Archive for March, 2014

નિત્ય નવા ગાંધીજી – ગુણવંત શાહ

[ ‘ગાંધીની ચંપલ’ પુસ્તકમાંથી સાભાર.] સુરતના સ્ટેશનથી થોડેક છેટે ન્યૂ લક્ષ્મી ટૉકીઝ આવેલી છે. અમે નાના હતા ત્યારે એ ફરીથી બંધાયેલી તેથી એનું નામ ન્યૂ લક્ષ્મી રાખવામાં આવેલું. આજે લગભગ અડધી સદી પછી એ મકાન સાવ જૂનું થઈ ગયું છે તોય એકે લોકો ‘ન્યૂ લક્ષ્મી ટૉકીઝ’ તરીકે જ ઓળખે છે. સન ૧૯૩૭માં જેની શરૂઆત થઈ […]

મૂળ સોતાં ઊખડેલાં – શંભુભાઈ યોગી

[ જન્મભૂમિ પ્રવાસી – ‘મધુવન પૂર્તિ’ માંથી સાભાર.] રસ્તા પહોળા કરવાની કામગીરીમાં અનેક મોટાં વૃક્ષો આડે આવતા હોય છે ત્યારે, જેસીબીનાં ઉપકરણોથી અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટિંગ) અન્યત્ર કરવામાં આવે છે, જેનું ઉત્સાહજનક પરિણામ મળે છે. અચલ એવાં વૃક્ષોને તેમની શાખાઓ અને મૂળિયાં સહિત અન્યત્ર પુન: સ્થાપિત કરવાં એ ખૂબ આવકારદાયક અને […]

પાંદડે પાંદડે ટહુકો – સ.મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે ટહુકો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સંસ્કારના પાઠ રમેશ અને એના પપ્પા યોગેન્દ્ર કયારનાયે આવી ગયા હતા. ભૂખ્યાડાંસ હતા. પણ એમનાથી વહેલી આવી જનારી રમેશની મમ્મી નીના હજી આવી નહોતી. નાસ્તાના ડબ્બા ફંફોસ્યા, પણ કંઈ મળ્યું નહીં. દેવેન્દ્રે ગપ્પાંઓ ને તરેહતરેહની વાતોથી રમેશને બહેલાવે રાખ્યો. ત્યાં […]

રોમેરોમ સ્પંદન – જયવતી કાજી

[‘જનક્લ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] શ્રીમદ્ ભગવદ્દગીતા શરૂ થાય છે અર્જુનના વિષાદયોગથી. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કુટુંબીજનોને લડવા માટે ઉત્સુકતાથી ઊભેલા જોઈને અર્જુનનાં ગાત્રો શિથિલ થઈ જાય છે. વિષાદની ઘેરી છાયા એના ચિત પર છવાઈ જાય છે અને ધનંજય ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે ! એના સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણ […]

એક આહલાદક અનુભવ – દિવ્યા જોષી

[‘અંખડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] આજે આપણે આધુનિક વિકાસની દ્રષ્ટીએ ઘણા આગળ વધ્યા છીએ, પરંતુ પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ભારતીય પરંપરાથી તેટલા જ દૂર ધકેલાતા જઈએ છીએ. જીવનનાં પાયાનાં મૂલ્યોને આજે હ્રાસ થતો જણાય છે. પશ્ચિમની અસર તળે અંજાઈને સારાસારના વિવેક વગર, પશ્ચિમનું બધું ઉતમ માની, આંધળું અનુકરણ કરતાં અચકાતા નથી. હાલમાં પશ્ચિમમાં લોકો ભારતીય […]

Copy Protected by Chetan's WP-Copyprotect.