વાંક – જિતેન્દ્ર પટેલ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિસ પહોંચ્યો હતો. ખુરશી પર જગ્યા લઈ મોબાઈલ સ્વીચ ઑફ કરવા જતો હતો ત્યાં એમાં રિંગ વાગી. સ્ક્રિન પર પાડોશી મુકુન્દભાઈનું નામ જોઈને એને થોડી નવાઈ લાગી. મુકુન્દભાઈ સામે મળ્યે ય ભાગ્યે જ બોલતા. ઉતાવળે એણે ફોન રિસિવ કર્યો… ‘હેલ્લો વિશાલભાઈ… રેખાબહેન બાથરૂમમાં લપસી ગયાં છે. બેભાન થઈ ગયાં છે. ૧૦૮ બોલાવીને સમજુબા હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. તમે તાત્કાલિક ત્યાં આવી જાવ.’

મુકુન્દભાઈનો અવાજ જે રીતે ધ્રૂજતો હતો એના પરથી એને લાગ્યું કે મામલો ખૂબ ગંભીર છે. ‘ઘેરથી ફોન છે. હું જાઉં છું.’ બાજુના ટેબલ પર બેસતા કલીગને એટલું કહેતો તે ચાલતો થઈ ગયો. ‘પણ છે શું ?’ ‘કેમ એકાએક ?’ ‘કોઈ બીમાર છે ?’ એકસાથે થયેલા આ પ્રશ્નોના જવાબ આપવા તે ઊભો ન રહ્યો. વિશાલના હ્યદયના ધબકારા વધી ગયા હતા. ઘડીક તો થયું, પોતે સ્કૂટર નહીં ચલાવી શકે. પરંતુ રિક્ષા શોધવામાં સમય લાગી જાય એમ હોવાથી તેણે હિંમત કરીને સ્કૂટર મારી મૂકયું. મન પર વિચારો હુમલો કરી રહ્યા હતા. એવું તે શું થઈ ગયું હશે રેખાને ? ઑફિસ જવા નીકળ્યો ત્યારે એ બોલી હતી કે આજ તો કપડાંની આખા વર્ષની ધોણ કાઢવી છે. સાંજે તમે આવશો ત્યારે ધોઈ રહું તો સારી વાત છે. ‘શરદી ન થઈ જાય એનું ધ્યાન રાખજે.’ એનાથી ટકોર થઈ ગયેલી.

‘એવું થયું તો તમે મારો વાંક કાઢવાના જ કે…’ રેખા પૂરું બોલી રહે એ પહેલાં એ નીકળી ગયેલો. ‘વાંક’ શબ્દ સાંભળીને એને ચીડ ચડતી હતી. કારણકે બધે તે ‘વાંકદેખા’ થી પંકાઈ ગયો હતો. એમાં ખોટું પણ શું હતું ? ઘરમાં હોય કે ઑફિસમાં, ખાતો હોય કે નહાતો હોય, જાગતો હોય કે ઊંઘતો હોય, એને બધે સૌની ઊણપ જ વરતાતી. ‘ચામાં ખાંડ કેમ ઓછી છે ? શાકમાં આજે મીઠું વધારે પડી ગયું લાગે છે. કપડાં તો કોઈ દિવસ બરાબર ધોવાતાં નથી. ઈસ્ત્રી હવે મારે જ કરવી પડશે.’ દરેક કામમાં પૂરતી કાળજી રાખવા છતાં રેખાને આ ફરિયાદનો ફડફડાટ રહેતો જ. એટલે તો તે આગોતરા જામીન મેળવી લેનાર અપરાધીની માફક અગાઉથી જ કહી દેતી કે એમાં મારો કોઈ વાંક નથી. આ સાંભળીને વિશાલ વધારે ચીડાતો : ‘તો શું મારો વાંક છે ?’

દરરોજની આ ટક્ટકથી રેખા ઘણીવાર તો રડી પડતી : ‘બે માણસોના પરિવારમાં આટલો કકળાટ થાય છે તે ભવિષ્યમાં મારું શું થશે ?’ વિશાલ હૉસ્પિટલ પર પહોંચ્યો ત્યારે મુકુન્દભાઈ એની રાહ જોતા દરવાજા પાસે ઊભા હતા. વિશાલ એમને સહસા પૂછી બેઠો : ‘કયાં છે રેખા ? શું થયું છે એને ? ‘આઈ.સી.યુ. માં છે.’ ‘આઈ.સી.યુ. માં ?’ એ ધ્રૂજી ઊઠયો. ‘એની વે, મને એની પાસે લઈ જાવ.’ ‘અત્યારે આપણને ત્યાં નહીં જવા દે.’ આપણે મુલાકાતીઓની રૂમમાં જ બેસવું પડશે.’ મુકુન્દભાઈ એને મુલાકાતીઓની રૂમમાં લઈ આવ્યા. ત્યાં બીજા ચારપાંચ સ્વજનો બેઠા હતા. એમાંનાં વીમળાબહેન સામે જોઈને પૂછી બેઠો : ‘કેમ કરતાં રેખા સ્લિપ થઈ ગઈ ?’ ‘કોઈનો ફોન આવ્યો ને બાથરૂમમાં ઊભાં થવાં ગયાં એમાં….’
એની આ જ તકલીફ છે. ફોન આવે કે રઘવાઈ થઈ જાય. શી જરૂર હતી ઉતાવળ કરવાની ? ફોન ઉપાડવામાં મોડું થઈ ગયું તો સામેવાળા બીજીવાર ફોન કરશે.’
‘આમાં તો રેખાબહેનનો વાંક નથી. વિમળાબહેન બચાવપક્ષના વકીલની માફક બોલી ઊઠયાં :
‘રેખાબહેન તો એકદમ શાંતિથી ઊભાં થયાં હતાં. પણ કોણ જાણે… બનવા કાળ હશે ને…’
‘છોડો એ વાત.’ એને ભાન થયું કે અત્યારે આવી ચર્ચા ન કરવી જોઈએ એટલે વાત ફેરવી નાખી :
‘ડૉકટર કયાં છે ? એમને તો મળી શકાશેને ?’
‘વિઝિટમાં ગયાં છે. થોડીવારમાં આવવા જ જોઈએ.’
એની વ્યાકુળતા વધતી જતી હતી. રેખા સાથે એને દરરોજ ચડસાચડસી થતી, તેમ છતાં રેખા વિના એને એક મિનિટ પણ ચાલતું નહીં. રેખાનું કામ ખોટું થતું હોય તો પણ એને પોતાની પાસે જ બેસાડી રાખતો. ત્યારે રેખા એને સંભળાવ્યા વગર રહેતી નહીં, ‘સામે બેસાડીને તમે મારો વાંક કાઢવાનાને ? વખાણ થોડા કરવાના ?
એટલામાં ડૉકટર આવી ગયા. એ ડૉકટરની કૅબિન તરફ ઘસી ગયો. એટલી જ ઝડપે પૂછી બેઠો : ‘શું થયું છે રેખાને, સાહેબ ?’
‘પહેલાં તમારો શ્વાસ હેઠો બેસવા દો. પછી હું કહું છું.’
‘હું એકદમ સ્વસ્થ છું, સાહેબ.’
‘તો સાંભળો, તમારી પત્નીને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. ચોવીસ કલાક સુધી તો કહું કંઈ નહીં કહી શકું.’
‘પણ એમાં એને એટલું બધું કેમ કરતાં વાગી ગયું ?’
‘એ બધું વિચારવાનો સમય નથી. અત્યારે તો આપણે ભગવાનને પ્રાર્થના જ કરવી રહી.’

ખામોશ ચહેરે એ ડૉકટરની કૅબિન નીકળી ગયો.
એક સ્વજને આશ્વાસન આપતાં કહ્યું : ‘બહુ ચિંતા ન કરો. બધાં સારાં વાનાં થઈ જશે.’ ચોવીસ કલાક પસાર કરવાના હતા. રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી એને ચેન પડી શકે એમ નહોતું. મિત્રોએ ચા પીવા માટે કૅન્ટિમાં આવવા બહુ સમજાવ્યો પણ એ તૈયાર ન થયો. મુલાકાતીઓની રૂમમાં બેઠો હતો ત્યાં જ બેઠો રહ્યો. રેખા અત્યારે મન પરથી એક ક્ષણ માટે પણ દૂર થઈ શક્તી નહોતી. એ વિચારતો રહ્યો :
‘રેખા ભાનમાં આવશે ત્યારે પોતે એને મળવા જશે કે તરત બચાવ કરવા માંડશે કે.. પણ એને એવી તક જ નથી આપવી. પોતે કહી દેશે કે તારો એમાં કોઈ વાંક જ નથી. તેં તો મારું ઘણીવાર ધ્યાન દોરેલું કે આ ટાઈલ્સ બદલાવી નાખો, પણ મેં કયારેય તારી વાતને ગંભીરતાથી લીધેલી જ નહીં.’

સાંજ ઢળી ગઈ હતી. રાત્રિભોજન માટે એને બહુ સમજાવવામાં આવ્યો પણ એ એકનો બે ન થયો. રેખા ભાનમાં આવે પછી જ હું જમીશ એવી એણે હઠ પકડી હતી.
‘પણ એટલી વાર તમે રાહ જોઈ શકશો ?’ વિમળાબહેનથી અનાયાસે બોલાઈ ગયું. ભાન થયું કે એમણે સુધારી લીધું : ‘રેખાબહેન ચોવીસ ક્લાકે ભાનમાં આવશે. કદાચ એથી પણ વધારે સમય નીકળી જાય ત્યાં સુધી તમારે ભૂખ્યા ન રહેવું જોઈએ. ચિંતા તો એમને પણ થાય છે પણ શું કરીએ ?’
વિમળાબહેન અને એમનું મકાન એક દીવાલે હતું એટલે એ પોતાના ઘરની પ્રત્યેક હિલચાલથી વાકેફ હતાં. સાંજે પોતાને સહેજ પણ જમવામાં મોડું થાય એ ચાલતું નથી એના એ સાક્ષી હતાં. એટલે જ કદાચ પોતને જમવા માટે આટલો આગ્રહ કરતાં હશે. પછી તો વિશાલને ઘણું બધું યાદ આવી ગયું. હજુ અઠવાડિયા પહેલાં જ આ બાબતે રેખા સાથે ચડભડ થયેલી. પોતે ઑફિસેથી આવ્યો ત્યારે રેખા શાક શમારતી હતી. એનો ક્રોધ ભભૂકી ઊઠેલો : ‘હજુ શાક બનાવાનું બાકી છે ?’
‘બનાવ્યું હતું પણ પાણી ભરવા રહી એમાં બળી ગયું.’
પાણી સાંજે રસોઈ કરવાના સમયે જ આવતું હતું. એ અડધો કલાક ચૂકી ગયા તો આખો દિવસ પાણી વિનાનું રહેવું પડે. એટલે આ બંન્ને કામો એક સાથે કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડતી.
‘તો શાક વહેલા ના બનાવી લેવાય ?’
‘ઠરેલું તો તમારે ક્યાં ચાલે છે ?’
‘તો પછી પાણી ભરી લીધા પછી રસોઈ કરવી હતી.’
‘રસોઈમાં મોડું થાય એ તો તમારે બિલકુલ ચાલતું નથી એનું શું ?’

‘એટલે તું એમ જ કહેવા માંગે છે કે મારી કોઈ જવાબદારી જ નથી.’ એ ગુસ્સે થઈ ઊઠેલો :
‘એમ કર, આ મકાનની દીવાલો પર લખી નાખ કે કોઈ કામમાં મારો કશો વાંક જ નથી.’
‘હું કયાં એવું કહું છું ? રેખા રડી પડેલી.
‘કયારેક મારાથી ભૂલ થઈ ગઈ તો ચલાવી નહીં લેવાની ? કાયમ એવું થોડું થાય છે ?’
રાત્રે કોઈએ એને એકલો મૂકયો નહીં. જેને જયાં જગ્યા મળી ગઈ ત્યાં સૂઈ ગયાં. એને તો ઊંઘ આવી શકે. એમ નહોતી.
જો કે વહેલી સવારે એને ઝોકું આવી ગયું ત્યાં વિમળાબહેને ઊઠાડયો : ઊઠો, ઊઠો, વિશાલભાઈ, આઈ.સી.યુ. વૉર્ડમાં સાહેબ બોલાવે છે.’ એ સફાળો ત્યાં આવ્યો. પૂછવાની કયાં જરૂર જ હતી ? વિમળાબહેનનાં હિબકાં જ કહી આપતાં હતાં કે….
એણે શાંતિથી સૂતેલી રેખાને પહેલીવાર જોઈ. એને થયું, હમણાં રેખા બોલી ઊઠશે કે ‘એમાં મારો કોઈ વાંક નથી.’
‘કેમ તારો વાંક નથી ?’ એનાથી ડૂસકું ભરાઈ ગયું.
‘તું મને આવી રીતે એકલો મૂકીને ચાલી નીકળે એ તારો વાંક જ ને ?’
ને એ પોક મૂકી બેઠો. આખી હૉસ્પિટલ જાણે રડી ઊઠી !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અસ્મિતાપર્વઃ૧૭ (ભાગ-૧) ‘માધવ ક્યાંય નથી…’ – નરેશ વેદ
મૃગેશભાઈની તબીયત વિશે… Next »   

30 પ્રતિભાવો : વાંક – જિતેન્દ્ર પટેલ

 1. સુભાષ પટેલ says:

  આ વાંચીને કેટલા સુધરશે? એ ખબર નથી પણ ગભરાઇને શંકા-કુશંકા કરતાં ઘણા થઇ જશે.

 2. jignisha patel says:

  માણસના ગયા પછી જ તેની કિંમત થાય છે. અને વિશાલભાઈ ને પણ પોતાની ભુલ સમજાઈ ત્યાં સુંધી ઘણી મોડુ થઈ ગયુ.

 3. Chintan says:

  રડાવિ દિધા..!!

 4. Tushar says:

  HELLO FRIENDS URGENT NEWS OUR BEST FRIEND SHRI MRUGESH SHAH (THE EDITOR OF READGUJARATI) HAS SUFFERED WITH STROKE THIS MORNING. HE IS CURRENTLY HOSPITALIZED. PLEASE ALL PRAY FOR HIM FOR HIS RECOVERY. ALSO PLEASE SPREAD THE MESSAGE AROUND.

 5. Pravin C Shah says:

  Shri Mrugeshbhai,

  GET WELL SOON

 6. p j pandya says:

  ગભ્રાવુ માનવ સ્વભાવ્મા ચ્હે

 7. સુંદર પ્રેરક વાર્તા. લેખક પાસે આવી સીધી,સાદી,સરળ અને સ્ંક્ષીપ્ત વધુ વાર્તાની અપેક્ષા.
  સ્ત્રીઓમા કે પુરુશોમા આ ખામીઓ હોવાની જ! ખેલદીલીથી આવી નાની મોટી ભૂલોને ક્ષમ્ય કરવાનો અભાવ જ અંતે આવી ઘટના સર્જે.

 8. Mukund P Bhatt says:

  I pray god for early recovery of Shri Mrugeshbhai from the illness.

 9. Vaishali says:

  Get well soon Mrugeshbhai.

 10. RINA says:

  get well soon Mrugesh bhai

 11. BHUPENDRA PATEL says:

  WISHING A SPEEDY RECOVERY FOR MRUGESHBHAI.

  I PRAY TO GOD FOR HIS SPEEDY RECOVERY.

 12. pooja parikh says:

  મ્રુગેશભાઇ માટે દિલથી પ્રાર્થના.. બધા વાંચકોની પ્રાર્થનાનો ભગવાન જરુર જવાબ આપશે..

 13. Rupal says:

  Get well Soon Murgeshbhai!!!

 14. dr r .k . bhansali says:

  Get well soon mrugeshbhai.

 15. rajendra shah says:

  superb story……congrats

 16. Jayesh Suthar says:

  નારી ની ગેરહાજરી મા તેની કીમત સમજાય.ફરી રડવાનો અર્થ નથી.સારી વાર્તા.

 17. Amrutlal Hingrajia says:

  અચાનક આવેલા મૃગેશભાઈની તબિયતના સમાચાર આંચકો આપી ગયા.પ્રભુનેં અંત્ઃકરણ પૂર્વકની પ્રાર્થના કે તેઓ જલદી સાજા સારા થઈ આપણી વચ્ચે ફરીથી કર્યરત થઈ જાય.

 18. Asha.Popat Rajkot says:

  માનવ માત્રએ જતુ કરવાની ભાવના કેળવવી જરુરી. જીવનને સરળ બનાવવાનો સારો ઉપાય જ આ. આવી વર્તા વાચી બીજાના દોશ દેખાય નહી તેવી કોશિશ કરીશુ તો વાર્તા વાચ્યા નો અર્થ.

 19. Darshit says:

  ઍ પણ એક યોગાનુયોગ જ છે ને કે રીડગુજરાતી પર નો મૃગેશ ભાઈ નો અંતિમ લેખ બ્રેઇન હેમરેજ પર નો જ હતો.

  મૃગેશ ભાઈ, તમારુ ગુજરાતી ભાષા પ્રત્યે નુ યોગદાન કદી નહિ ભુલાય.

  પ્રભુ મૃગેશ ભાઈ ના આત્મા ને શાંતિ આપે તેવી જ પ્રાર્થના.

 20. superb story says:

  ખરેખર વાચવા નિ ખુબ જ મજા આવિ.

 21. matang says:

  ખુબ સરસ

 22. komal says:

  સંવેદના સભર વાતાઁ ….સાચે પુરુષો * સમજવુ જોઈએ કે વાંક પાડવા સહેલા છે… પણ કામ કરે એને ખબર પડે……specially house wife ne…heart ttouching story……….

  Komal Pandya

 23. Nausad says:

  રડાવિ દિધા..!! સાહેબ અમને

 24. SHARAD says:

  ath ?excellent story. who is responsible ….life or death

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.