[ તાજેતરમાં પ્રકાશિત થયેલા રોહિત શાહના પુસ્તક ‘રોહિતોપદેશ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
હેડિંગ વાંચીને જરાય ભડકશો નહિ. મારા અને તમારા વિચારો ડિફરન્ટ હોઇ શકે છે, નોટ ઓન્લી ડિફરન્ટ, અપોઝિટ પણ હોઇ શકે છે. ‘અપોઝિટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્ત્વાદી તો અપોઝીટ વિચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે. સૌપ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચિત અર્થમાંથી આપણે બહાર નીકળી જઇએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ કોઇકના પર બળજબરી કરવી કે કોઇકની પાસે તેની મરજી વિરુદ્ધ આપણા સ્વાર્થનું કોઇ કામ કરવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વિશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફિલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એ બળાત્કાર નથી તો બીજું શું છે ? કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઇરાદાપૂર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અંધશ્ર્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મૂળ છે’ – એવી પોપટરટ કરતા રહી ને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સંતો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચંદ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધિક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઇનોસન્ટ માઇન્ડમાં એકનું એક જુઠાણું વારંવાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઇચ્છાએ કે અનિચ્છા એ પાપ પર પોતાની સંમતિની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી બનાવવાને બદલે કોઇ અપાસરાના ખૂણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’ નો મંત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એનાં આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતિ થઇ કે નહિ એનું તો ક્યાં કોઇ સર્ટિફિકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઇ ઊઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઇ આવે તેમ નથી ! હું એવા અનેક મુનિઓ- પંન્યાસો સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કૂતરા જેવી જિંદગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થિર થઇ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહિ કરવાની વિનંતી સાથે કહ્યું કે, ‘સંયમજીવન પવિત્ર છે કે નહિ એ વિશે મારે કશું જ કહેવું નથી, પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાય ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુનિ કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બંને પાપી છે, કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તિની પક્વ (મેચ્યોરિટી) સમજણની સંમતિ લેવામાં આવતી નથી પણ તેના ભોળપણ સાથે છેતરપિંડી જ કરવામાં આવે છે.’
એક યુવાન મુનિએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લિધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાંતવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતિષ્ઠાના નામે પોતાની પ્રતિષ્ઠા કરાવવામાં, વરઘોડા-સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબિઝી રહે છે. નવદીક્ષિતના સંયમ-ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થકરો પૈકીના કેટલા તીર્થકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઇ ને એક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો-લાખો બાળકોને મૂંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નિષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરૂ કરી દે છે.
મારી દ્રષ્ટિએ તો જ્યાં સુધી વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઇએ. જો વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધિક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેશોને ઓળખી શકે એટલી તેની શારીરિક પુખ્તતા પાંગરી ચૂકી હોય. પુખ્ત વ્યક્તિ જે નિર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઇના ઉધાર ગાઇડન્સથી પ્રેરાઇને એ કોઇ ઉતાવળિયો કે ખોટો નિર્ણય નહિ લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની સહજ વૃત્તિ જાગે છે અને એ કારણે જ વિવિધ ધર્મોના સાધુ-સમાજનાં સજાતીય-વિજાતીય સેક્સ સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડિયામાં વારંવાર જોવા-વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડિયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડિયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી ! લગ્ન કરવા માટે વ્યક્તિની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનૂની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તિ સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જિંદગીનો મહત્વનો નિર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હિતેચ્છુયે ખરા, પણ જો તમે તમારો જ નિર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપૂર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મિથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મિત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મિત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પૂરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃધ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વિકાસ માટેની વ્યૂહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બૂક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તિ, વરઘોડા-સામૈયાં-પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળિયે દટાઇ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તિગત પ્રભાવ પાડવાની મથામણ વિશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરિણામ આખરે એમનાં સંતાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવિષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સમજાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. અધ્યાત્મની બાબતમાં આપણે પરંપરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે. કારણ વગરનાં કષ્ટ વેઠવાં અ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કલ્પનિક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવિક સુખોને ઠોકર મારવાના મૂર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વિશે બાળકના દિમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજૂરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનિશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શિક્ષણથી વંચિત રાખવું એ પણ ગુનો છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનૂની પ્રતિબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચિંતન કરીને ધર્મના હિતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઇએ. હિન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(૧) બાલ્યાશ્રમ ; બાળાવસ્થા રમતગમત, શિક્ષણ તેમજ વિવિધ કૌશલ્યો કેળવવા માટે.
(૨) ગૃહસ્થાશ્રમ ; યુવાન-અવસ્થામાં લગ્ન કરીને સાંસારિક ધર્મો (કર્તવ્યો) નું અનુપાલન કરવું.
(૩) વાનપ્રસ્થાશ્રમ ; પ્રૌઢ વયે પોતાનાં સંતાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(૪) સંન્યાસાશ્રમ ; છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારિક જવાબદારીઓની પળોજણથી છૂટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું. માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઇ અજ્ઞની, મૂર્ખ કે બુદ્ધિહીન વ્યક્તિએ નક્કી નથી કર્યા. અત્યંત અનુભવી, ચિંતનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયૂષ્ય વિશે કોઇ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારંભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઇએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મિથ્યા અહોભાવથી તણાઇ જવાની પણ જરૂર નથી. વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરૂરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વિવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહિ, એની પોતાની સ્વસ્થ રુચિ અને તટસ્થ નિર્ણયશક્તિ પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચિના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમૂલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લૈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચાશિલિલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બંને પ્રદૂષિત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઇ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઇ શકે છે. એ માટે અજ્ઞાન, અંધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ-તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ.
[કુલ પાનઃ ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]
51 thoughts on “બાળદીક્ષા એટલે બળાત્કાર ! – રોહિત શાહ”
જય જિનેન્ર જૈન સમજ્ને અ કોન સમજવશે
એકદમ સચોટ વાત. ખરેખર મા બાળ દિક્ષા પર પ્રતિબંધ હોવો જ જોઇએ. ૨૦ વર્ષથી નીચેના ને દિક્ષા આપવી એ અપરાધ જ ગણાય.મે ખુદે પણ એક ૧૦ વર્ષના બાળક ને દિક્ષા અપાવેલી જોઇ છે. મને પણ તે બાબત તે સમયે ખોટી લાગી હતી. જેને સારા-નરસા નુ ભાન નથી તેને સંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન ની શી રીતે ખબર પડે?
આપ્ શ્રી લેખકે ખુબ જ સરસ રજુઆત મુકી છે.
ખૂબ સરસ લેખ.ધર્મના નામે કૂમળી વયે બાળકોને સંસારથી વિમુખ કરવા એ ખરેખર અપરાધ છે.
ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર મા પણ એવો ઉલ્લેખ છે કે જે બાળ દિક્ષા ને સમર્થન નથી આપતો.
आपे त्रि षष्ठी शलाका पुरुष चरित्र ना क्याभागमा , क्या प्रसंगमा अने कोना विषयक आवो उल्लेख छे ए जणाववु जोइये अथवा तो आ गंभीर चर्चा माँ नाहक नि अफवा फेला वीने आनंद लेवाथी दूर रहेवु जोइये। जय जिनेन्द्र
ખુબ સરસ્………..કૈઇક નવુ જનવા મલિયુ………….
नवु मलवु मह्त्वनु नथी,सत्य मलवु महत्वनु छे।
ખુબ સરસ્………….100%
कोई विचार नि counter दलील पेश थया पहेला ‘खूब सरस’ कहेवु बाल बुद्धि कहेवाय । आवा बाल बुद्धि वाला लोको पर कायदाकीय प्रतिबन्ध नि जरूरियात नथी लागति??
વિચારવા જેવી બાબત છે
એક્દમ સાચ વાત ચે.
Varso thi je hu vicharto te mara man ni vaat tame khub sundar rite raju kari…jene sansar ni mohmaya j nathi joyi tene sansar tyag na vichar kevi rite aavi sake ?…potano DHARM DHANDHO vadharva balko no bali che ek jaat no…
An excellent thought provoking article, it revels the truth .One of the greatest thinkers of our age Osho, says the same truth.All parents must read this aricle
This article touches an issue close to my heart. When I was in 10th grade my school mate from grade 6 decided to take ‘baal deeksha’ or was coerced in to taking one by her family. Just thinking about her on the days leading up to the event gives me the goose bumps. Even at that time I thought it was so wrong.. such an innocent child pushed in to serving the so called ‘dharmagurus’. I wanted to approach her parents to tell them.. don’t do it.. but who would listen to a 16 year old girl? Thank you Rohitbhai for openly talking about this. I hope it will give strength and guidance to parents who chose to sacrifice their own children in the name of religion.
true… very true…
writer doesn’t know about diksha, if he says childhood is not the right age then what is the right age ? writer seems to be eligible whether he wants to take diksha ? just to comment is easy but to follow the path is very difficult!!! he says sansar has sukh he doesn’t know the differrence between happiness and facility . happiness is connected with soul and facility is connected with body and mind .sansar is full of facilities but this facility need not give happiness this is our experience. bring one person from sansar who can say after having all sukh of sansar and he is happy ? we are in sansar because we have not tried for moksha.remember who have attained moksha they are not in sansar. by mistake if one person in jail then we can not appreciate jail because real life is outside the jail and with more freedom.writer’s mind is not open he is suffering from some mental diseases i would recommend for him a good psychiatrist.
Might be your opinion is correct.but this opinion must have developed at some matured age.That is the point here…No one is wrong or right here.
Bimal, are you still in Sansar ke pachhi diksha lai lidhi?
तमे वर्णाश्रम बनावनार ने अति ग्नानी कहो छो तो बाल दीक्षा होवी ना जोइये एनो जैन ग्रंथो नो कोई प्राचीन reference आपशो ?? के पछि selective apporoch तमारो favourite approch छे??
એક્દમ સાચુ
જો સરકારે લગ્ન કરવા ની, લાઈસન્સ લેવાની, મત આપવાની, ઉમર ૧૮ વર્શ નક્કી કરી હોઈ, તો પછી દીક્ષા લેવાની ૧૮ વર્શ કેમ નહી?
i like it.
writer writes that guru is busy with his work, if guru is not delivering his duties properly then we can not blame diksha same as in our society some people are smuggler, some are terrorist, some doctors are after money, some teachers are making education as business so many bad things prevailing in the society and we are not blaming society but i never understand a person who let go every bad things of society but never let go bad thing in dharam why? if you insist perfection in dharam then first make your life and society perfect. if you do not like dharam then keep your self away from it do not dare to exhibit base less thoughts.
true very true
લેખકે સત્ય અને સચોત વાત સાદિ સરલ શૈલેીમા રજુઆત કરેી.
હુ લેખક સાથે સમન્ત—-બહુ જ સરસ લેખ.. અભિનન્દન્…
Write comments with maturity of ourself.
પ્રતિભાવ અને સલાહ બંને અલગ અલગ છે.
હુ બાલદીક્ષા આપનાર સાધુઓને જેલમા પુરી દેવના મતમાં છુ.
Jai jinendra
Being a jain when I see kids taking baldiksha. I feel really sorry for. For me it is taking away kids child hood & their right to live their life their own way.
BIMAL BHIA SORRY TO SAY BUT U NEED a good psychiatrist. SEE THE COMMENT BELOW THIS ARTICLE THEY PROVE K THERE R MORE NO.OF PEOPLE AGAINST BAL-DIKSHA. SO THEY ALL R NOT FOOL, U OPENED UP UR MIND N EYES N FIND THE REAL PROBLEM BEHIND THIS ISSUE.
100% Perfect. I agree with KARAN and The Rohitbhai.
You just can not ague in favour of Baldiksha while enjoying “SANSAR”.
I would advise Mr. Bimal to take Diksha first and then see how you succeed at this age when you are able to argue without sense!
I pity on parents and so called Dharmagurus who advocate Baldiksha. Knowingly or unknowingly they are murdering childhood of the victim of Baldiksha. They should be punished and it should be considered the greater crime then child marriage
જે બાળકના શબ્દકોશમાં સંસાર શબ્દ નથી આવ્યો એને સંસાર છોડાવવાનું પાપ કહેવાતા ગુરુઓ કરી રહ્યા છે…… એવા ગુરુઓને મહારાજશ્રેી તરીકે ઓળખાવાનો કોઇજ અધિકાર નથી.
Agreed to the writer.
Atleast kids must know why they taking diksha and what would be their future and this better can be done at some matured age level
With all due respect to others, I sincerely believe that it is not right. You can’t make a life decision for anybody else even if that is for your own child. While it is assumed as the decision by those child, we all know how it goes (with parent and/or Guru’s pressure).
Have a look at the very interesting enough case of US citizenship..if you are non-American parent and your child is born while you are in US, the child is automatically getting the US citizenship and YOU AS THE PARENT OF THAT CHILD DO NOT HAVE A RIGHT TO SURRENDER IT. If child wants to surrender US citizenship, (s)he need to do that at the age of 18.
For the people who argues about spiritual vs bodily need/satisfaction, who are we do decide it one way or other. I would like to quote Shri Krishna from the Gita talking about “Bhakti/Gyan Yog vs. Karma Yog”. I don’t think I have to paraphrase everything here, but if you are curious enough, go and check it out yourself what Krishna said in response to Parth’s question about why he shouldn’t go for Bhakti Yog instead of his Karma (duty i.e. fighting the war against his blood relatives)
જૈન કે અન્ય કોઈ પણ ધર્મમાં બાળદીક્ષા અપાય અને તેને મહોત્સવનું રૂપ આપી સમાજના સમર્થનની મહોર મરાય તે શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના છે. સાચા ધાર્મિકો આ પ્રથાને તિલાંજલિ આપવા આગળ આવે એ જરૂરી છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં લખ્યું હોય તો પણ સ્થળ કાળ પ્રમાણે કુરીવાજમાં પરિણમેલા રીવાજો દૂર કરવા કાયદાનું પ્રાવધાન પણ કરવું જોઈએ. આમ થશે તો જ ધર્મનું રક્ષણ થશે. કદાચ બુદ્ધિમંત ધર્માચાર્યો આ બાબત સમજતા હોય તોય જાહેરમાં કહેવાની હિંમત ના કરી શકતા હોય એવું પણ હશે. જે હોય તે, માત્ર લખવા વાંચવા કે ચર્ચા કરવાથી આ કુરિવાજ દૂર નહિ થાય. આ અગત્યની સમસ્યા તરફ સૌનું ધ્યાન ખેંચવા બદલ રોહિતભાઈને અનેકાનેક ધન્યવાદ.
स्थल अने काल प्रमाणे प्राचीन समय माँ केम आ वात स्वीकार्य हती जो आजे नथी???
Very nice, thought provoking article. All the points are perfectly rational. would like to suggest a minor grammatical correction : there is no word like unfavor, as used in the last line of this article.
(Definitions of UNFAVOR in dictionaries:
No definitions found)
જૈન ગ્રન્થો અનુસાર, દિક્ષા લેવા માટે ઓછામા ઓછેી ઉમર ૮ વર્ષ છે. બધેી જવાબદારી એ ગુરુની હોય છે કે જે દિક્ષા આપે છે. એ ગુરુએ જ સૌથી પહેલા, એ બાળક ને પોતની જોડે થોડા વર્ષો રાખી ને એને ભણાવવો જોઇએ. એને જ્ઞાન આપવુ જોઇએ. એ બાળક ને તૈયાર કરવો જોઇએ. ભલે એમા ૩-૪-૫-૮-૧૦ વર્ષો નિકળ જાય. ત્યા સુધી મા બાળક એક્દમ પરિપક્વ થઈ જાય છે. પછી જ એને દિક્ષા આપવી જોઇએ. દિક્ષા આપતા પહેલા પણ ઘણી કસોટી કરવી જોઇએ. આટલુ થયા પછી જ દિક્ષા અાપવામા આવે. દિક્ષા લીધા પછી બધી જવાબદારી શિષ્યની થઈ જાય છે કે એને પોતાને કેવી રીતે સાચા માર્ગ પર રહેવુ.
THis is the true process of Diksha. There are some exceptional cases as mentioned in the above article. But don’t consider them as regular scenario.
Faster we let go such nonsense in our society better of we are in progressing towards the healthy society.
“Rohit bhai”congratulations..very touchy topic.I have seen same thing in my neighbour before 10 years a 12 years old girl had taken DIKSHA.But grace of god she returned to home after 8years at age of 20.She clearely told at that time ,it is good to pray god from social life rather than taking diksha….
Your Thinking Is Right Childhood Is Not For Diksha This Is The Time For Inocent Activity , Understand The World Collect The Lots of Love From Family.
એક વધુ મુદ્દો ઉમેરવો છે. આ જૈન મ. સા. હાજત જવા ખુલ્લામા કેમ જાય છે? શહેર વિસ્તાર મા આ સ્વાથ્યની દ્રશ્ટીએશુ યોગ્ય છે?
पहेला तो खुदना नाम साथे कमेन्ट करवानी हिम्मत राखो अने पछि updated knowledge साथे कमेन्ट करवा पधारजो।
What is impotent? One persons name, or the additional issue raised of hygiene.
BTW I like “JainamJayatiShashanam” as my identity. One should have control (શાશન) over all his senses (ઈન્દ્રિય) and he is the one who attains victory (જય).
True spirit and knowledge has no limits of names, surnames, sub-casts, cast and religion.
एमा एवु छे के घणा लोको ने कोई व्यक्तिगत जैन व्यक्ति साथे problem थयो होय एनो गुस्सो समग्र जैन धर्म पर काढवानी आदत होय छे । ऊपर भूपेंद्र raol नामना व्यक्तिनि कमेन्ट छे ए एनु ज्वलंत उदहारण छे। जेमने में घणा समय पहेला समग्र समाज वच्चे खुल्ला पण पाडेला।
अने जो तमे नामने पण महत्व ना देता हो तो anonymous तरीके ज लख्यु होत ने । जैनम जयति शाशनम लख्वानि पण शु जरुर हती??
Come to reply of the issue raised, if you can.
લગ્ન કરવા માટે વ્યક્તિની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનૂની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તિ સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે?
એક્દમ સચોટ
mota ma moto tyag atle tame sansaar ma rahi ne pan bija mate tyag karo a.
In my opinion “baldiksha” na apvi joie ane avo bhav j hoy to guru maharaj pase pukt vay na thay sudhi rehvu joie ane pavhi diksha levi joie.
ખુબજ સરસ લેખ વાંચવા મળ્યો જયારે દીક્ષાના સમાચાર વાચું ત્યારે મને આવાજ વિચારો આવે છે ઘણા નવા વિચારો સાથે લેખ ખુબ સરસ
There are plenty of loop holes in our so called Darma. Our Scriptures are fine & good, but given interpretations by so called saints have created Myths in society.
Bal Diksha is one classic example. Boy or girl hardly of age 7 or 8 who has not even seen this world, & has to take decision to be away from world with the opinion of others !!! How pathetic it is !!
This is curelatiy in other words. Let each & every boy or growing person to see the world & Let him or her to creat his or her own opinion. Then & then, he or she can take own dedicion. That decision may be ok. Blindly, like written in book or some one in past has narreted this world is not good & leave it. This is absolutely wrong.
ખુબ જ સચોટ વાત કરી….
Bimal bhai and Tapan bhai, tame banne haju sansar ma chho? Diksha kyare levana?