[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નવોદિત યુવાસર્જક અમી ઢબુવાલાનો (સુરત) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે ananyarahi@gmail.com સંપર્ક કરી શકો છો.]
‘હું જે હશે તે ચોખ્ખે ચોખ્ખું જ કહી દઈશ. આ દિવસ આવવાનો હતો એ નક્કી હતું…’ હોન્ડાની લક્ઝુરિયસ કારમાં સીટ બેલ્ટ બાંધી અને આંખે ફાસ્ટટ્રેકના ગોગલ્સ પહેરી આશી 60ની સ્પીડ પર કાર હંકારી રહી હતી. ગાડીના બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત રેલાઈ રહ્યું હતું, પણ આશીના મનમાં થોડી મિનિટ પછી માહી સાથે જે વાત કરવાની છે એની એક પછી એક ગોઠવણ ચાલી રહી હતી. જિંદગી ઓચિંતા વળાંક લેતી હોય છે અને ક્યારેક એ વળાંક દરમિયાન ‘મીઠાં અકસ્માતો’ પણ થઈ જતાં હોય છે. આશી પણ આવા જ એક અકસ્માતનો ભોગ બની હતી અને માત્ર બે મહિના પહેલાં એ સૌરભને મળી હતી. એમ તો કસરત કરવી આશીની આદત નથી, પણ કોણ જાણે એ દિવસની સવારે એના મનમાં શું વિચાર આવ્યો હતો કે એ વોકિંગ માટે શહેરના ‘મિલાપ’ ગાર્ડનમાં ચાલવા ગઈ. કદાચ એના નસીબમાં આ જ રીતે સૌરભને મળવાનું લખાયું હશે.
આશીના મનમાં ભૂતકાળની રીલ ફરવા લાગી હતી. એનું શરીર યંત્રવત ડ્રાઈવિંગ કરી રહ્યું હતું, પરંતુ મન બે મહિના પહેલાંની એ સવારમાં વિહરી રહ્યું હતું. સામાન્ય રીતે લોકો કહેતાં હોય છે કે ‘ડોન્ટ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ..’ પરંતુ ખરી રીતે જોવા જઈએ તો મનમાં ચાલતાં વિચારોના નશા કરતાં ઘાતક બીજું કંઈ જ નથી. આશીના મનમાં એ દિવસની અનુભૂતિ હજી પણ અકબંધ હતી. બ્લેક કલરના ટ્રેક પેન્ટ અને ‘લાકોસ્ટે’નું ગ્રે કલરનું લૂઝ ટીશર્ટ એનાં શરીરના વળાંકોને મહદઅંશે ઢાંકી રહ્યું હતું. આશી ખૂબસુરત હતી, ચહેરાથી નહીં, પણ મનથી. એ કંઈક અર્થપૂર્ણ જીવન જીવવા માંગતી હતી અને પોતાને ગળાડૂબ કામમાં વ્યસ્ત રાખવા માંગતી હતી. એના જીવનમાં પ્રેમ, જીવનસાથી કે લગ્નનું ખાસ મહત્ત્વ નહોતું. કારણ કદાચ એ હતું કે આશી પોતાના જ સ્વભાવને વધુ પડતો ઓળખી ગઈ હતી. જ્યારે તમે જરૂર કરતાં વધુ પડતી કોઈ વ્યક્તિને ઓળખવા લાગો છો ત્યારે ક્યાં તો એ વ્યક્તિ સાથે તમે જીવનપર્યંત જોડાઈ જાવ છો ક્યાં તો તેનાંથી દૂર થવા મજબૂર થઈ જાઓ છો. આશી પોતાના જ સ્વભાવ અને જીવનના આરોહ અવરોહથી થોડી વ્યથિત ગઈ હતી અને એ બધામાંથી જ બહાર આવવા તેણે પોતાના કામ સાથે મૈત્રી કરી લીધી હતી.
એ દિવસે ગાર્ડનની તાજી હવામાં એ એક કોઈકના હોવાપણાનો તીવ્ર અહેસાસ અનુભવી રહી હતી. કંઈક ખાસ, કંઈક અલગ અને તદ્દન અજાણી, પણ ખુશનુમા હતી એ લાગણી ! આજે પણ એ તીવ્ર અનુભૂતિ એના હૃદયને ચીરી નાંખતી હતી. અચાનક આશીની નજર જીપીએસ પર પડી. જીપીએસે એના ‘ડેસ્ટીનેશન’ આવી ગયાની જાહેરાત કરી દીધી હતી. એક ઊંડો શ્વાસ લઈ એણે કાર લોક કરી અને સામે દેખાતા ‘પ્રિયમ’ વિલાની ડોરબેલ વગાડી.
માહીએ દરવાજો ખોલ્યો. ચહેરા પર તેજ, આંખોમાં એક અણગમો છતાં આવકારની ભાવના, મજબૂત શરીર અને ચાલમાં થોડી અસ્વસ્થતા…. સૌરભની પત્ની માહીની મનઃસ્થિતિથી આશીથી અજાણ નહોતી, પણ જ્યારે માહીએ મળવા માટે સામેથી તેને ફોન કર્યો તો એ માહીને ના કહી શકી નહીં. વાત કઈ રીતે શરૂ કરવી તેની અવઢવમાં કેટલીક મિનિટો માહી અને આશી વચ્ચે એક ભયંકર મૌન પાથરી ગઈ. છેવટે ઔપચારિક સવાલ સાથે માહીએ વાત શરૂ કરી,
‘આશી, તમે કઈ લેશો?’ આશી સ્તબ્ધ થઈ ગઈ. કઈ માટીની બનેલી છે આ સ્ત્રી ! સૌરભ સાથેની મારી આત્મીયતા જાણતી હોવા છતાં મને ‘તમે’ કહીને સંબોધે છે ! થોડાં ફોર્મલ સ્મિત સાથે આશીએ નકારમાં માથું ઘુણાવ્યું અને હિંમતપૂર્વક વાતો કરવાની શરૂ કરી.
‘માહી, હું તમને આજે પહેલી વાર મળું છું, પરંતુ સૌરભના માધ્યમથી અનેકોવાર મળી ચૂકી છું. એ તમને અનહદ પ્રેમ કરે છે. મારી સાથેનો સંબંધને હું નામ તો નથી આપી શકતી, પણ એની પવિત્રતા તમારા સંબંધ જેટલી જ છે એવું હું દૃઢપણે માનું છું.’ આશીએ એકીશ્વાસે પોતાની વાત રજૂ કરી.
માહીના ચહેરા પર એક નિર્દોષ સ્મિત રમી ગયું.
તેણે કહ્યું, ‘મેં આજે તમને અહીં સૌરભ સાથેના તમારા સંબંધને જસ્ટીફાય કરવા કે પછી તમને કોઈ નાનમ અનુભવવા નથી બોલાવ્યા. હું તો એ જ જાણવા માંગતી હતી કે આટલા વર્ષોથી મારા લગ્ન જીવનને મેં અને સૌરભે માણ્યું હતું એમાં આ અચાનક વળાંક કઈ રીતે આવ્યો ? મારા અને સૌરભના પ્રેમની વાતો સૌરભે તમને કરી જ હશે અને હું પણ જાણું છું કે સૌરભ મારા વિના નહીં રહી શકે, પણ એ નથી સમજી શકતી કે અમારી વચ્ચે આટલો પ્રેમ હોવા છતાં કયા કરાણે આજે તમે મારી સામે છો !’ આશી બે ઘડી ચૂપ રહી. કદાચ એ શબ્દો ગોઠવી રહી હતી. તેણે માહીની નજીક જઈ એનો હાથ પકડી લીધો અને કહ્યું,
‘માહી, હું પણ નથી જાણતી ક્યારે આ બની ગયું. એક મોર્નિંગ વોકે મારા જીવનને ‘સૌરભ’થી ભરી દીધું. વાતો કરતાં કરતાં, એકબીજાને જાણતાં ક્યારે સ્નેહતંતુ બંધાયો એની મને અને કદાચ સૌરભને પણ જાણ નહીં હોય. હું જાણું છું સમાજ આ બાબતને એકસ્ટ્રા મેરિટલ અફેર અને બીજા અનેક નામોથી સંબોધે છે, પણ મેં સમાજની પરવા કદી નથી કરી. જીવનમાં પ્રેમ એ તો એક અકસ્માત જેવો છે. તમે ઈચ્છતા હો કે ન હો તમારા ભાગ્યમાં હોય તો થઈને જ રહે.’
માહીના હાથની પકડ વધુ મજબૂત કરીને એણે આગળ કહેવાનું ચાલું રાખ્યું….. ‘અને પરિણામો પણ કદાચ એવા જ હોય છે. ક્યારેક પીડા વધારે તો ક્યારેક ઓછી હોય છે, પણ પ્રેમ પીડા તો આપે જ છે.’ માહીએ આશીના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને બીજા હાથ વડે હળવેથી આશીના ગાલ પર ટપલી મારી…..
‘સૌરભને પહેલેથી જ સ્ત્રીની સુંદરતા નહીં, સ્ત્રીનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વથી પ્રેમ થયો છે. એણે સુંદર સ્ત્રીને જોઈ જ નથી એવું નથી, પણ તારા અને મારા જેવી સ્ત્રીઓ એણે ભાગ્યે જ જોઈ છે. એણે મને પ્રથમ દિવસથી જ તારા માટેની લાગણી વિશે જણાવ્યું હતું. એ એની નિખાલસતા હતી કે મારા માટેનો પ્રેમ એ તો હુંય નથી જાણતી પણ ત્યારપછી એણે મને તારા વિશે વાતો કરવાની બંધ કરી દીધી હતી. આમ છતાં, એની વર્તણૂકમાં આવતા બદલાવ મારાથી છૂપા નહોતા. એ સતત બે જિંદગી વચ્ચે ઝોલા ખાતો રહ્યો અને બને ત્યાં સુધી સહજ બનવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ સ્ત્રીમાં પુરુષોની સહજતામાં ‘અસહજતા’ પારખી લેવાની એક અજબ કળા હોય છે. સાચું ને?’ માહી ડ્રોઈંગરૂમમાં મૂકેલા સૌરભ સાથેના પોતાના ખળખળાટ હાસ્યવાળા વિશાળ ફોટોફ્રેમને નિહાળી રહી. આશીએ એક નજર એ ફોટોફ્રેમ પર કરી અને આંખ બંધ કરી પોતાનું માથું સોફા પર ઢાળી દીધું. ફરીથી એક ગાઢ મૌને બંનેને પોતાની ભીંસમાં ઘેરી લીધું. કદાચ બંને સૌરભ સાથેની પોતપોતાની અદભુત યાદોને વાગોળી રહી હતી.
આ વખતે આશીએ મૌન તોડતાં કહ્યું,
‘શું સાચું શું ખોટું એ તો મારા સમજની બહાર છે હવે. તમે આ સંબંધોના તોફાનનું શું પરિણામ વિચારો છો? તમારો નિર્ણય મને સ્વીકાર્ય હશે એવો દાવો તો નથી કરતી પણ સૌરભે મારા જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે. એમણે મને જીવતાં શીખવાડ્યું છે અને હું એમને ગુમાવવા નથી ઈચ્છતી, પણ તમને…..’ માહીની આંખોના ખૂણેથી આંસુંઓએ હવે પોતાની ધીરજ ગુમાવી દીધી હતી. એ આગળ કશું બોલી શકી નહીં. પર્સમાંથી ટિસ્યુ કાઢી તેણે આંસુઓને રોકવાના વ્યર્થ પ્રયત્ન કર્યા, પણ એની ધારા અવિરતપણે વહી રહી હતી. માહી આશીને જોઈ રહી. થોડીવાર એને એમ જ અન્યમનસ્ક ચહેરે નિહાળી માહીએ કહ્યું,
‘પહેલાં તમારા સંબંધની વાસ્તવિકતા વિશે મને ખબર પડી ત્યારે મને ખરેખર ગુસ્સો આવ્યો હતો. મેં મારું આખું જીવન સૌરભને આપ્યું છે અને હું માનતી હતી કે એણે પણ માત્ર મને જ આપ્યું છે. આશી, જેને તમે પ્રેમ કરતાં હો તેના માટે માલિકીભાવ અજાણતાં જ આપણે સેવી લઈએ છીએ અને જ્યારે તમારી ગમતી વસ્તુ વહેંચાવા લાગે છે ત્યારે તમે નાના બાળકની જેમ તરફડી ઊઠો છો. આપણા આ સંબંધોનું પણ કંઈક એવું જ છે. પરિણામમાં તો હું સૌરભને છોડી દઉં કે પછી ઘર છોડીને જતી રહું એ એક સહજ અને સ્વાભાવિક ઉપાય છે, પરંતુ સૌરભ મારા વિના નહીં રહી શકે એ હું જાણું છું અને હુંય સૌરભને ઝંખું છું. અમે બંને એકબીજાના પર્યાય છીએ. એ સાથે જ બીજો વિકલ્પ જોઈએ તો એ કે તને છોડવા માટે હું સૌરભને મજબૂર કરું અથવા તો હું તને સૌરભથી દૂર રહેવા માટે ધમકાવું. પણ પ્રેમનો તો જેટલો શ્વાસ ઘૂંટો એ એટલો જ મજબૂત થાય. હું એવું કઈ રીતે કરી શકું ! હકીકતમાં સૌરભે તને કે મને નહીં, આપણા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે અને એ વ્યક્તિત્વ એક જ છે. આપણું આ ધરતી પર અસ્તિત્વ ભલે અલગ અલગ છે, પણ સૌરભ માટે આપણે એક જ છીએ. હું તને કે સૌરભનેય નહીં રોકી શકું. વિધાતાની આ અનોખી રમત મારે હવે જોવી છે. સમય જ આ પ્રણયનો અંત લખશે….’ આશી ભેટી પડી માહીને. એના આંસુઓથી માહીનો ખભો છલકાઈ રહ્યો અને માહી હળવેથી એની પીઠ પસવારતી રહી.
થોડીક ક્ષણો બાદ બંને સ્વસ્થ થયાં, એકબીજાને કંઈ કેટલાય વચનો, આભાર અને દિલગીરી વ્યક્ત કર્યા. એકમેકના આ સંગાથથી બંને જ્યારે છૂટાં પડ્યા ત્યારે માહીએ એક મોહક સ્મિત સાથે આશીને કહ્યું, ‘આશી, યાદ રહે, આપણે કદી મળ્યા નથી….’ આશી માહીનો ઈશારો સમજી ગઈ. એક સ્મિત સાથે એની વાતમાં સ્વીકૃતિ આપી એ ગાડી તરફ ચાલવા લાગી. માહી પોતાનાથી દસ વર્ષ નાની જુસ્સા અને સ્વપ્નોથી ભરેલી એ યુવતીને જતાં જોઈ રહી.
46 thoughts on “એક મુલાકાત – અમી ઢબુવાલા”
બહુ જ સુન્દર રેીતે લાગણેીઓને વણેી. પ્રથમ પ્રયત્ન વખાણવા લાયક .વાસ્તવમા આ સ્વેીકાર આટલો સહજ નથેી હોતો.
આભાર. મારા પ્રયત્નને બિરદાવવા માટે.. 🙂
વાસ્તવિક રીતે કોઈ પણ વસ્તુનો ‘સ્વીકાર’ સહજ નથી હોતો એવું હું માનું છું.
સુંદર વર્ણન્.
આવુ આમ તો બને નહેી કે કોઈ સ્ત્રેી આ વેહ્ંચણેી આટલેી આસાનેી થેી સ્વેીકારે,પણ વાંચતા આ ખુબ જ સુંદર લાગ્યુ ,માહેીનેી સમજ્દારેી સાતે સંમત તો નથેી, તોયેં ગમ્યુ…
અભિનન્દન તમારેી પ્રથમ કૃતિ બદલ્ .
સારેી વાર્તા.અભેીનન્દન્
આજના જમાનાનો સળગતો પ્રશ્ન લગ્નેતર સંબંધને એક સાયકોલોજીસ્ટ જેવી અદાથી સુંદર રીતે રજુ કરવા બદલ અમીબેનને અભિનંદન. માહીએ માણસાઈનો દીવો પ્રગ્ટાવ્યો છે. જે અનેકને પ્રેરણા આપી આ સળગતા પ્રશ્નનો પ્રેમથી ઉકેલવામાં જરુર મદદરૂપ થશે એ વાતમાં શંકાને સ્થાન નથી. Love is the only law of life એ પુરવાર કરી બતાવ્યું છે.
આપણા બધામાં ભગવાનનો વાસ છે તો પછી માહીનો આશી સાથેનો વ્યવહાર સહજ બની રહે ને? સામી વ્યક્તિ સાથેનો દુશ્મન જેવો વ્યવહાર ભગવાન સાથે દુશ્મનાવટ કરવા બરાબર છે એ ન ભુલવું જોઇએ.
Congratulations and best wishes to Amiben. Hope she will prosper and give us many more such inspiring articles. Thanks
માહી મા ભગવાન ના વાસ ની વાત કરો છો પણ ભુલશો નહી કે ભગવાન પણ ખોટામા સાથ નથી આપતો.
ભગવાન ખોટા માં સાથ નથી આપતો એ વાત સાચી પણ સાચા પ્રેમ આગળ પ્રભુ એ પણ ઝૂકવું પડે છે. પ્રેમ માત્ર એક વ્યક્તિ સાથે જ થાય, બાકીના પ્રેમ શું અનૈતિક જ હોય છે ? સાચું ખોટું જોવાથી તો પ્રેમ નું અસ્તિત્વ જોખમ માં મૂકી જાય.
well said Heerak! (y)
આજના સમય મા કે કોઇ પણ સમય મા કોઇ પત્ની પોતાના પતિ ને બીજી સ્ત્રી સાથે ના જોઇ શકે. આપણા સમાજ મા પણ તેના ઘણા ઉદાહરણ છે. જો કે પહેલી વાર નુ લેખન છે માટે કાબીલ-ઍ-દાદ દેવા જેવુ છે. કોઇ પણ શરુઆત આમ જ થાય.
સુદર લેખ નેી શરુઆત
આવુ બનવુ અશક્ય લાગે પણ નવી પેઢી કદાચ સમજે અને સ્વીકારે, અભિનંદન માયાબેન
અભિનન્દન અમીબેન્—–
આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા આ પ્રયાસને આટલો સારો પ્રતિસાદ આપવા બદલ!
khoob j sundar vaarta 6. ekdam bhaav sabhar rajooat. ekdam bhar vina sahajta thi abhivyakti sadhi 6. ABHINANDAN. aavi biji vartao vachava malshe to aanand thashe…
very nice Ami ji…
Khub khub abhinandan…
Khubaj sundar kruti…pratham prayatna vakhanva layak….
ખુબ સરસ અભિનંદન અને આભાર
very nice ami ben .. keep it up
ખુબ સુંદર
Kuba j saro prayatna chhe amiben…keep it up
ખુબ સરસ વારતા…અભિનન્દન્………..પ્રયત્ન જારિ રહે.
This is written nicely but I don’t like the content of the story.
Not Sure why every time wife has to understand or accept. If Mahi would have done something like this, what would have happened?
This is not the right end of the story. Saurabh can not have both of them.
Saurabh is not having both of them! ghaniwar tamne upar chhallu je dekhaay chhe e j satya hoy em na maani levu. Ane Apne Sha mate hamesha pa ave to vachche fasay jai e chie? ha, tamari vaat sachi chhe ke kadach maahi aam karat to saurabh na swikari shakat pan ahi muddo e vat no chhe j nahi.. Ahi wat chhe ek relation ek trust ek maturity ane jivanma aavti andhari parishthiti same zazoomvani.. Ek var matra varsho thi paheri rakhela ‘chashma’ utarine aa story ne vachvano praytn karsho to kadach maro hetu maro muddo tamne samjaay shakshe!
Although Thank You for ur Appreciation
અમીબેન,
લેખની શરૂઆત સુંદર છે પણ અંત અધુરો લાગ્યો…આપના લેખમાં આવતા આ વાક્યો – મનમાં ચાલતાં વિચારોના નશા કરતાં ઘાતક બીજું કંઈ જ નથી./ ચહેરાથી નહીં, પણ મનથી. એ કંઈક અર્થપૂર્ણ જીવન જીવવા માંગતી હતી અને પોતાને ગળાડૂબ કામમાં વ્યસ્ત રાખવા માંગતી હતી./ સૌરભને પહેલેથી જ સ્ત્રીની સુંદરતા નહીં, સ્ત્રીનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વથી પ્રેમ થયો છે. / સૌરભે તને કે મને નહીં, આપણા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે. ખૂબ જ ગમ્યા.
સારો પ્રયાસ છે પણ લેખના અંતને એક સુંદર મોડ આપવાની જરૂરત જણાતી હતી…
અમારે તો ગામડામાં રૂઢિચુસ્ત સમાજમાં અનેક આશી, માહી અને સૌરભોના જીવન કજોડા થકી અથવા તો વૈચારિક સમાનતાના અભાવે નંદવાતા જોઈ શકાય છે. સાચો પ્રેમ શું હોય, સાચુ જીવન શું હોય તે આજના સમયમાં પણ સમાજ સ્વીકારી નથી શક્તો એ એક કરૂણતા છે…સમાજના નિયમો અને બંધનો થકી અથવા તો ઇજ્જત માટે આજે પણ અસંખ્ય યુગલો મન સાથે સમાધાન કરીને જીવન પસાર કરી રહ્યા છે…જીવન જીવી નથી રહ્યા એ કમનશીબી છે.
આપને મારી વેબસાઈટ http://www.vadgam.com ની મુલાકાત લેવા આમંત્રણ આપું છું… સાથે સાથે ગ્રામીણ સમાજ જીવન ઉપર આપ કોઈ લેખ લખો તો અમારી વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપશો એવી વિનંતી કરુ છું…..
આભાર સહ,
નિતિન પટેલ વડગામ
જરૂર… પ્રયત્ન ચોક્કસ કરીશ.
થેન્ક્યુ સો મચ.
Nice website u hv created nitin bhai…
My heartily congratulations to AMI for her first but very impressive story.May God bless you to write more heart touching stories …Carry on AMI…
Thank you so much! 🙂
Khub saras varnan.Mahi jevi nari aaje samaj na darek stare nahi pan kai stare to jova male che.samaj ma aaje pan nari ma mahi jeva guno nu darshan thy che.Koi pankhi ne panjra ma rakho to teni udvani ichha vadhu tivra banse.
You have a unique style of story telling. Please keep cranking more and more… would love to read them.
Sure…! It will be my pleasure… 🙂
Nice story and good effort keep writing liked your thinking
🙂
u show the power of word, ” saurabh likes individuality & not beauty”
sophistication by ,honda car/ fast track gogles/lacoste t shirt,
content & subject is not so powerful….that’s what i feel,
i’m not writer but very much fond of reading………
still all the best “AMI DHABUWALA”
Thank you for you honest feedback! 🙂
Thank you for your honest feedback! 🙂
Amiben,
Khub sunder varta che pan adhunik jamanani stri pan potano prem vahenchi nathi shakti. Aatli samajdari bhagyej jove male. Jo ke anu sunder shabdoma nirupan karine tame ene samaj same dharvani koshish kari te saru j thayu. aam kahine hu lagnetar sabandhone protsahan nathi aapti pan stri stri ni dushman thavane badle ek biji ne samaje to saru. aakhare to ek varta j che. Satya swikarti vakhate chitra kadach badlatu pan hoy.
Tamaro prayas khub gamyo.
Keta Joshi, Toronto, canada
Khub j aswom nd hart tiching story che.Jo darek jan aavu vichre to sansar bachi jato hoy che
પ્રથમ પ્રયત્ન ખુબજ સરસ ચ્હે
Congratulations for this story. Mara mantavye aashi mahi nu vartanuk joi kadach potano vichar badli pan kadhe.karan ant aapna vachak na par pan kadi lekhika e chodyo hoy che.ant je hoy te saras varnan che.
સારેી વાર્તા.અભેીનન્દન્
ખુબ જ સુંદર વાર્તા.
Good storY..pan jivan ma aavo swikar hoto nathi.samadhan hoy sake.Pan tamaro praytan ghano sundar che.mane khub gami aagal lakhata rahejo.
Good
PRANAY TRIKON NI SUDAR RAJUAT. BE NARIONA SPORTY VALAN THI SARJAY CHHE VYAKTITVANU VATAVARAN.
અદ્ભૂત્
સુંદર