[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો (બનાસકાંઠા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.]
(શું આપ એક સ્ત્રી છો ?, અથવા એક પુરુષ છો અને આપના પરિવારમાં એક મા, બહેન, પત્ની કે, દીકરી છે ? તો આ વાર્તા જરૂર વાંચો……..)
અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની મશિયાઈ બહેન જેવી લગતી હતી. તેના ચહેરા પર ના તો હાસ્ય હતું કે ના તો દુખ હતું. તેનો ચહેરો સોહામણો છતાં ગંભીર હતો. અનંતને તે ફોટો જોતા જ તે યુવતીના ચહેરા ભાવ જાણે પોતાના મનના જ ભાવ કહી રહી હોય તેમ લાગ્યું. બસ તેની આ લાક્ષણીક મુદ્રા અનંતને ગમી ગઈ. અનંતને તે ફોટામાં તલ્લીન થયેલો જોઈને ફોટા બતાવનારે પૂછ્યું, “આ પસંદ છે ?” તેના પ્રશ્નથી અનંતની વિચારમાળા તૂટી. તેણે જવાબ આપ્યો, “હા આ ચાલશે.”
રખેને કોઈ એવું મને કે અનંત તેની સગાઈ માટે છોકરી જોઈ રહ્યો હતો ! અને એ ફોટા બતાવનાર ભાઈ કોઈ લગ્ન કરાવી આપનાર પંડિત કે મેરેજબ્યુરોનો સંચાલક હતો ! આ તો એકવીસમી સદી છે મિત્રો. અહી તો બધા જ ધંધા આજે પ્રોફેશનલ બની ગયા છે. અનંતને ફોટો બતાવનાર પણ એકવીસમી સદીનો બિઝનેસમેન હતો. તે માણસ તે ફાઈવસ્ટાર હોટલનો મેનેજર હતો. તેણે અનંતના હાથમાં એક ચાવી મૂકી અને કહ્યું, “રૂમ નંબર ૧૬ સર” અનંત ઉઠીને રૂમ નંબર ૧૬ તરફ ચાલવા લાગ્યો. પેલો મેનેજર અનંતને રૂમ નંબર ૧૬ સુધી મુકવા આવ્યો. “હેવ અ નાઈસ ટાઈમ સર, એન્જોય યોર સેલ્ફ.” કહીને તે ત્યાંથી પાછો વળી ગયો.
થોડું અનંત વિશે જાણીએ તો, અનંત એક માધ્યમ કક્ષાનો બિઝનેસમેન હતો. અમદાવાદમાં નાનો પણ મોખાનો કહી શકાય તેવો રેડીમેડ ગારમેન્ટ્સનો તેનો ધંધો હતો. અનંત પોતાના વિશે કંઈ જાણતો નથી. તેને ખુદને પણ ખબર નથી કે તે અહી ક્યાંથી આવ્યો હતો. પણ હા એટલી ખબર હતી કે તેને જ્યારથી સમજણ આવી ત્યાંરથી તે અહી શેઠ રજનીકાંતની દુકાનમાં હતો. આ દુકાનના મૂળ માલિક રજનીકાંત શેઠને તે ચાર વરસનો મળી આવ્યો હતો. લાલદરવાજાની ભીડમાં એકલા અટુલા ઉભા રહીને રડી રહેલા અનંતને ની:સંતાન શેઠ રજનીકાંત પોતાના ઘરે લઇ આવ્યા હતા. બસ ત્યાંરથી શેઠ રજનીકાંત જ તેના મા-બાપ હતા. તેમણે અનંતને ભણાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ બારમાં ધોરણમાં બે વાર નપાસ થયા પછી અનંતે ભણવાનું છોડી દીધી. બસ ત્યાંરથી તે શેઠ રજનીકાંત સાથે તેમના ગારમેન્ટના ધંધામાં જોડાઈ ગયો. અનુભવી શેઠની છત્રછાયામાં તે પાક્કો વેપારી બની ગયો. મોટી ઉમરે શેઠ જયારે થાક્યા ત્યારે અનંતે જ તેમના પુત્ર બનીને તેમની ખુબ સેવા કરી. જીવનના અંત સમયે શેઠ રજનીકાંતે પોતાની તમામ મિલકત અને આ દુકાન અનંતને વરસમાં લખી આપી. એ વાતને આજે પાંચ વરસ થઇ ગયા. આજે અમિત ૨૯ વરસનો યુવાન છે. એક અનાથ બનીને ભટકતા અનંતને કિસ્મતે ઘણું આપ્યું હતું. તેમ છતાં તેને જીવનમાં કશુક ખૂટતું હોય તેમ લાગતું હતું. તેણે લગ્ન કરી સંસાર વસાવવાનો વિચાર ઘણીવાર કર્યો. પણ તેના ભૂતકાળથી પરિચિત વેપારી જગતમાં કોઈ તેને છોકરી આપવા તૈયાર ન હતું. તે ખુબ ઉદાસી અને એકલતા અનુભવતો હતો. તેનો દિવસ તો ધંધાની દોડધામમાં નીકળી જતો હતો. પણ રાતનું એકાંત તેને કોરી ખાતું હતું. તેની આ પરિસ્થિતિ જોઈને તેને એક વેપારી મિત્રએ તેને મન હળવું કરવા એક ફાઈવસ્ટાર હોટલનું સરનામું આપ્યું હતું. જ્યાં સુંદરીઓ અનંત જેવા એકલા અટૂલા અનંત યુવાનોનું દિલ બહેલાવતી હતી.
ઘણા સમય સુધી અનંતે આ બાબતે વિચાર્યું ન હતું. પણ આજે તેનું મન ખુબ એકાંત અનુભવતું હતું. તે એકધારા જીવન પ્રવાહથી કંટાળો અનુભવતો હતો. તેને પેલા વેપારી મિત્રની વાત યાદ આવી. અને તે મિત્ર એ આપેલા સરનામાં મુજબ ફાઈવસ્ટાર હોટલને શોધતો અનંત આજે અહી આવી ચઢ્યો હતો. હવે તેની આગળની મંજિલ હતી રૂમ નંબર ૧૬. તેને ત્યાં જઈ રૂમ નંબર ૧૬ના દરવાજામાં ચાવી લગાવતા જ દરવાજો ખુલી ગયો. તે રૂમમાં પ્રવેશ્યો. આખો રૂમ કોઈ રાજમહેલના શયનખંડ જેવો હતો. રૂમના ડબલબેડ પલંગને મધુર રજનીની શૈયાની જેમ શણગારવામાં આવ્યો હતો. કેન્ડલ લાઈટનું માદક અજવાળું અને એર ફ્રેશ્નરની ખુશ્બુ મનને રોમાંચિત કરી દેતા હતા. રૂમમાં પ્રવેશતા જ અનંતે એક અજબની માદકતા અનુભવી. છતાં તેનું મન બેચેન હતું. કેમકે આ તેના જીવનનો પહેલો અને નવો જ અનુભવ હતો.
તેના રૂમમાં પ્રવેશતા જ તે સુંદરી પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ગ્રાહકને આવકારવા ઉભી થઇ. અનંત પલંગ પર તે સુંદરીથી થોડું અંતર રાખીને દુર બેઠો. તે યુવતીને નવાઈ લાગી. રૂમનો દરવાજો ખુલતા જ પોતાના શરીર પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા અનેક ગ્રાહકો તેણે જોયા હતા. ત્યારે આવો ધીરજવાન યુવાન તેણે પહેલી જ વાર જોયો હતો. તે પણ પલંગ પર બેઠી. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ રહી. કોઈ કશું બોલતું ન હતું. આખરે યુવતીના શબ્દોથી રૂમની શાંતિ તૂટી. “તમે રૂમમાં પ્રવેશ્યા ત્યાંરથી જ તમારા મનોરંજનનું મિટર શરુ થઇ ગયું છે. અહી તો સેકન્ડના ભાવ ગણાય છે. જેટલી સેકન્ડ વધારે તેટલું બિલ પણ વધારે.” આમ કહીને અધર્મના ધંધામાં પણ પોતાનો ધર્મ જાણનાર તે યુવતી પોતાના દેહ પરથી વસ્ત્રો ઉતારવા લાગી. અનંતે તેને તેમ કરતી અટકાવી, “ના ના તમે એમ જ બેસો. “ યુવતીના આશ્ચર્યનો પર ના રહ્યો. પણ પોતે અહીં દાસી હતી. અને અહીં આવનાર દરેક તેના સ્વામી હતા. તેને પોતાના આ સ્વામીની અજ્ઞા માન્ય રાખી. બંને જણ થોડીવાર એમ જ બેસી રહ્યા. સમય વહેતો રહ્યો. અનંત તો માત્ર તે સુંદરીને જોતો જ રહ્યો. અને તે યુવતી પણ નવાઈ ભરી નજરે અનંતને જોતી રહી. ઘણો સમય વીત્યા પછી અનંત ત્યાંથી વિદાય થયો. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર તેની રાહ જોઈને બહાર જ ઉભો હતો. તેણે ચહેરા પર બનાવટી હાસ્ય પાથરીને બિલ અનંતના હાથમાં મુક્યું. અનંતે બિલ ચુકવ્યું. પેલા મેનેજરે “યુ આર વેલકમ સર, ફરી પધારજો” કહી અનંતને વિદાય આપી.
અનંત ત્યાંથી ઘરે આવ્યો. ઘરે આવીને પણ તેને ઊંઘ ના આવી. પેલી હોટલવાળી યુવતીનો ચહેરો તેની આંખો આગળથી ખાસતો ન હતો. “શું તેની સુંદરતા હતી. શું કામ કોઈ પોતાની આવી સુંદરતાને આમ છડેચોક લુટાવતું હશે. એવી તો શી મજબુરી હોતી હશે !” આવા અનેક પ્રશ્નો અનંતના મનમાં થઇ રહ્યા. આ બાજુ પેલી યુવતીના મનમાં પણ અનંતની અજબની છાપ વસી ગઈ. પોતાના જીવનમાં આવો યુવાન તેણે આજ પહેલા ક્યારેય જોયો ન હતો. ભૂખથી કકળીને અહી આવે અને મિષ્ટાન ભરેલા થાળ પરથી ભૂખ્યો જ ચાલ્યો જાય એવો યુવાન આજે તેને પહેલીવાર જ જોયો હતો. “શું ફરી આ યુવાન સાથે મુલાકાત થશે !” તેવા પોતાના પ્રશ્નના જવાબમાં એક ઊંડો નિસાસો નાખીને તે અનંતના વિચારોમાં ખાવી રહી. બે-ચાર દિવસનો સમય પસાર થયો. અનંતની નજર સામેથી તે યુવતીનો ચહેરો હટતો ન હતો. આજે ફરી તેનું મન તે સુંદરીના દર્શન માટે વ્યગ્ર બન્યું હતું. અને સાંજે તે ફરી પેલી ફાઈવસ્ટાર હોટલ તરફ દોડી ગયો. જેમ તરસ્યું હરણ મૃગજળ પાછળ દોટ મુકે તેમ અનંત હોટલ તરફ દોડી ગયો. ત્યાં પહોચતા જ પેલો મેનેજર ફરી ચહેરા પર બનાવટી હાસ્ય સાથે હાથમાં અનેક છોકરીઓના ફોટા લઈને આવી ગયો. પણ તે અનંત આગળ ફોટા ધરે તે પહેલા જ અનંતે કહ્યું, “રૂમ નંબર ૧૬” “ઓ.કે.સર” કહી પેલા મેનેજરે રૂમ નંબર ૧૬ની ચાવી અનંતના હાથમાં મૂકી. અનંત રૂમમાં પહોચ્યો. અનંતને ફરી જોતા જ પેલી યુવતીએ તેની તરફ દોટ મૂકી. પણ અડધે રસ્તે જ તે અટકી ગઈ. તેને ભાન થયું કે તેના રૂમમાં આવનાર એ તેનો કોઈ આશિક કે પ્રિયતમ ન હતો. તેણે પોતાની જાતને સાંભળી લીધી. પણ ત્યાં જ અટકી ગયેલી તે યુવતીને જોઈને અનંતે પોતાની બહો ફેલાવી. અને અટકી પડેલી તે યુવતી વધુ વેગથી દોડીને અનંતની બાહોમાં સમાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઇ. પછી બંને જણ બેઠા અને વાતે વળ્યા. આજે વરસો પછી બંનેને કોઈ પોતાના મનની વાતો સાંભળનાર મળ્યું હતું. પછી તો હૃદયના દ્વાર ખુલતા ગયા, અને વરસોથી મનમાં ધરબાઈ પડેલી વાતો હોઠે આવતી ગઈ.
અનંતે શરૂઆત કર્યું, ‘ભગવાને તમને આવો સુંદર દેહ આપ્યો છે તો તેને આમ લિલામ શું કામ કરો છો ?’ તે સુંદરીએ જવાબ આપ્યો, “ભગવાનનો આપેલો આ સુંદર દેહ મારા માટે વરદાન નહી પણ શ્રાપ છે.” અનંતે આગળ ચલાવ્યું, “તમારા પરિવારની એવી તો શી મજબુરી છે કે તમારે આ રસ્તે ચાલવું પડે છે.”
“મારે પરિવાર નથી એ જ મોટી મજબુરી છે.” યુવતીએ જવાબ આપ્યો. અનંતને આજે જીવનમાં પહેલીવાર કોઈ સમદુખી મળ્યું હતું. તે યુવતીનું નામ ચેતના હતું. પણ અનંતને મળ્યા પહેલા તેનું જીવન સાવ અચેતન જ હતું. તે પણ અનંતની જેમ જ તેના પરીવાર અને સમાજથી તરછોડાયેલી હતી. પણ તેનું મોટું કમનસીબ એ હતું, તે છોકરી હતી અને પાછી સુંદર હતી. તેને અનંતની જેમ કોઈ શેઠ રજનીકાંત મળ્યા ન હતા. પણ જે મળ્યો તે રાક્ષસ હતો. જે તેને આ વેશ્યાગૃહમાં વેશ્યા બનવા માટે વેચી ગયો હતો. હવે તેના માટે આ જ તેની દુનિયા હતી. બંનેની વાતોમાં સમય વીતતો ગયો અને સાથે સાથે બંનેનો વીતેલો સમય વાગોળાતો ગયો. આમને આમ વાતોમાં જ સવાર થઇ ગઈ. અનંત વિદાય લેવા ઉભો થયો. ત્યાં જ ચેતના બોલી, “ફરી ક્યારે દર્શન થશે ?” “બહુ જલ્દી” કહી અનંતે વિદાય લીધી. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર પોતાની જુઠ્ઠી સ્માઈલ સાથે બહાર જ ઉભો હતો. અનંતે તેના હાથમાં હજારની નોટોની એક થપ્પી મૂકી અને કહ્યું, “એક મહિના માટે બુકિંગ સમજો. બુજા કોઈને આ રૂમ ન મળવો જોઈએ.” “ઓ.કે.સર” કહી મેનેજર રૂપિયાની થપ્પી ગણવા લાગ્યો. ચેતના ભારે મને અનંતને જતો જોઈ રહી. પછી તો આ સીલસીલો રોજનો બની ગયો. દિવસભરની દોડધામથી થાકીને અનંત રાતે ચેતના પાસે પહોચી જતો અને ત્યાં ચેતનાના ખોળામાં મથું નાખી સુઈ જતો. ચેતનાનો હાથ તેના માથા પર ફરતા જ તેનો બધો થાક ઉતરી જતો. બીજી તરફ ચેતના પણ રાતે અનંતને મળવાની ઝંખનામાં દિવસ વિરહની વેદનામાં પસાર કરવા લાગી. આમને આમ મહિનાઓ પસાર થઇ ગયા. હવે અનંત અને ચેતનાને એકબીજા વગર જીવવું અશક્ય લાગતું હતું.
એક દિવસ પોતાની વિદાય લઈને જઈ રહેલા અનંતને ચેતનાએ પૂછી લીધું, “બસ આમ જ મળતા રહેશો કે મને તમારા જીવનમાં અપનાવશો !” હકીકતમાં તો આ અનંતના મનની જ વાત હતી. પણ પોતે અહી એક ગ્રાહક હતો. અને ચેતના એ ભાડે લીધેલી વસ્તુ. ભાડે લીધેલી વસ્તુને પોતાની કેમ બનાવી શકાય તે જ અનંતના મનની મુજવણ હતી. પણ આજે ચેતનાએ સામે ચાલીને અનંત સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો એટલે અનંત માટે તમામ રસ્તા હવે ખુલ્લા હતા. અનંતે ચેતનાને પોતાની બાહોમાં ખેંચી લીધી અને કહ્યું, બસ હું આ જ ક્ષણની રાહ જોતો હતો. બહુ જલ્દી હું તને આ નરકમાંથી છોડાવીને મારા ઘરે મારી જીવનસંગીની બનાવીને લઇ જઈશ.” અનંતે તરત જ હોટલના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, “હું આ ચેતનાની ઇચ્છાથી તેને મારી સાથે મારા ઘરે લઇ જવા માંગું છું, કિંમત તું કહે તેટલી !” અનંતની વાતથી પહેલા તો મેનેજરને ઝાટકો લાગ્યો. પછી તેની આંખો આગળ હજારની નોટો ડોકિયા કરવા લાગી. મેનેજરે કલાકની ગણતરીથી વરસો સુધી ચેતના થકી થનાર કમાણીનો હિસાબ માંડ્યો અને કહ્યું, “વીસ લાખ”. જવાબમાં “ઠીક છે.” કહી અનંત ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે વીસ લાખ રૂપિયા લઈને તે પોતાની પ્રિયતમાને આ નરકમાંથી છોડાવવા હોટલ આવી પહોંચ્યો. તેને કિંમત ચૂકવીને ચેતનાનો કાયદેસરનો કબજો મેળવ્યો. એ જ દિવસે ચેતના અને અનંતે મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા અને કોર્ટમાં નોધણી કરાવી. તે દિવસે સમાજ અને પરિવારથી તરછોડાયેલા બે પાત્રો થકી એક નવો જ પરિવાર બન્યો.
તેમનું લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યું. અનંતને જીવન જીવવા જેવું લાગવા લાગ્યું. ચેતના માટે પણ અનંત ખુશીઓનો દરિયો સાબિત થયો. બંનેની એકલતા અને ઉદાસીનતા દુર થઇ. પરિવારથી તરછોડાયેલા એ બે જણ થકી એક નવો જ પરિવાર બન્યો. બસ હવે આ પરિવારમાં કોઈ ખોટ હોય તો તે એક જ વાતની હતી. અને તે હતી અનંત અને ચેતનાના પ્રેમ બાગમાં એક પુષ્પ ખીલવાની. તેમને બસ હવે એક ફૂલ સમાન બાળકની જ ખોટ હતી. એ ભૂલકાના આવતા જ તેમનો પરિવાર અપૂર્ણમાંથી સંપૂર્ણ બની જવાનો હતો. બંને જણ રોજ ભગવાન પાસે હવે બસ આ એક જ ખુશી આપવા પ્રાર્થના કરવા લાગ્યા. સમય વીતતો ગયો. આજે ખુશીના સમાચાર મળે, કાલે ખુશીના સમાચાર મળે તેમ રાહ જોવામાં મહિનાઓ પસાર થઇ ગયા. ભગવાને તેમની ધીરજની કસોટી કરી. ભગવાન પરથી બંનેનો વિશ્વાસ ડગવા લાગ્યો. ત્રણ વરસ જેટલો સમય પસાર થયો. પણ ચેતનાની ગોદ સુની જ રહી. હવે બંને જણે કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એક દિવસ બંને જણ શહેરના એક પ્રખ્યાત ગાયનેક પાસે ગયા. પહેલા અનંતના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તે બધાજ નોર્મલ આવ્યા. અનંતમાં કોઈ ખામી ન હતી. હવે ચેતનાનો વારો હતો. તેના પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા. અને થયું પણ એવું જ. આ દુનિયા રૂપી શતરંજ બિછાવનાર ભગવાને રમતનો એક્કો પોતાની પાસે રાખ્યો હતો. અને પોતે સર્વોપરી હોવાનું સાબિત કરી રહ્યો હતો. ચેતનાના રિપોર્ટ્સ કર્યા પછી ડોક્ટરે બંને જણને પોતાની કેબીનમાં બોલાવ્યા. અને નવાઈ ભરી નજરે ડોક્ટર અનંત સામે જોઈને બોલ્યા, “તમે લોકો અમારી ડોક્ટરની મજાક કરો છો ? “ ડોક્ટરની વાત સાંભળી અનંત અને ચેતના નવાઈથી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ સમજ્યા નહી. અનંતે કહ્યું, “શું વાત છે સાહેબ તમે કેમ આવું બોલો છો ?” ડોક્ટરે થોડો ગુસ્સો જતાવતા કહ્યું, “તો તમારા જેવા લોકોને બીજું શું કહું. એક તો તમે પહેલેથી જ તમારી પત્નીને બાળક ન થાય તે માટે નસબંધીનું ઓપરેશન કરવેલ છે, અને હવે રીપોર્ટ કરવો છો કે અમારે બાળક કેમ નથી થતું !” આ સંભાળીને અનંત અને ચેતનાના પગ નીચેથી જમીન ખસી ગઈ.
આ વાત તેમના માટે વજ્રઘાત જેવી હતી. બંનેજણે લાચાર ચહેરે ડોક્ટરની રજા લઇ બહાર નીકળ્યા. બંનેને હકીકત સમજવામાં વાર ન લાગી. ચેતનાને આગળ જે વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી ત્યાં નરાધમોએ ભવિષ્યના પ્રશ્નોનો વિચાર કરીને પહેલેથી જ ચેતનાનું સંતાન નિયંતિનું ઓપરેશન કરી દીધેલ હતું. ખુદ ચેતનાને પણ આ વાત યાદ ન હતી કે આ ક્યારે કરવામાં આવ્યું હતું.
ઘરે આવીને ચેતના ખુબ રડવા લાગી. તેને આમ રડતી જોઈને અનંત તેને પોતાની બાહોમાં લઈને સમજાવવા લાગ્યો. “તું ચિંતા ના કર ચેતના, આપણે કોઈ બીજા સારા ડોક્ટર પાસે તારું આ ઓપરેશન ખોલાવી નાખીશું.” એમ કહી ચેતનાને હૈયા ધારણ આપવા લાગ્યો. બીજા દિવસે બંને જણ બીજા ડોક્ટરને મળવા ગયા. અને ચેતનાનું ઓપરેશન ખોલવાની વાત કરી. ડોક્ટરે તપાસ કરી. પરિણામમાં ત્યાં પણ ચેતનાને આંસુ જ મળ્યા. એ ડોક્ટરે સમજાવ્યું કે આ ઓપરેશન ફરી ખોલવું શક્ય નથી. અને ખોલવા છતાં ચેતના મા બનશે જ તેવી કોઈ ખાતરી નથી. આ સમાચાર ચેતના માટે આઘાત પહોચાડનાર હતા. તે દવાખાનામાં જ અનંતના ખભા પર માથું મુકીને રડવા લાગી. અનંતે તેના માથે હાથ ફેરવી તેને પરાણે શાંત કરી. ત્યાંથી નિરાશા લઈને બંને જણ ઘરે પાછા ફર્યા. એ પછી ચેતના ઉદાસ રહેવા લાગી. અનંત તેને હિંમત આપતો અને સમજાવતો. ચેતનાને ખુશ રાખવા અનંત તેને અવાર નવાર સિનેમાગૃહમાં ફિલ્મ જોવા લઇ જતો. એકવાર બંનેજણ સિનેમાગૃહમાં ફિલ્મ જોઈને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી તેમની ગાડી સિગ્નલ પર ઉભી હતી. ત્યાં જ ચેતનાની નજર બાજુમાં આવેલા એક અનાથ આશ્રમના બોર્ડ પર પડી. તેને મનમાં અજબની ખુશી થઇ આવી. તેણે બાજુમાં બેઠેલા અનંતનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “અનંત આપણે અનાથ બાળકને ખોળે લઈએ તો ?” એમ કહી તેણે અનંતને અનાથ આશ્રમનું બોર્ડ બતાવ્યું.
અનંતે જોયુ તો ત્યાં આશ્રમમાં નાના ભૂલકાઓ દોડાદોડ કરી રહ્યા હતા. અનંતે ચેતનાના હાથ પર હાથ મુક્યો અને કહ્યું, “તું બિલકુલ સાચું કહે છે. આપણે એમ જ કરીશું. પણ એક શરત છે, આપને દીકરો નહી દીકરી દત્તક લઈશું.” અનંત અને ચેતના બંને સમાજ અને પરિવારથી તરછોડાયેલા હતા એટલા સ્વાભાવિક જ અનાથ બાળકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. સિગ્નલ ખુલતા જ અનંતે ગાડી અનાથ આશ્રમ તરફ વાળી. ત્યાં જઈ ત્યાના ટ્રસ્ટીને પોતાનો વિચાર જણાવ્યો. ટ્રસ્ટીએ બંનેને અભિનંદન આપ્યા અને તે માટેની કાયદેસરની કાર્યવાહી સમજાવી. ચેતના અને અનંત તેમની શરતો માટે સંમત થયા. પાછી ટ્રસ્ટી તેમને બાળક પસંદ કરવા માટે લઈ ગયા. બાળકોને જોતી વખતે ચેતનાની નજર એક તાજી જ જન્મેલી અને તરછોડાયેલી બાળકી પર પડી. તેને જોતા જ ચેતનાને તેનામાં પોતાનો ભૂતકાળ દેખાયો. ‘રખેને આ બાળકી પોતાની જેમ કોઈ પાપીને હાથ લાગીને નર્કમાં જઈ પડે !’ તેવો વિચાર આવતા જ તેણે દોડી જઈને તે બાળકીને પોતાની ગોદમાં ઉચકી લીધી અને પોતાને ગળે વળગાડી ચુંબન કરવા લાગી. બાળકની પસંદગીની વિધિ ત્યાં પૂરી થઇ. ઘરે આવીને તેમણે તે બાળકીનું ‘ચાહત’ તેવું મીઠું નામ પડ્યું. અને તે ચાહતના આવવાથી ચેતના અને અનંતનો અધુરો પરીવાર પુરો થઇ ગયો.
વર્તમાન સમયમાં સમાજમાં પોતાના લોકો પોતાના લોકોને તરછોડી મુકે છે. ત્યારે આવા તરછોડાયેલા જીવ ભેગા મળીને એક નવો જ પરિવાર બનાવે છે. આ જ તો કુદરતની કમાલ છે અને ઈશ્વરની સર્વોપરીતાનું એક ઉદાહરણ. દુનિયામાં મા-બાપ જયારે સંતાનને તરછોડી મુકે છે ત્યારે અનાથ આશ્રમ ઉભા થાય છે. અને જયારે સંતાન મા-બાપને તરછોડી મુકે છે ત્યારે વૃદ્ધાશ્રમો ઉભા થાય છે. આ બંને ભારત માટે કલંક સમાન છે. હે ભગવાન કૈક એવું કર કે સંતાનોનો અંતર આત્મા જાગે અને ભારતના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઇ જાય. અને કૈક એવું કર કે મા-બાપનો અંતર આત્મા જાગે ને ભારતના તમામ અનાથ આશ્રમો બંધ થઇ જાય. અને જયારે ભારતમાં આવું થશે ત્યારે મારો કૃષ્ણ કનૈયો જરૂર એ ભારતને જોવા પાછો અહીં અવતરશે.
76 thoughts on “એક પરિવાર એસા ભી – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’”
shri mrugeshbhai,
aapni lokpriya readgujarati.com par farithi mari ek navi varta ne sthan aapva badal hriday purvak khub khub aabhar.
khub j saras ane hridaysparshi varta..avi vartao nu bhanu pirasta rehjo…
સુન્દર વાર્તા..
Vishnubhai,
Very Nicely written the real story..!
Salute to the couple for their noble decision.!
ખુબ સરસ્…………
આભાર સંદિપ…..
shaswatbhai, poojaben ane renukaben.
aapna feedback mate khub khub aabhar. aavi sundar vartao pirasva mate mrugeshbhai hamesha prayant kare chhe. mane teo fari jyare jyare tak aapshe tyare chokkas sari vartao aapto rahish.
ખુબ જ સરસ વાર્તા……
શ્રી રાજેન્દ્રભાઈ ખુબ ખુબ આભાર આપના મૂલ્યવાન પ્રતિભાવ માટે
Saras rajuaat,ane chelli krishna wali vaat khub gami
shri devina sangoi,
first thank u so much for your valuable feedback. ane krishna mate to KRISHNAM VANDE JAGAT GURU. eto me varta ma krishna ne aavavanu kahyu chhe. vastav ma to krishna ahin j chhe etle j to anant ne sheth rajanikant male chhe, chetna ne anant male chhe ane chahat chetna male chhe. nahitar khud na parvare jemne chhodi didha chhe teva kyarey bhega thai ne aavo parvar na banavi shakya hot.
kone kahyu ke aa jagat ma jagdish ni hasti nathi, are hasti nathi e vat mara to magaj ma thasti nathi.
jay shri krishna.
બહુ જ સરસ વાર્તા ..
chaitali,
stay on readgujarati for more stories. thax for feedback
ચૈતાલી,
આપના પ્રતિભાવ બદલ આભાર….
VERY NICE STORY
શ્રી કોમલ શાહ,
તમારો પ્રતિભાવ સ્વીકારું છુ. વેલકમ યુ ટૂ રીડગુજરાતી.
Hi Komal ji
How r u
very nice and heart touching story! I read stories from this site everyday but rarely wrote any comment but couldn’t resist myself today! great ending and hope all follow it…
શ્રી પટેલ સાહેબ,
આપણા મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. આપે અન્ય મિત્રોના લેખને પણ પ્રતિભાવ આપવા જોઈએ. આપણા પ્રતિભાવ લેખકને વધુ સારા લેખ લખવા માટે પ્રેરણા પૂરી પડે છે.
સારી વાર્તા છે. લખાણ હૃદયસ્પર્શી છે.. વિષ્ણુભાઈ અને મૃગેશભાઈ keep it up..
શ્રી ભૌમીકભાઈ,
સૌ પ્રથમ તો આપના પ્રતિભાવ બદલ આભાર. આપ અમેરિકામાં રહેતા હોવા છતાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે આટલો પ્રેમ ધરાવો છો જાની મનને ખુબ ખુશી થઇ. રીડગુજરાતી સાથે જોડાઈ રહો. મૃગેશભાઈ હમેશા સારા લેખ અપડેટ કરતા રહેશે.
સસ્પેન્સ મુવીની માફક છેલ્લે સુધી જકડી રાખતી વાર્તા ગમી.
અંતમાં સુંદર મઝાનો બોધપાઠ તો સોનામાં સુગંધ ભળે તેવો છે. અને Future Vision: ભારતના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઇ જાય. ….ભારતના તમામ અનાથ આશ્રમો બંધ થઇ જાય. અને જયારે ભારતમાં આવું થશે ત્યારે મારો કૃષ્ણ કનૈયો જરૂર એ ભારતને જોવા પાછો અહીં અવતરશે.
Hats off to Vishnubhai for this future vision. May God bless all of us to make this vision reality very soon.
પરમ મિત્ર શ્રી રજનીભાઈ,
આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
મને અપના મેઈલ નિયમિત મળે છે. આપ પણ ખુબ સુંદર લખો છે. આપના માધ્યમથી વિનોદભાઈ સાથે પણ પરિચય થયો.
આપનો ખુબ ખુબ આભાર.
ખુબજ સરસ !!
આપનો ખુબ ખુબ આભાર સંજયભાઈ રીડ ગુજરાતી વાંચવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ
kharekhar saras chhe..asha chhe k avi vartano anand ame vare vare lai sakia.
SHRI AMI,
aapna feedback mate khub khub aabhar. aavi sundar vartao pirasva mate mrugeshbhai hamesha prayant kare chhe. mane teo fari jyare jyare tak aapshe tyare chokkas sari vartao aapto rahish.
ખુબ જ સુન્દર વાર્તા
શ્રી કીર્તિકુમાર,
આપનો ખુબ ખુબ આભાર સંજયભાઈ રીડ ગુજરાતી વાંચવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ
ખુબ જ સરસ છે. લેખક મિત્ર આવુ જ લખતા રહો, અને મ્રુગેશજી, આવુ અવનવુ અમારા સમક્ષ રજુ કરતા રહો. ખરેખર લેખન સરસ છે, વિષય પણ નવો છે, માટે ગમ્યુ.
શ્રી જીગ્નીષા પટેલ,
સૌ પ્રથમ તો આપણા મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. આપ જેવા વાચક મિત્રોને સારું સારું વાંચન વિષય મળે તેવો મૃગેશભાઈ હમેશા પ્રયત્ન કરતા રહે છે. મને પણ તેઓ જયારે જયારે તક આપશે ત્યારે ચોક્કસ નવી વાર્તાઓ આપતો રહીશ.ફરીથી આપનો આભાર.
Beautifully written story. I have read your stories on this website and your website. I love it. waiting for another story. Keep it up!!!!
શ્રી રૂપલ,
આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ અભાર. આપની ઈચ્છા મુજબ જરૂરથી નવી નવી વાર્તાઓ રીડ ગુજરાતી પર મૃગેશભાઈ મુકતા રહેશે. મને પણ તેઓ જયારે જયારે તક આપશે ત્યારે નવી વાર્તાઓ ચોક્કસ મુકતો રહીશ.
એક નવા જ વિચાર ને વારતાનું વિષય વસ્તુ બનાવ્યું છે. માવજત પણ બહુ રૂડી પેર કરી છે વાર્તા સાચે જ સુંદર છે અને અંતે એક નવો વિચાર રજૂ કરી
સમાજને નવોરાહ દર્શાવવા માં પણ સફળ રહ્યા છો વિષ્ણુ ભાઈ તમને ખૂબખૂબ અબિનંદન ,આ અગાઉ પણ તમારી વાર્તા ===વાર્તાઓ વાચી છે
ગમે છે તમારું લખાણ તમારી શેલી ખૂબ વાચો અને ખૂબ લખો ====શ્રી મૃગેશભાઈ ને પણ અભિનંદન
શ્રી પ્રજ્ઞાબેન,
આપે મારી વાર્તા વિચારપૂર્વક વાંચીને લાંબો પ્રતિભાવ આપ્યો તે બદલ ખુબ ખુબ અભાર. આપના હકારાત્મક પ્રતિભાવ અમને નવી વાર્તા લખવા માટે પ્રોત્સાહન પૂરું પડે છે. બસ આમ જ રીડ ગુજરાતી અને અમારી સાથે જોડાઈ રહો ઈ જ અપેક્ષા.
બહુજ લગનિશિલ કહાનિ લેખક્ને અભિનન્દન્
shri pandya saheb,
aapna mulyvan pratibhav badal khub aabhar. lekhak laganishil chhe te vat ek laganishil vachak j samaji shake.
aek anokha vishay sathe ni aa kahani sundar che. jagruk manas dharavta badha vachak mitro ne game aevi j che. aadkatri anguli nirdesh samaj ne sacho rah chindhava badal runi rahese. bas aava j sacha ane sara bhav ne lai ne navi varta pirasta rahejo ae pan aek samajik seva j che…
શ્રી ભાવીશાજી,
સૌ પ્રથમ તો આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. આપ નિયમિતપણે મારી વાર્તાઓને આપનો મૂલ્યવાન પ્રતિભાવ આપતા રહો છો. તે બદલ આભાર.
આપ નિશ્ચિત રહેશો, આપના આ પ્રતિભાવનો અંગુલી નિર્દેશ હું બરાબર સમજ્યો છુ.
જય શ્રી કૃષ્ણ.
સરસ્ અભિનન્દન્.વાર્તા જનતાને મુક સન્દેશ આપેચ્હે.ભવિશ્યમહેશો આવા લેખ આપતા
રહેજો.
shri gitaben kansara.
aapna mulyavan feedback mate khub khub aabhar.
Varta vanchi ane khubaj anand aviyo…Dhanyawad
MALA.
THANK U.
TAMARA MULYVAN PRATBHAV MATE.
Sunder varta, anokho Vishay , khubaj Saras Raajuvat . I can feel the picture in mind while reading it . A perfect happy family picture .
shri rupaliji.
first thank u so much for ur heartly feedback.
sacho vachak ej chhe. j varta na nayak k nayika ni khushio k dukh ne potana par feel kare chhe. ane temna sukh-dukh no mok saxi bane chhe. varta na patro sathe jodati aapni bhavnao ne aapna pratibhav ma vanchi shaku chhu.
thanks again & stay with us.
Dear Vishnubhai,
Superb story. If this kind of story really can happen then we can say, “we have the best society over here.”
Pratik
shri pratikbhai,
thank u so much for ur feedback.
aa varta no je purva bhag chhe k anath chhokario ne uthavi ne veshya gharo ma vechi devi ane balako ne janmata j tyaji deva. aavi ghatna to aapna samaj ma bane j chhe !
nathi banatu e je aa varta no saro bhag chhe te nathi banatu !
to kaho aapni pase kevi society chhe !
Very nice story. I read your more stories
શ્રી નીતા જાડેજા,
મારી વાર્તાઓ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપ મૂલ્યવાન પ્રતિભાવ અમને નવી વાર્તા લખવા માટે પ્રેરણા પુરી પાડે છે.
ફરી એકવાર આપનો આભાર.
વિષ્ણુભાઈ,
આપની વાર્તા વાંચીને ખુબ જ આનંદ થયો.
આવી હૃદયસ્પર્શી વાર્તાનું નજરાણું આપવા બદલ આપનો દિલથી આભાર માનું છું.
વાસ્તવિકતાને સ્પર્શતી આ વાર્તામાં મને એન્ડપાર્ટ સૌથી વધારે ગમ્યો…
“વર્તમાન સમયમાં….”
સમાજને જો આવી ઉદાહરણ રૂપી વાર્તામાંથી બોધ મળતો હોય તો તેનાથી રૂડું બીજું શું…??
thank u shri navneetbhai.
aap hamesa mari vartao ne aapno mulyvan pratibhav aapo chho. hu hamesa aavi sari vartao mate prayatn karish.
Superb Story !!!!! With Wonderful flow of presentation !!!!!! Please Continue your writing it’s amazing and Heart Touching Story !!!! Thank you.
shri shan’t,
first thank u so much forvur valuable feedback.
plz stay on readgujarati with us.
we always try our better to continue for flow of stories
shri shant,
first thank u so much forvur valuable feedback.
plz stay on readgujarati with us.
we always try our better to continue for flow of stories
ખુબજ સુન્દર વાર્તા સરસ વિષય અને સુન્દર આલેખન. આભિનન્દન.
shri hemaji ,
thank u so much for your valuable feedback.
બહુ જ સરસ વાર્તા છે… આવી વાર્તા ભાગ્યે જ વાંચવા મળે છે..
shri jagruti ji
sau pratham aapna mulyvan feedback mate khub khub aabhar.
tamari vat sachi chhe aavi vartao bhagye j vanchva male. pan aapna mrugeshbhai hamesha aavi sari sari vartao shodhi aapna mate ahi mukta hata.
have to sache j aapan ne aavi vartao bhagye j vanchva malse….
કેમ…?
કેમ કે..
તેઓ આપણ ને છોડી ને પરલોક સિધાવ્યા છે….!
સરસ સુન્દેર મને બહુ ગમિ. પ્રભુ નિ પ્રતિતિ
ખુબ ખુબ આભાર
bahuj saras.. 🙂
bahuj nirali ane saras varta!! 🙂 🙂
કોઈ પણ વ્યક્તિ સાથે પ્રથમ વાર માં દિલ થી નઝર મળી જાય પછી તમે કાંતો એના પ્રેમ માં પડો કાંતો એના ને એના વિચાર માં ક્યાંક ખાડા માં પડો….
સરસ વાર્તા …
સરસ હ્દય સ્પર્સિ વત ચે
Really nice story touch of heart
સરસ વાર્તા છે.
સરસ વાર્તા છે
અશોકભાઈ, શિરીષભાઈ અને ભાવેશભાઈ નો ખુબ ખુબ આભાર . . .
Khubaj saras …..
ખુબ ખુબ આભાર ચંદ્રિકા
આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ
ખૂબ જ સરસ
સુન્દર વાર્તા
maja.aavi.gayi.stori.mane.khubj.saras.che
Awesome story.
kritika ji
Kanubhai
Ane vishakha ji
Mari varta vanchva badal ane pratibhav aapva badal khub khub aabhar
ખૂબ સુંદર અને હદયસ્પર્શી.