Archive for April, 2014

બાળમરણ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર સામાયિક’માંથી સાભાર.] આ વખતનું ચોમાસું બહુ આકરું હતું. અઠવાડિયાથી એકધારો પડતો વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ફાટયૂં-તૂટયું પ્લાસ્ટીક ઓઢીને નિશાળે ગયેલો સુરેશ ઘરે આવ્યો ત્યારે પગથી માથા સુધી ભીનો થઈ ગયેલો. જો કે, પોતે ભીંજાયો એ વાતનો એને અફસોસ નહોતો, પણ…. ‘મા, જોને, મારી ભણવાની ચોપડીઓ પલળી ગઈ.’ એણે રડમસ અવાજે સવલીને કહેલું. ‘આજે […]

અધૂરપ – ભરત દવે

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે. એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું સારું હતું પણ બીજામાં કાણાં પડી ગયેલાં. તળાવથી ઘર સુધીના લાંબા માર્ગે પાછા ફરતા સુધીમાં પાક્કા માટલામાં તો બધું પાણી જળવાઈ રહેતું […]

આંખો – પૂજા તત્સત્

[‘નવનીત સર્મપણ’માંથી સાભાર.] ‘પેલું યુ ટયુબ પર જોયું ?’ એના બોલાયા પછી હું એના તરફ જોવા પ્રેરાયો. એ એટલે મોહિત. એની આદત હતી આમ વાતની વચ્ચે અચાનક કંઈ નવું લઈને કૂદી પડવાની અને બોલ્યા પછી ખુલ્લો મોં અને પહોળી આંખો સાથે પોતાના બોલાયેલા પ્રત્યે જ એટલો અદ્દભુતતાનો ભાવ વ્યકત કરી દેવો કે અન્ય કોઈ એને […]

પરમતત્વની પ્રાપ્તિ આપણો જન્મસિદ્ધ અધિકાર – મોરારિબાપુ (સં. જયદેવ માંકડ)

[ પ્રસ્તુત લેખ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘નવગુજરાત સમય’માંથી સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર.] તુલસીજી અને જગદગુરુ આદિ શંકરાચાર્ય બંને સત્સંગને અત્યંત દુર્લભ માને છે. પહેલા હું આદિ શંકરાચાર્યથી શરુ કરૂં. તેઓ કહે છે આ સંસારમાં ત્રણ વસ્તુઓ અત્યંત દુર્લભ છે.એક તો,આપણે મનુષ્ય થયા એ […]

જાગો સોનેવાલો – હરનિશ જાની

[‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડો. બળવંત જાનીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભાષણ કેટલું લાબું હોવું જોઈએ ? આ સવાલનો જવાબ કોઈ વકતાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.