[‘ચિત્રલેખા’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણીનો તેમજ સમગ્ર ‘ચિત્રલેખા પરિવાર’નો ખૂબ ખૂબ આભાર.] ગયા અઠવાડિયે એક પાર્ટીમાં જવાનું થયું. આ પાર્ટી કોઈ નવીનવાઈ નહોતી. એ જ રુટિન બર્થ-ડે પાર્ટી જેવી હતી, પણ મિત્ર પૂજાના બે-ચાર ફોન આવ્યા એટલે એને ના ન પાડી શકી. […]
Monthly Archives: March 2014
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] ‘કેમ, ડેડી પાસે જવાનું એટલે ગટુજી ખુશ છે ને !’ છ-સાત વરસના વિનુને ગાલે ટપલીમાં રશ્મિએ હસતાં-હસતાં કહ્યું, અને તે જલદી-જલદી અંદર જતી રહી. વિનુ ખુશ તો હતો જ, પણ એનાં મનમાં કાંઈક ગોંધળ ચાલતું હતું. તેણે અંદર જઈને પૂછયું, ‘ડેડી આવશે ને આપણને લેવા ?’ […]
[‘અઢારમો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘જઉં કે ના જઉં ?’ તન્વીનું હૈયું ભારે થઈ ગયું… ભીતર ગોરંભો ઘેરાતો ગયો… પગ જાણે પાણી પાણી થઈ ગયા… શરીર અંદરથી સૂકા પાંદડાની જેમ ધ્રૂજવા લાગ્યું… […]
[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] એક વાર ગાંધીજી ઓરિસ્સામાં પ્રવાસ કરતા હતા. ગામને પાદર નાની ઝૂંપડીમાં બાપુનો ઉતારો હતો. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો બાપુનાં દર્શન કરવા આવ્યાં હતાં. એમાં એક ડોસો ઝૂપડીમાં દાખલ થયો. બાપુની સામે ઘૂંટણિયે બેઠો. માથાબંધાણામાંથી ઘાસનું એક તરણું લઈ તેણે મોંમાં મૂકયું પછી પગે લાગ્યો. બાપુ તેની […]
[‘મુઝ કો યારો માફ કરના’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક યંગ ગર્લનો ઈ-મેલ દ્વારા લેટર આવ્યો છે. એ યંગ ગર્લનું નામ બદલીને લખવું પડે એમ હોવાથી લખવું જ નથી, પણ તેનો ઈ-મેલનો જવાબ […]
[ ‘ગાંધીની ચંપલ’ પુસ્તકમાંથી સાભાર.] સુરતના સ્ટેશનથી થોડેક છેટે ન્યૂ લક્ષ્મી ટૉકીઝ આવેલી છે. અમે નાના હતા ત્યારે એ ફરીથી બંધાયેલી તેથી એનું નામ ન્યૂ લક્ષ્મી રાખવામાં આવેલું. આજે લગભગ અડધી સદી પછી એ મકાન સાવ જૂનું થઈ ગયું છે તોય એકે લોકો ‘ન્યૂ લક્ષ્મી ટૉકીઝ’ તરીકે જ ઓળખે છે. […]
[ જન્મભૂમિ પ્રવાસી – ‘મધુવન પૂર્તિ’ માંથી સાભાર.] રસ્તા પહોળા કરવાની કામગીરીમાં અનેક મોટાં વૃક્ષો આડે આવતા હોય છે ત્યારે, જેસીબીનાં ઉપકરણોથી અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટિંગ) અન્યત્ર કરવામાં આવે છે, જેનું ઉત્સાહજનક પરિણામ મળે છે. અચલ એવાં વૃક્ષોને તેમની શાખાઓ અને મૂળિયાં સહિત અન્યત્ર પુન: સ્થાપિત […]
[ ‘પાંદડે પાંદડે ટહુકો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સંસ્કારના પાઠ રમેશ અને એના પપ્પા યોગેન્દ્ર કયારનાયે આવી ગયા હતા. ભૂખ્યાડાંસ હતા. પણ એમનાથી વહેલી આવી જનારી રમેશની મમ્મી નીના હજી આવી નહોતી. નાસ્તાના ડબ્બા ફંફોસ્યા, પણ કંઈ મળ્યું નહીં. દેવેન્દ્રે ગપ્પાંઓ ને તરેહતરેહની […]
[‘જનક્લ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] શ્રીમદ્ ભગવદ્દગીતા શરૂ થાય છે અર્જુનના વિષાદયોગથી. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કુટુંબીજનોને લડવા માટે ઉત્સુકતાથી ઊભેલા જોઈને અર્જુનનાં ગાત્રો શિથિલ થઈ જાય છે. વિષાદની ઘેરી છાયા એના ચિત પર છવાઈ જાય છે અને ધનંજય ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે ! […]
[‘અંખડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] આજે આપણે આધુનિક વિકાસની દ્રષ્ટીએ ઘણા આગળ વધ્યા છીએ, પરંતુ પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ભારતીય પરંપરાથી તેટલા જ દૂર ધકેલાતા જઈએ છીએ. જીવનનાં પાયાનાં મૂલ્યોને આજે હ્રાસ થતો જણાય છે. પશ્ચિમની અસર તળે અંજાઈને સારાસારના વિવેક વગર, પશ્ચિમનું બધું ઉતમ માની, આંધળું અનુકરણ કરતાં અચકાતા […]
[‘જનકલ્યાણ’માંથી સાભાર.] કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિન્દીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ […]
[ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] પ્રેમ વિશે ઘણાએ લખ્યું છે. ઘણાં ગીતો લખાયાં છે. નાટકો અને ફિલ્મોમાં પણ પ્રેમનો ધોધ વહે છે. છતાંય પ્રેમ અવર્ણનીય જ રહ્યો છે. મુગ્ધાવસ્થામાં કોઈ અચાનક ગમવા માંડે અને તે વ્યકતિમય થઈ જવાય. આવો જ મેં પણ અનુભવ કરેલ. આજે જિંદગીના છ દાયકા બાદ પણ એ […]