પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે ? – સ્વાતિ બારોટ સિલ્હર

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે સ્વાતિબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે barot_swati@yahoo.com અથવા આ નંબર પર +૯૧ ૯૯૭૪૭૭૦૬૭૩ સંપર્ક કરી શકો છો.]

‘એક છોકરી બહુ ગમે છે યાર, દિલથી એને ચાહું છું.’
‘અરે ! તો તેને જણાવીશ ક્યારે ?’
‘બસ, આ જો વેલેન્ટાઈન-ડે ની રાહ જોઉં છું. એ દિવસે પ્રપોઝ કરું તો થોડું વધારે મહત્વ લાગે…’

દિલથી કોઈ વ્યક્તિ કોઈને ચાહે છે, એને જિંદગીમાં મેળવવાની ચાહત છે, તો શું એના એકરાર માટે કોઈ વેલેન્ટાઈન-ડેની રાહ જોવાની જરૂરિયાત રહે ખરી ? ‘હું તમને પ્રેમ કરું છું…’ એ જાણવા અને જણાવવા માટે કોઈ ખાસ દિવસની જરૂરિયાત હોય ખરી ?

પશ્ચિમી સંસ્કૃતિમાંથી વહેતા પવનની અસર આપણા દેશના લગભગ સમગ્ર લોકો પર છવાઈ ગઈ છે. વેલેન્ટાઈન-ડેનું મહત્વ ઘણું વધી રહ્યું છે. આ દિવસે કૉલેજના કમ્પાઉન્ડ, શહેરના રસ્તા, થિયેટર, હોટેલો, બગીચા, પર્યટનના સ્થળો, તળાવો વગેરે પાસે છોકરા-છોકરીઓના ટોળાં નજર સામે ઊભરાઈ આવે છે. આ દિવસે છાપાં, સામાયિકો પ્રેમની શાયરીઓ, પ્રેમના કિસ્સાઓ અને પ્રેમનું મહત્વ દર્શાવતા લેખોથી છલકાતાં હોય છે. આ દિવસે પ્રેમનું પ્રદર્શન કરવામાં ઈન્ટરનેટ એપ્લિકેશન્સ પણ મહત્વનો ભાગ ભજવે છે. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને વોટ્સઅપ, લાઈક, વી-ચેટ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ પર લગભગ ૯૫% લોકોના સ્ટેટ્સ વેલેન્ટાઈન-ડેની શુભેચ્છા પાઠવતા જ અપડેટ કરેલા જોવા મળે છે. બજારોમાં પણ દરેક બાજુએ જાણે પ્રેમની સીઝન આવી હોય એવો માહોલ જોવા મળે છે. એકબીજાનો પ્રેમ જાણે આ જ દિવસે અંદરથી ઊભરાઈ આવતો જોવા મળે છે. આ દિવસે આખો દિવસ જાણે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા સાથે જ રહેવાનું ! એકબીજાને ગુલાબ, ગુલદસ્તા કે ભેટની આપ-લે કરવાની…. એકબીજાને ગમે એમ જ રહેવાનું… એ જ કરવાનું… એ દિવસે કોઈ લડાઈ-ઝઘડા નહીં…. પણ એવું કેમ ? એવો પ્રશ્ન કરીએ તો જવાબ મળે કે… અરે ! આ તો પ્રેમનો દિવસ છે !

જો વર્ષમાં એક જ દિવસ પ્રેમનો હોય તો બાકીના ૩૬૫ દિવસ શેના ? કોઈ સાથે જીવન પસાર કરવાનું છે… પોતાના જીવથી પણ વધારે તે વ્યક્તિ સાથે પ્રેમ છે તો આ વાતનો એકરાર કરવા માટે કોઈ એક ખાસ દિવસ શું કામ ? જ્યારે એને આ જણાવીએ, જ્યારે એની સાથે જોડાઈએ… શું એ દિવસ જ ખાસ ના હોઈ શકે ? સાત ફેરાથી બાંધ્યા છે સાત-જન્મોના બંધન…. જિંદગીના સફરમાં દરેક રસ્તે સાથે જ ચાલે છે… સુખ અને દુઃખના તડકા-છાંયા સાથે જ વેઠે છે…. એકબીજાના પર્યાય બનેલા છે…. જે વસે છે એક ઘરમાં પણ જીવે છે એકબીજાના શ્વાસમાં… એકબીજાના જીવનની જરૂરિયાત બનેલા છે…. પતિ-પત્નીના આવા સુંદર સંબંધમાં પ્રેમ માટે કોઈ એક દિવસ હોઈ શકે ખરો ? એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રેમનાં રૂડાં અવસરની ઊજાણી માટે એમને ખાસ દિવસની જરૂર શું ? જીવનસાથી સાથે જીવનની દરેક ક્ષણને ઊજવી ના શકાય ? જ્યારે ઈચ્છા થાય ત્યારે ભેટ ના આપી શકાય ?

વર્ષમાં એક જ દિવસ પ્રેમને અતિ મહત્વ આપી આપણે એને શરમાવતા હોય એવું નથી લાગતું ? આ જ દિવસે પ્રેમી-પ્રેમિકાને ભેટ અર્પણ કરીએ તો એનું મહત્વ ખાસ હોય એવું માની આ દિવસે પ્રેમને જાણે ખરીદતા હોય એવો વિચાર આવે છે. અરે, જેમણે આખું જીવન એકબીજાને નામે કરી દીધું હોય એમનો પ્રેમ કોઈ એક દિવસે કરાતી ભેટની આપ-લેનો મોહતાજ હોઈ શકે ખરો ?

કોઈ એક દિવસ પ્રેમને નામે રાખીને એના મહત્વને ખોખલું શું કામ બનાવવું ? એની પવિત્રતાને લાંછન શું કામ લગાવવું ? અરે, એક દિવસ શું, પ્રત્યેક ક્ષણ પ્રેમ માટે જ છે… બસ, ખાલી એને સમજવાની જરૂર છે. તમારા પ્રેમના સમંદરમાં કોઈની ચાહત લહેર બનીને ભળી જાય તો એની સાથે આખું જીવન એક ઊજણી બની જાય છે. બસ, એ ક્ષણને ઊજવવાની જરૂર છે… મનથી ઉદ્દ્ભવેલી ચાહત હોય અને દિલથી કરેલો પ્રેમ હોય તો એની સાથેની રંગીન જિંદગીમાં દરેક દિવસ ધૂળેટી અને એકબીજાના ઝગમગતાં અરમાનોથી દરેક રાત દિવાળી બને છે. બસ, એને માણવાની જરૂર છે. એકવાર આ બાબતે વિચારવાની જરૂર છે.

એકબીજાની ચાહત મળે,
એ જ દિવસ ખાસ છે…..
વેલેન્ટાઈન-ડે ની જરૂર શી,
પ્રત્યેક ક્ષણ જ જ્યાં પ્રેમનો અહેસાસ છે….!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ‘બાળક એક ગીત’ પુસ્તક અંગે – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”
ડિયર ડુગ્ગુ – રંજન રાજેશ Next »   

42 પ્રતિભાવો : પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે ? – સ્વાતિ બારોટ સિલ્હર

 1. Chaitali says:

  Its very nice artical.. thanks to make understand the people abt the defination of ” PREM does not need perticular time ” …great..!!

  • Malhar says:

   Wowww, it’s really true words about true love I think by read this article any person ll understand exact feelings of love

 2. As everyday is a new gift of God, why it cant be a valentine day?

 3. palak says:

  I truly agree wid same… Løve do not need any particular time… if u Løve $omeone, dont see or wait for any time, just express it…
  Thanks $wati…

 4. viren silhar says:

  ખુબજ સુઁદર લેખ હ્રદયસ્પર્શિ અનુભવ!!! એમા પણ ખાસ તારી આ પંક્તિ મને ખુબજ ગમે છે.

  એકબીજાની ચાહત મળે,
  એ જ દિવસ ખાસ છે…..
  વેલેન્ટાઈન-ડે ની જરૂર શી,
  પ્રત્યેક ક્ષણ જ જ્યાં પ્રેમનો અહેસાસ છે….!

  સ્વાતી ખુબ ખુબ અભિન્દન. >>>>VS<<<<

 5. Upendra says:

  વિચારપૂર્ણ લેખ છે. આ બધી પાશ્ચાત વિચારધારા છે. મધરસ ડે એ પણ આ વિચારધારાનું પાસું છે. વર્ષો પહેલા એક મેનેજમેન્ટ કોર્સમાં જવાનું થયું. એમાં તાલીમ આપનારી સન્નારીએ એવું સૂચન કર્યું કે દરેક લોકોએ ડાયરી રાખવી જરૂરી છે જેથી વધતાં જતાં કામનો ઉકેલ ઝડપથી થઈ શકે. આમાં ક્યારે રોજિંદા કાર્યો કરવા તે નોંધવું. તેમાં ક્યારે પ્રેમ કરવો, વહાલ કરવું તેનો પણ સમાવેશ કરવો જોઈએ! એ કહેવાની જરૂર નથી કે મને નિષ્ફળતાનું સર્ટીફીકેટ જ મળ્યું કારણ કે તે સન્નારીએ મારા એ પ્રશ્નના જવાબમાં એમ કહ્યું કે તમે કદીયે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં સફળ નહી થાવ. મારો પ્રશ્ન હતો: “તો પછી આપણામાં અને યંત્રોમાં શું ફરક?”

 6. Gaurav Brahmbhatt says:

  ખુબ જ સરસ … Reminds me of an article titled “Validity of Valentine” I read a long back in Maxim. A lot of questions asked to the couples going ga-ga over Valentine’s Day who doesn’t even know who Saint Valentine was. Swati has done a good job in asking the same questions mildly and classically striking the right cords of such people. Kudos to her and it’s always a pleasure reading her work. Keep it up Swati. Your fans are loving it.!

 7. dave himanshi says:

  Hu matra atluj kahu k prem to akbija ne jodti kadi che a gath ne bandhava mate divas ni nahi Bas ak smit ni j jarur che. Badha nu jivan aa smit thi chalkhatu rahe aj bhagwan ne prathna….

 8. palak raval says:

  very nice swati…..great….bhartiysanskruti nu te saras nirupan karyu 6e….prem ne samajie ej moto avasar 6e……

 9. dave himanshi says:

  Do you know didi when i m thinking that question my guru say me dear himanshi yea u r Right but its not a day to propose each other but its day of only lover nd its celebrate because its day of premi pankhida that nd also a one type of anniversary of lovesssssssssss.

 10. dave himanshi says:

  Mara khyal thi aa divas jem rakhi hoy che, Ane loko aa divse potana premi sathe vitavely badhi skano yad krvano samay nikade che je aj na rojinda divas Ma nt hoto kyarek patni potana na man ni vat keva pati ni rah jota dekhi che to office na kame vakht pachi pacha avta pati na ankh ma ane mlvani becheni dekhi che aa divas na Bahane aloko koi bahana vagr yad kri sake che . Am pan kri sake pan aa divas faqt prem na name j krelo che avu nt keti k bija divse prem na kray pan aj divas prem ak bas prem no j su khoto che ???? Mri vat khoti hoy to dosto mafi apjo pan jara aa vat pan vicharjo

 11. hemangi says:

  seriously… very nice….

 12. Parag patel says:

  himanshi,

  as swati write above

  .કોઈ એક દિવસ પ્રેમને નામે રાખીને એના મહત્વને ખોખલું શું કામ બનાવવું ? એની પવિત્રતાને લાંછન શું કામ લગાવવું ? અરે, એક દિવસ શું, પ્રત્યેક ક્ષણ પ્રેમ માટે જ છે… બસ, ખાલી એને સમજવાની જરૂર છે. તમારા પ્રેમના સમંદરમાં કોઈની ચાહત લહેર બનીને ભળી જાય તો એની સાથે આખું જીવન એક ઊજણી બની જાય છે. બસ, એ ક્ષણને ઊજવવાની જરૂર છે… મનથી ઉદ્દ્ભવેલી ચાહત હોય અને દિલથી કરેલો પ્રેમ હોય તો એની સાથેની રંગીન જિંદગીમાં દરેક દિવસ ધૂળેટી અને એકબીજાના ઝગમગતાં અરમાનોથી દરેક રાત દિવાળી બને છે.

  a vanchso to chhokas tamaro javab mali jase ane emne ej kahyu chhe ke a darek vat nu mahtva roj hoi sake chhe ek diwas su kam rakhvo…

 13. dr.yash says:

  very nice thought and article,

  i am totally agree with parag patel.

 14. jignesh sabalpara says:

  Very nice artical prem dil se hota hai.

 15. vishwa says:

  Love the article. We really dont need to find a special day for love.:-)

 16. Ravi barot says:

  Really best article,,,,,super like….

 17. Ajay panara says:

  Its very very nice artical……….

 18. Dhruvesh shah says:

  Aaj ni generation ne khas jrur 6 smjvani…..really one of the best article 4 valentine…..

 19. Rachana Vasavada says:

  ખુબ ખુબ અભિનદન સ્વતિ…સાચેજ પ્રેમ નિ સિઝન હોય જ નહિ ..પ્રેમ તો બારેમાસ્ હોય. હ્રિદય્સ્પર્શિ લેખ. keep it up swati n waiting for other articles…love 2 read your article

 20. prashant says:

  Superb article …

 21. jitesh mori says:

  Such a thinkful article,
  Now a days we have do copy of western culture, but we have forget our Indian culture .
  In which love is not bind by time limit or specific day,
  Its soulful moment which u express in any day any time and in any condtion,,,
  Thanks swatiben

 22. Gaurang joshi says:

  ેખરેખર ખુબ સરસ સ્વાતિ

 23. prachi vyas says:

  Really very heart touching and vry meaningful

  Awsome article

  Swati ben amne badhane a sundar vichar ane samjan apva badal apno khub khub abhar…

 24. shital says:

  very nice artical..

 25. Ketan says:

  સ્વાતિ,
  થોડામાં ઘણું.
  પહેલાં થયુ કે લામ્બો લેખ છે પણ વાચતો ગયો તો વાચતો જ ગયો
  ખુબ સુંદર લેખ…દરોજ આવા લેખો આપ.
  આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
  તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં.
  ખુબ સરસ ભુત્કાલ યાદ અપાવિ જાય તેવો લેખ અભિનંદન.

 26. Ketan Kadia says:

  સ્વાતિ,
  ખુબ સુંદર લેખ…દરોજ આવા લેખો આપ.
  ખુબ સરસ ભુત્કાલ યાદ અપાવિ જાય તેવો લેખ અભિનંદન.

 27. Ketu Kadia says:

  સ્વાતિ,
  થોડામાં ઘણું.
  પહેલાં થયુ કે લામ્બો લેખ છે પણ વાચતો ગયો તો વાચતો જ ગયો
  ખુબ સુંદર લેખ…દરોજ આવા લેખો આપ.
  આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
  તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં.
  ખુબ સરસ ભુત્કાલ યાદ અપાવિ જાય તેવો લેખ અભિનંદન.

 28. Milan Vasavada says:

  Great Work…..Inspirational article for a group of youth who are in the flow of “western culture”. A unknown feeling to what we described as a “love” does not required any date & time to express it to your beloved. If we recall our history, great loving couples like Heer-Ranja, Laila-Majnu had not expressed their love on ‘valentine day’ but still they are examples for us.

  In fact valentine day has distorted our culture so badly. I am sure that out may couples made on valentine, few would last up to next valentine day. This is because there is importance of a “day” and not “love”. So big round of applause for Swati for writing such wonderful article. !!! Keep it up!!!

 29. swati barot silhar says:

  Thanks a lot to my all reader for such a love n appreciation.
  i am very thankful to Mr.Mrugesh shah to publish my article on this web site….

  thank you.

 30. Falguni says:

  Really true . enjoy every moment of your life with deep and true love.

 31. nishant bokhariya says:

  Adbhut

  Swati ben Aje tame loko ne a samjan apine badhane prem mateni ek navi disha batavi chhe ane badhane apni bhartiy sanskruti ni parakh karavi chhe jeni aje khub j jarur chhe

  Tamaro a sunsa vichar amara sudhi pahochadva badal tamaro khub khub abhar.

 32. nishant bokhariya says:

  Adbhut

  Swati ben Aje tame loko ne a samjan apine badhane prem mateni ek navi disha batavi chhe ane badhane apni bhartiy sanskruti ni parakh karavi chhe jeni aje khub j jarur chhe

  Tamaro a sundar vichar amara sudhi pahochadva badal tamaro khub khub abhar.

 33. ravi says:

  Its very nice artical…

 34. Jasmine Badani says:

  Extremely well written..

 35. riddhi says:

  It’s really awsom…
  supereb..

 36. bhoomi says:

  This story is surely dedicate to young generation. They are so crazy in this type of days n social media activities. Our every happy moment is v’day !!!! you have so many v’days in your life..so enjoy every moments and celebrate all days with your partner.

 37. Raji Jagadeesan says:

  I truly believe that there is no single day to celebrate love. Love has no time limit. it’s to be celebrated daily. Good job swati. Do write more articles

 38. chetan says:

  hummm…..

  તમારો લેખ વાંચીને મને તો ખરેખર કશું પણ નવું લાગ્યું નહિ..પણ હા ખુશી થઇ કે કોઈએ તો લાઈન તોડી ને આગળ વિચ્રવાનો પ્રયાસ તો કર્યો ને..

  નવું એટલા માટે નહિ લાગ્યું કારણકે હું પોતે અંગત રીતે આવા one time velentine ને માનતો નથી,,પ્રેમ જાણવાની સમજવાની,અનુભવ લેવાની તથા કરવા માટે ફક્ત એક જ દિવસ પુરતો નથી,તેના માટે ઘણી વાર પોતાની ઉમર પણ ઓછી પડે તેમ છે,(જો કે મેં હજી સુધી આવો પ્રેમ કરો નથી..) માટે તેના માટે કોઈ ખાસ દિવસ હોવો જરૂરી નથી..

  ખુશું એટલા માટે થઇ કે આપણે બધે એક લાઈન માં ચાલનાર મણસો બની ગયા છે.એકે કર્યું એટલે આપણે પણ તે લાઈન માં આવી ને ચાલુ થઇ જઈએ છે,પણ તેમાં કઈ પણ દિમાગ શું દિલ પણ લગાવતા નથી..બસ આંધળું અનુકરણ જ કરવાનું.
  તમે તેની બહાર નીકળી ને આ લેખ લખ્યો તેના માટે તે માટે અભિનંદન ભલે અત્યારે આટલા સમય પછી વાંચ્યો અને તેમને કોમેન્ટ લખી..

 39. વિષ્ણું દેસાઈ 'શ્રીપતિ' says:

  શ્રી સ્વાતિબેન.
  આપનો લેખ વાંચ્યો ખુબ જ વિચારશીલ લેખ હતો નવી જનરેશન કે જે વિવિધ પ્રકારના ડે ઉજવવામાં જ મને છે, તેને દરેક દિવસ સ્પેશિયલ જ હોય છે. તે સમજાવતો ખુબ સુંદર લેખ છે.
  અભિનંદન.

 40. Nandu says:

  લેખ….મને ખુબ સારો લાગો.

 41. Arvind Patel says:

  વેલેન્ટીન ડે એ પ્રેમ નું પ્રતીક છે. પ્રેમ એ તો હૃદય માં વહેતુ અવિરત ઝરણું છે. આ પ્રથા ની ગેર સમાજ ના કરીયે. ઘણા બધા ડે ની જેમ કે ફાધર ડે, મધર ડે, ફ્રેડશિપ ડે, તેવી રીતે વેલેન્ટીન ડે છે. પ્રેમ નું પ્રતીક છે. એવું નહિ કે વર્ષમાં એક જ દિવસ પ્રેમ નું વિતરણ કરવું !! આ સિવાય બીજી બાબત, વેલેન્ટીન ફક્ત પ્રેમી અને પ્રેમિકા માટે જ છે તેમ માનવું નહિ. આપણા મન માં જે પ્રેમ છે, તેનું કરી શકાય તેટલું વ્યક્ત કરવું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.