[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવસર્જક તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.]
રિધ્ધિ મુંબઈની મુલગી જેના નામે વિદેશની સફર કરવાની સિધ્ધિ હતી.નોકરીના કામે તેને અવારનવાર અમેરિકાની ધરતી પર ડગ માંડવા મળતા. અમેરિકાના એક શહેર સાથે તો તેને ઘરનો સંબંધ. વારંવાર તે એક શહેરમાં જવા મળવાથી તે તેનું ઘર બની ગયું હતું. આજે એક મહિનાના મુકામ પછી સ્વદેશ પાછા ફરવાનો દિવસ આવી ગયો. એ જ એરપોર્ટ, એ જ રસ્તાઓ , એ જ ફ્લાઇટ…કેટલી ટેવાયેલી હતી તે આ બધાથી. આજે ખૂબ ખુશ હતી. વિદેશથી સ્વદેશ આવવાનો આનંદ જ અનેરો હોય છે.
વિદેશનો મુકામ પછી ૧૦ દિવસનો હોય કે ૧ મહિનાનો કે પછી ૧ વર્ષનો. દર વખતની જેમ તેણે એરપોર્ટ જવા ટેકસી બુક કરી. આ શહેરની એક ખૂબી હતી, મોડા આવતા ટેક્સીવાળાઓ. ટેક્સીવાળાઓનો તેને એટલીવાર અનુભવ થઇ ચૂકુયો હતો કે તેણે આજે પણ ૧ કલાકનો સમય મોડી આવતી ટેકસી માટે રાખ્યો હતો. ઇન્ટરનેશનલ ફ્લાઇટ જો ચૂકી જવાય તો જે હેરાનગતી થાય તે મુસાફર જ જાણતો હોય છે. આજે તેને એક નવા ટેકસીવાળાનો નંબર મળ્યો હતો. દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીએ તે મુજબ રિધ્ધિએ આજે પણ ૧ કલાક્નો વધારાનો સમય રાખી ટેકસીને બોલાવી હતી.
બધો સામાન પેક કરી, હજી તૈયાર થઇને તેણે ટેકસીને યાદ અપાવવા ફોન કર્યો. તેના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો કે, ‘હું તો હોટેલના પાર્કિગમાં જ છું.’ રિધ્ધિને ખરેખર નવાઇ લાગી. તેણે બેવાર તો હોટેલનું સરનામું ટેકસી ડ્રાઇવર સાથે પાક્કું કર્યું. આપણે સૌ અનુભવથી એવા ઘડાઇ જઇએ છીએ કે અનુભવથી વિપરિત કામ થાય તો વિશ્વાસ જ ન આવે. આવું જ કાંઇ વિચારતા રિધ્ધિ ટેકસીમાં બેઠી. આજે ટેક્સી ડ્રાઇવર કોઇ વિદેશી નહિ પરંતુ એક પાકિસ્તાની મુસલમાન હતો, જે છેલ્લા ૧૦ વર્ષોથી અમેરિકામાં લીમો ડ્રાઇવર હતો. (લીમો એટલે કે લાંબી અને મોટી કાર જે ટેકસી કરતાં વધુ મોભાદાર ગણાય છે.) વિદેશની ધરતી પર ભારતીય જ નહિ પરંતુ કોઇ હિન્દીભાષી મળી જાય તો આનંદ આવે. ઘરે જવાનો ઉત્સાહ કરતાં સમયથી પહેલા આવેલ લીમોએ તેને આનંદિત કરી મૂકી. તે પાકિસ્તાની ડ્રાઇવર સાથે વાતોએ વળગી. તેને થયેલા ટેકસી મોડા આવવાના અનુભવ વિશે વાતો કરી. એરપોર્ટ સુધીનો ૧ કલાકનો સમય ક્યાં નીકળી ગયો તેની ખબર જ ના પડી.
રિધ્ધિએ લીમોનું મીટર જોયું અને મીટર કરતા ૯ ડોલર વધારે ટીપ તરીકે પાકિસ્તાની ડ્રાઇવરને આપ્યાં. તે ડ્રાઇવર પણ નવાઇ પામ્યો કે આટલી બધી ટીપ ? સામાન્ય રીતે ૨-૩ ડોલર ટીપ તરીકે આપવાનો અમેરિકામાં રિવાજ છે. પાકિસ્તાનીભાઇની નવાઇ જોઇ તે બોલી , ‘આ તમે આપેલી ઉત્તમ સર્વિસ બદલ છે. બીજા ટેકસીવાળાઓ સમયથી ઘણા મોડા આવે અને પૂછીએ તો કહે બસ પાંચ મિનિટમાં આવું છું. અને તે પાંચ મિનિટ એટલે અડધો કલાક. જ્યારે તમે તો ફ્કત સમયસર જ નહિ પરંતુ સમયથી વહેલા આવ્યા તેની કદરરુપે આ ટીપ છે. પાકિસ્તાન અને હિંદુસ્તાન એ સરહદોએ લડતા દેશો છે જ્યારે પ્રજા તો આજે પણ શાંતિથી જીવવા ઇચ્છે છે. એક ભારતીય નાગરિક તરીકે કદાચ મને પાકિસ્તાનની સરકારની કોઇ નીતિ માટે મતભેદ હોય પરંતુ તમે કરેલા કામ બદલ મારા મનમાં તમારા માટે માન અને સદભાવ છે. એક ’રિસ્પેક્ટ’ છે.આ સન્માન તમારા કામનું છે.’ આ વાત સાંભળી ભાઇ પણ મુખ પર સ્મિત સાથે ’થેંકયુ અને હેપી જર્ની’ કહીને નીકળ્યા. સરહદે લડતા બે દેશોના બે નાગરિકો વિદેશની ધરતી પર એકબીજાનું સન્માન કરતા શીખી જાય તે શાંતિ અને સદાચારના ભાવિ એંધાણ છે.
આપણે રિધ્ધિના આ વિચારનો કદાચ વિરોધ કરીએ કે પાકિસ્તાનીને સન્માન અપાય? દ્રષ્ટિકોણ બદલની વિચારશો તો આ એક કર્તવ્યનિષ્ઠ કામ કરનારનું સન્માન હતું, કોઇ દેશના નાગરિકનું નહિ. તમને શું લાગે છે રિધ્ધિનો દ્રષ્ટિકોણ સાચ્ચો હતો કે નહિ ?
19 thoughts on “એક ટેકસીડ્રાઇવર – તેજલ પરિમલ ભટ્ટ”
સારો પ્રયાસ..
તેજલ્ને અભિનન્દન્
The Indians always appreciate good services and qualities
Thank you very much for post this article…..
Ridhi no drastikon bilkul sacho che.je saru kam kare tene sanmaan ane sadbhav to aapvuj joiye…..
Saachi vat che. Good Story !!
અભિનન્દન્
First of all, Congratulations Tejal !
I don’t see any issue with Riddhi’s approach towards Pakistani taxi Driver. In fact, I appreciate her approach ! I would also given him tip for punctual service irrespective of nationality. Respecting/disrespecting someone based on his / her nationality is just plain and stupid identity of morons.
અભિનદન તેજલબેન પ્રેરણા દાયક લેખ માટે જો સારા કાર્યની કદર કરતાં માણસ શીખી જાયને તો કઈ કેટલાય પ્રશ્નો ઉકલી જાય રિધ્ધી એ ડોલરની ટીપ આપી તે તો સારું છે જ —-પરંતુ તમારી પાસે કદાચ આપવા જેવું કાઈ ન હોય ત્યારે કોઈના કામની કદર રૂપે બે મીઠા શબ્દો પણ દિલથી કહો તે પુરતું છે લેખન ક્ષેત્રે તમે પ્રગતિ કરો એવી અંતરની શુભેચ્છા
I am in the UK for nearly 7 years now. I worked with Indians and I worked with Pakistanis as well. Let me tell you this my Pakistani boss treated me like his own daughter. They were all hard core non-vegetarians but always made sure I get pure vegetarian food.
It doesn’t matter who we are, Indian or Pakistani or any other national, it is how our perspective is to treat and evaluate others.
Whenever the word ‘Pakistan or Pakistani’ comes we all become extra vigilant and judgemental. I am not agreed with one reader’s comment above saying ‘The Indians always apreciate good services and qualities’ which simply gives the idea that Indians are better. Just one thing to tell that learned reader, I am workingina five star hotel’s sales department and we have regular indians coming to us as guests, especially film stars and politicians and most of them are good on silver screen only. Never appreciate what our staff does for them and how long we go to fulfill their needs.
So all in all, it is purely an individual’s own thinking how we treat other people.
Thanks for good opinion Bhumi. Positive attitude takes us on higher plane.
To judge on past experiences of ours or of others shows narrow mindedness.
It is like seeing “Valyo Lutaro”- a thief in sage valmiki who gave us Ramayana.
રિધ્ધિનો દ્રષ્ટિકોણ સાચ્ચો હતો
તેજલબેન ખૂબ ખૂબ અભિનદન અંત:કરણને સ્પશી જનારી સ્ટોરી સફેદ ભાત કે પીળી દાળ ખાનારા આપણાં દરેકનું લોહી લાલ જ છે. માનવ માત્ર માનવ બનીને રહે તે જરૂરી છે. કુદરતી આફત વખતે ખરેખર માનવ માનવ વચ્ચેની ભાવના જોઈ શકાતી હોય છે. આવી ભાવના હજુ જીવીત છે. તેનો આનદ છે. હમેશા વિધાયક દ્રષ્ટિકોણ બનાવીશું.
રિધિ..સાચિ હતિ.વાત કામ નેી હતિ..એક સારિ સ્તોરેી માતે અભિનન્દન્..તેજલ્બેન ને.
Why always Indians have to think about this?
very nice story!
જો પ્રેરના જ આપવિ હોય તો માનસ ના ધરમ/દેશ ને દુર્ રાખિ ને પન આપિ શકાય.
સુન્દર ઘટ્ના જે વાર્ત સ્વરુપે રજુ થતા જે તે દેશ વાસિઓને પ્રેરક બને તો ખુબ રુડુ.
ખન્ધા રાજકારણિઓ, લેભાગુ ધર્માન્ધ પન્ડિતો-મોલ્વિઓ અને ખિચડિ પકાવી લેનારાઓ સ્વાર્થિઓનિ જમાતોથી આમ જનતા જેટ્લિ દુર રહે તેટ્લી શાન્તિનો સર્વત્ર અનુભવ ચોક્ક્સ થાય્ જ્. અન્યથા જે તે દેશના માનવિઓને ખાસ કોઇ તકલિફ નથી હોતી.
તેજલબેનનો અભિગમ એકદમ સાચો અને સારો પણ છે. અમારા ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગ્રૂપમાં પકિસ્તાની અને બાંગ્લાદેશના નાગરિકો પણ છે અને સૌને સરખા સદભાવથી આવકારીએ છીએ. માનવમાત્રનું લોહી લાલ જ છે. જે કંઈ ડખા ઉભા કર્યા છે તે રાજકારણીઓની દેન છે , આમ આદમીને તેનાથી કોઈ લેવાદેવા નથી. સાચા અને સારા કામને અને તેના કરનારને બિરદાવવો જ જોઈએ… હંમેશા.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
STORY DEVELOPED NICELY. A GOOD WORK DESERVES TIPS.