનું.
જવાબદારી અને વફાદરીના કીડાને
ઉછેરી ઉછેરી ને પછી થાકીને એનાથી જ ભાગવાનું,
ફ્રીલાન્સિન્ગ ને કન્સલ્ટન્સીના દાવાનળમા સળગવાનું,
ને તોયે કેહવાતુ આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું.

રેસિગગ્નેશન અને જોઇનીંન્ગની ફાઈલો ના થોક્ડાને
જોઇ ને ખુશી, ને ક્યારેક રેટાયર કે લેય-ઓફ પેહલા બાઝીને રડવાનું,
વર્ક એક્સ્પીરીયન્સની કથામા પ્રસાદી વગરના પંડીત બનવાનું.
વર્ક કલ્ચરની સાથે પી-એફ, મેડીકલની તરસને
ત્રાસ કરતા નિયમો વચ્ચે અપમાનને સુક્કુ સુક્કુ ગળી લેવાનું,
પ્રેમ અને પરિવારને નેવે મુકી કંપનીની નાવે ઝઝુમવાનું,
ને તોયે કેહવાતુ આ કોર્પોરેટ જગત મને તો ગમવાનું.

રોજ સવારે જોઇને આ સૂટેડ બુટેડ અરીસાને,
પૂછૂ હું : ભુલીશ નહી આ સેલરીની સાથે કરચલીઓ ગણવાનું !
ઘણું ઘડાયા હવે, બીજાને માટે ઘસાઈને કેટલું ઘસડાવાનું ?
‘ તે’જ ‘ તોયે કેહવાતું આ કોર્પોરેટ જગત તને ગમવાનું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “કોર્પોરેટ જગત – ‘તે’જ’ ઝબકાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.