Archive for February, 2014

હે વત્સ ! – ડૉ. રાજકુમાર ટોપણદાસાણી અને પ્રો. એમ. એમ. ગૌદાણા

[ પૌરાણિક પાત્રોનો વિસ્તૃત પરિચય કરાવતા પુસ્તક ‘હે વત્સ !’માંથી બે લેખો સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [૧] અગસ્ત્ય અગસ્ત્યં, કુંભકર્ણં ચ, શનિં ચ વડવાનલં; આહાર પચનાર્થાય, સ્મરેત્ ભીમં ચ પંચમં. વિશ્વમાં ખોરાક પચાવનારા અગસ્ત્ય સૌથી શ્રેષ્ઠ મનાયા […]

અભાવનું ઐશ્વર્ય – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘અભાવનું ઐશ્વર્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.] આજે ભર્યાભંડાર છે. પાણી કહેતાં દૂધ મળે છે. એક કહેતાં અનેક તહેનાતમાં ઊભાં છે, હાજરાહજૂર બધું હોવા છતાં મને મારા અભાવો સાંભરે છે. હું આજની તુલનામાં ત્યારે સમૃદ્ધ હતો, જયારે મારી પાસે ભૌતિક રીતે કશું ન્હોતું ! હું અભાવોનો આભારી […]

લંડનમાં એક રાત – પ્રવીણસિંહ ચાવડા

[‘મારો એડિનબરાનો પ્રવાસ’ પુસ્તકમાંથી સાભાર. ] વહેલી સવારે હીથરો એરપોર્ટ પર ઊતર્યો ત્યારે બિપિનભાઈ મને આવકારવા ઊભા હતા. એમનું ઘર હાઈ વિકોમમાં, એટલે કે ઘણે દૂર હતું. એવા પ્રતિકૂળ સમયે હાજર થઈ જવા માટે એમને લગભગ આખી રાતનો ઉજાગરો થયો હશે. મારી સૂટકેસ ઉપાડીને આગળ થતાં એમણે કહ્યું, ‘ચાલો.’ ‘કયાં ?’ ‘આપણે ઘેર.’ મેં મારી […]

વૃદ્ધાવસ્થાનું નવયૌવન – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] તાજેતરમાં એક શિબિરમાં બોલવા માટે મને વિષય સોંપાયો- ધડપણના સંબંધો ! હવે સંબંધ એ સંબંધ છે, તેમાં વળી ઘડપણ શું કે બાળપણ શું ? જિન્દગી આખું ગાયું કે- અસ્ત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા !’ તો હવે આ ઉતરાવસ્થામાં એ પરમસત્યનાં કોઈ એંધાણ મળ્યાં કે નહીં એનો તાગ તો મેળવવો પડે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.