પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, આપનામાંથી ઘણા મિત્રોને જાણ થઈ હશે કે મૃગેશભાઈને તા. ૧૯ મે ના રોજ રાત્રે બ્રેઈન હેમરેજ થયું હોઈ તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવા પડ્યા. તા. ૨૦ મે ના રોજ વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં ન્યૂરોસર્જન દ્વારા કરાયેલા તેમના ઓપરેશન બાદ આજે તેમની તબિયત સુધારા પર જણાઈ રહી છે, જો કે […]
Monthly Archives: May 2014
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિસ પહોંચ્યો હતો. ખુરશી પર જગ્યા લઈ મોબાઈલ સ્વીચ ઑફ કરવા જતો હતો ત્યાં એમાં રિંગ વાગી. સ્ક્રિન પર પાડોશી મુકુન્દભાઈનું નામ જોઈને એને થોડી નવાઈ લાગી. મુકુન્દભાઈ સામે મળ્યે […]
[ પ્રતિવર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પૂ. મોરારિબાપુના સાંનિધ્યમાં મહુવા ખાતે યોજાતા અસ્મિતાપર્વના કેટલાક ચૂંટેલા સારરૂપ વક્તવ્યોનું આપણે અહીં રસપાન કરીએ છીએ. ચાલુ વર્ષે શ્રી નરેશભાઈ વેદે ‘ગુજરાતી કૃતિઓમાં કૃષ્ણ’ વિષય અંતર્ગત આપેલ વક્તવ્ય ‘માધવ ક્યાંય નથી’ આજે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલાક અન્ય વક્તવ્યો પણ આપણે સમયાંતરે માણતાં રહીશું. […]
[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] કસ્તૂરબા એક સામાન્ય સ્ત્રી હતાં. તેઓ દ્રઢચિત તથા શ્રદ્ધાપ્રાણવાળી વ્યક્તિ હતાં. તેમનું જીવન જોડાયું એક ક્રાંતદર્શી મનીષી સાથે, એક વિલક્ષણ પુરુષની સાથે, જેમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. નાની ઉંમરમાં લગ્ન થયાં. યૌવનના વિકારોના ઉતાર-ચઢાવ જોયા. એકબીજા પ્રત્યે આકર્ષિત-આસકત થયાનો તબક્કો પણ તેઓએ જોયો. બન્નેને પરસ્પરનો […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા રોહિત શાહના પુસ્તક ‘રોહિતોપદેશ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હેડિંગ વાંચીને જરાય ભડકશો નહિ. મારા અને તમારા વિચારો ડિફરન્ટ હોઇ શકે છે, નોટ ઓન્લી ડિફરન્ટ, અપોઝિટ પણ હોઇ શકે છે. ‘અપોઝિટ […]
[ ઈન્દોર ખાતે યોજાયેલી ‘માનસ–સંવાદ’ રામકથાની પુસ્તિકામાંથી સાભાર. પુસ્તિકા સંપાદન: નીતિન વડગામા. પુસ્તિકા પ્રાપ્તિ માટે સંપર્ક : ramkatha9@yahoo.com ] રામકથા સંવાદનું શાસ્ત્ર છે. એમાં સંવાદ જ સંવાદ છે. આખા વિશ્વમાં સૌની વચ્ચે સંવાદ બહુ જ આવશ્યક છે. આજે ઈદનો તહેવાર છે, તો સૌને ઈદ મુબારક. ‘માનસ-સંવાદ’ વિશે કેટલાક પશ્ન છે, […]
[‘ખૂશ્બુ જિંદગીની’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી અનિલભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૯૯૮૦૧૦૩૭૯ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘તણખલાં જેમ ચાંચમાં, તડકો લઈ પારેવું, માળામાં લપાઈ ગયું ને સૂરજ પણ છુપાઈ ગયો.’ ગમે […]
[ ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] ફિલ્મ એટલે કેવળ મનોરંજન જ હોય, કેવળ બે પ્રેમીઓની કે વિલનની જ કથા હોય, કરુણ ઘટનાઓથી રોવડાવતી હોય કે આઈટમ સોંગથી છલકાતી હોય તેવું માનવામાં આવે છે. અને, કમનસીબે, મોટાભાગની ફિલ્મોમાં એવું જ જોવા મળતું હોય છે. ઢંગધડા વગરની વાર્તા, અર્થ વિનાની-કયારેક તો દ્વિઅર્થી-સંવાદો, અવાસ્તવિક દ્રશ્યોથી […]
[‘કસ્તૂરી’ સામાયિકમાંથી સાભાર.] ‘પપ્પા તો ખરાબ છે જ… પરંતુ મમ્મી પણ એટલી જ ખરાબ છે… એકલા પપ્પા જ નહિ… મમ્મી સાથે પણ હવે તો ‘કિટ્ટા’ કરવા પડશે…’ નાનકડા સૌમિલે સાંજે જયારે આ લોખંડી નિર્ણય લીધો ત્યારે આંખમાં આંસુ, ગાલ પર ચચરાટી અને કાળજે કડેડાટી બોલતી હતી. ‘મમ્મી તો હમણાં હમણાં […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મિતેષભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૭૧૨૯૨૪૨૦૧ અથવા આ સરનામે grasshopper4201@gmail.com સંપર્ક કરી શકો છો.] તાળું-ચાવી- આ બંને શબ્દો અને બંને વસ્તુઓ આપણા માટે ખુબ સામાન્ય છે. આપણે તાળા અને ચાવીનો ઉપયોગ સદીઓથી કરતા આવ્યા છીએ તેથી કદાચ તેમના […]
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ‘સાહેબ, કેટલા વાગ્યા ?’ બાજુમાં ઊભેલા મજૂર જેવા માણસે પૂછયું. એના જવાબમાં કાંડા ઘડિયાળ સામે નજર કર્યા વગર અવિનાશે જવાબ આપ્યો. ‘છ ને દસ…’ પચાસ વર્ષના અવિનાશે ગયા વર્ષે હાર્ટમાં તકલીફ થઈ હતી અને માઈલ્ડ એટેક આવી ચૂકયો હતો. એ પછી ડૉકટરની અને પત્નીની સલાહ સ્વીકારીને એણે […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.] ગઈ સદીના આઠમા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રિય કૃત બેન્કમાં કામ કરતાં જ્યારે મારા સહિત અમારા કેટલાંક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઓર્ડર […]