આંટો મારી આવીએ…. – ડૉ. મુકેશ જોષી

[ રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr.mbjoshi@gmail.com સંપર્ક કરી શકો છો.]

ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.

વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.

આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,
બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ.

શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે,
હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ.

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “આંટો મારી આવીએ…. – ડૉ. મુકેશ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.