[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
‘કેમ બેઠી થઈ ગઈ આભા ? સૂઈ જા !’
‘આ ઝીણી ઘંટડી વાગે છે ને કંઈક ધીમું ધીમું ગવાય છે.
સહેજ ઊંઘ ઊડી તે સંભળાયું.’ ‘અરે, એ તો મમ્મી એના માતાજીને ભોગ ધરાવતી હશે.’
‘આટલા વહેલાં… હજી તો, માંડ સાડા છ થયા હશે.’
‘ઓ, મેડમ આભા… હનિમૂનનું ઘેન ઉડાડો ! કાલ સવારથી તારેય સાડા છએ આ બંદાને બ્રેકફાસ્ટનો ભોગ ધરાવવો પડશે !’
‘ભોગ ધરાવશે આ આત્મા… તેય તને ! સપનાં જોતો રે…’
‘કાલ સવાર તો થવા દે… તું નહીં આપે તો બીજું કોઈ નહીં આપે એમ !’
‘ચલ છોડ હવે તારી ચાગલાઈ ! હું તો ચાલી મમ્મીનું પદ સાંભળવા.’ પાનીનું રબરબેન્ડ સરખું કરતાં આભા પલંગમાંથી ઉતરી પગમાં સ્લીપર ચઢાવી રૂમના બારણા તરફ વળી. સુદીપ પણ ઊભો થયો.
પ્રીતિબહેન તેમના ઘરના નાનકડા મંદિરમાં ધીમી ઘંટડી વગાડતાં ગાઈ રહ્યાં હતાં… ‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું તમને… જગને જમાડે તેને મા હું શું જમાડું, કોળિયો ભરાવે મને મા એને હું શું જમાડું…’ આભા અને સુદીપ પૂજાઘરની બહાર ઊભાં રહી ગયાં. પ્રીતિબહેને પગરવ કળ્યો. તેમણે પાછળ વળી જોયું, ‘આવોને બેઉ અંદર, બહાર કેમ અટકી ગયાં ?’ ‘મમ્મી, આ તો તમારો મીઠો અવાજ સંભળાયો એટલે ઊઠીને આવી. અમે તો ના’વા ધોવાનાંય બાકી છીએ હજી.’ ‘કંઈ વાંધો નહીં ! પૂજાઘર ને પૂજાઘરની બહાર બધી જગ્યાએ ધરતીમાતા જ છે ને ! આ તો બધું આપણે ઊભું કર્યું છે. ને તમેય હનીમૂનની ઊંઘ ઉડાડી અહીં સુધી આવી પહોંચ્યા એમાં બધું આવી ગયું.’ આભા-સુદીપ પૂજાઘરમાં જઈ જમીન પર બેસી ગયાં. પ્રીતિબહેને પદ પૂરું કર્યું.
આજે રવિવાર એટલે આખું પદ ગાયું. રોજ તો સ્કૂલે જવાનું એટલે એક બે લીટી ગાઈ ભગવાનને પટાવી દઉં ! ચાલો હવે તમે લોકો શાંતિથી પરવારો. પછીથી પહેલાં અહીં મંદિરમાં પગે લાગી નાસ્તા માટે આવજો બસ ! આભા-સુદીપ પરવારવા ગયાં લગ્ન પછી ફરવા જઈ આવીને શનિ સાંજે તે લોકો આવ્યાં હતાં. નવા ઘરમાં આભાની તો આ પહેલી સવાર હતી. આગલે દિવસ સામાન થોડો છૂટો પડયો હતો. લીચી-અખરોટ-સફરજનનું બાસ્કેટ રસોડામાં આભાએ પહોંચાડયું હતું. પણ બધાં માટેની ભેટો હજી બેગમાં હતી. આભાએ તે બહાર કાઢી જુદી મૂકી. કપડાં વોર્ડરોબમાં મૂકયાં. ધોવાનાં જુદાં કાઢયાં.
‘એય… આમ સિઝન્ડ ગૃહિણીની જેમ શું કામે વળગી છો ! ચલ, નાહી કરીને ફ્રેશ થા… તું હજી નવી દુલ્હન છો ! સવારની મીઠી ઊંઘ તોડી ‘માને દરબાર’ પહોંચી ગઈ’તી પાછી !’ ‘જાઉં છું હવે ના’વા ! પંદર દિવસ આટલું ફરી આવ્યાં તોય હજી ‘નવું પરણ્યું, નવું પરણ્યું કરે છે ! ચલ… જમીન પર પગ મૂક, ખયાલી વાદળોમાં આળોટવાનું બંધ કરીને !’ ‘હાશ, ભગવાન ! આ તો સાચ્ચે જ ઘરવાળી થઈ ગઈ છે !’ કરતો ટુવાલ લઈ સુદીપ ટોયલેટમાં ઘુસ્યો. નાહી પરવારી બંને રૂમની બહાર જવા બારણા પાસે પહોંચ્યાં. આભાએ તેઓ લઈ આવ્યાં હતાં તે ચીજો જોડે લીધી. એ બધાં સામે જોઈ, આભાને ખભે હાથ વીંટળાવતાં સુદીપ બોલ્યો, ‘લઈ લીધું ને બધું. હવે જોજે આ બંદાના લાડ ! ચાગલાઈ છોડવાની વાત કરતી’તી ને…’ સુદીપે બારણાની કડી ખોલી.
‘આઘો રહે હવે થોડો ! પૂજાઘરમાં જવાનું છે !’ ‘હાશ, તોબા, આ આદર્શ બહુરાનીથી…’ કહી ઝીણી ચીમટી ભરી એ આભાથી અળગો થયો. પૂજાઘરમાં ભગવાનને માથું નમાવી બંને ડાઈનિંગરૂમમાં આવ્યાં. પ્રીતિબેન ને શ્યામલભાઈને તેમને માટે લાવેલ ભેટ પગે લાગી આપી પછી નાસ્તાના ટેબલ પર બેઉ ગોઠવાયાં. ‘ઊભા રે’ જો… નાસ્તો શરૂ ન કરતાં !’ કહેતાં પ્રીતિબેન ઊઠયાં ને ફ્રીઝ ખોલી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. ‘નૈવેદ…!’ જોડે બેઠેલ આભાને હળવેકથી પગ અડાડી મારી સુદીપ આંખ નચાવતો બોલ્યો. પ્રીતિબેને આચમનીથી શ્યામલભાઈને અને પછી સુદીપને નૈવેદ આપી આભા પાસે જઈ નૈવેદનો ગ્લાસ તેને હોઠે ધર્યો. ‘મમ્મી…!’ આભા આશ્ચર્ય, ખચકાટથી ઊભી થવા ગઈ. ‘બેસ… બેસ… આજે આ ઘરમાં તારો પહેલો દિવસ છે. માનું નૈવેદ આજ મારા હાથે પી તું.’
‘મમ્મી, નોટ ફેર ! આ નૈવેદ પર તો મારો હક છે. ને દસમી પાસ થયો ત્યાં સુધી તું મને નૈવેદ મોઢે માંડી પીવડાવતી. પછી કહેવા માંડી કે જાતે પી મોટો થયો, ને, આ આજકાલની આવેલીને મારા ભાગનું નૈવેદ આપી દે છે, પાછી આવડી મોટીને તું ચાગલી કરે છે !’ ‘હા, તે ઘરમાં જે સૌથી નાનું હોય એને જ ચાગલું કરાય. હબે નિવેદના ગ્લાસ પર આભાનો હક… ને ચાગલાઈ પર પણ ! હવે મોટો થતાં શીખ, તું પરણ્યો છે તે !’ સુદીપને માથે હળવેથી હાથ પસવારી પ્રીતિબેન પોતાની જગ્યાએ બેઠાં.
ને… પછી તો લાડ… ચાગલાઈ… ને જવાબદારીનાં, મોટાં થવાનાં વર્ષો વહેતાં રહ્યાં. સુદીપ-આભાની બે જોડકી દીકરીઓય ચાગલાઈ ભોગવી મોટી થઈ પરણી ગઈ. બેયનાં છોકરાં હવે તો લાડ-ચાગલાઈના હકદાર થઈ ગયાં. પ્રીતિબહેનની નોકરી પૂરી થઈને નિવૃતિનાં વર્ષોય વહેતાં ચાલ્યાં. હવે તો ઘરમાં રોજ તેમનું પદ,
‘કેમ કરી કહું તમને જમો મોરી મા…’ આખું ગવાતું રહેતું. જિંદગીની દડમજલમાં પ્રીતિબહેનને અચાનક હાર્ટએટેક સાથે લકવાનોય એટેક આવ્યો. હોસ્પિટલથી ઘેર આવ્યા પછી જેકથી ઊંચા નીચા થાય તેવા પલંગમાં તેમને ‘બેડરેસ્ટ’ આવ્યો. લકવાને લીધે બોલવા પર અસર પડી તે બોલવાનુંય બંધ થઈ ગયું. અશક્તિને કારણે જાતે ખાઈ ન શકતાં. આભા બધું ચમચીથી ખવડાવતી.
‘મમ્મી, થોડું મોં ખોલો ને ! સૂપ સરસ છે, તમને ભાવે તેવો ગળ્યો છે.’ બારણા પાસેથી પસાર થતાં આભાનું કહેવું સાંભળી સુદીપ અટકયો ને અંદર ગયો. મા બહુ ઓછું ખાય છે, ના ના કરે છે… એ આભાનું કહેવું તેને યાદ આવ્યું. ‘કેમ, મમ્મી સાવ નથી ખાતાં આભા ?’ ‘હા, જોને હાથ હલાવી ના જ પાડે છે. ચમચી હોઠ પાસે
લઈ જાઉં છું તોય હોઠ જરાય નથી ખોલતાં દીપ !’
સુદીપ મમ્મીને જોઈ રહ્યો. પલંગ પર આભા સૂપની વાટકી ચમચી લઈ બેઠી હતી. એક વખતનો પ્રીતિબહેનનો જાજરમાન ચહેરો સાવ નાનકડો થઈ ગયો હતો – જાણે નાની બાળકી હોય ! પલંગમાં ઓશિકાંને ટેકે અર્ધાં બેસાડયાં હતાં, પણ તે જાણે ઢળી પડશે એવું લાગતું હતું. તે પલંગ પાસેની ખુરશીમાં બેઠો. મમ્મીને જોયા કર્યું એણે. પછી માને માથે હાથ ફેરવતાં અચાનક તેને મોઢેથી સરી પડયું…
‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું…’ બીજી લીટીમાં આભાનોય અવાજ જોડે ભળ્યો. પ્રીતિબહેનની આંખના ખૂણે પાણીનું ટીપું બાઝ્યું, તે જરાતરા મલકયાં. આભાએ સૂપની ચમચી ભરી.
‘ચલો મમ્મી સૂપ પીઓ ! હવે ચાગલા થવાનો વારો તમારો !’ જરીક ઉઘડેલા હોઠમાં સૂપની ચમચી સરી… સુદીપના અવાજમાંથી સરતા ‘કેમ કરી…’ પદની જેમ…
22 thoughts on “કેમ કરી કહું… – નિર્ઝરી મહેતા”
Good good
ખૂબ્ ખૂબ સરસ સ્ટોરી. આભા, આજના સમયમાં આભા આટલી સરળ, સંસ્કારી અને આધ્યાત્મિક વિચારસરણી ધરાવે છે,બહૂ સરસ.
લેખક્ને અભિનન્દન્
ખુબ સરસ વાર્તા છે, જીવનના ભૂતકાળની યાદો ક્યારેક ભવિષ્ અને વર્તમાનને શોભાવી ઉઠે છે.
Saras vaarta..
Very nice story.
સરસ વાર્તા. અભિનન્દન્.
Awnar generation mate abha ben ane priti maa e class saru karwa ni yojna banavi gujrati par up kar karvo joien
very nice story.
ખૂબ્ ખૂબ સરસ સ્ટોરી. આજના સમયમાં પુત્રવધુ આટલી સરળ, સંસ્કારી અને આધ્યાત્મિક વિચારસરણી ધરાવે તે ઉત્તમ,સરસ વાર્તા લેખક્ને અભિનન્દન્
ખુબ જ સરસ વાર્તા .. એક્દમ હદય સ્પર્શિ …
નિર્ઝરી બેન ખૂબ સુંદર વાર્તા.હૃદયને સ્પર્શી આંખ ને છલકાવતી વાર્તા ,અલબત્ત આજના જમાનામાં તો નરી સુખદ કલ્પના જ લાગે. પણ હું માનું છું કે
આપણે પુનઃ વસ્તુ લક્ષી માંથી વ્યક્તિલક્ષી થવું જ પડશે અને તો શાંતિ અને સુખ પરિવાર માંથી જ મળી રહેશે ઘેરઘેર આભા અને તેના સાસુ જેવા લોકો હોય તો સ્વર્ગ હાથવેંત માં…અભિનંદન
superb!emotional!rolling tears from eyes
Zeriben,
VERY TOUCHY STORY.PITASHRI NO VARSO SACVYO KHARO.
સાસુ વહુ નો પ્રેમ સરસ રેીતે બતવાયો.
heart touching storyyyy….
Ma ne mataji ni jem sachavata dikra vahu e aapni sachi sanskruti chhe.khub abhinandan.
બહુ જ સરસ વર્ત….”કેમ કરિ જમો” સસુ વહુ ન પ્રેમ ને અવિ સરસ રિતે પ્રદર્સિત કર્વ મતે… મર સસુમ યદ અવિ ગય…
વિશાખા//…
Very sensitive n emotional story .. Nice
લાગણીસભર વાર્તા
બધાનાં ઘરમાં આવું વાતાવરણ હોય તો કેવું સારું……………………….
Superb writing..!