મૃગેશભાઈની તબીયત વિશે…

પ્રિય વાચક મિત્રો,

નમસ્કાર,

આપનામાંથી ઘણા મિત્રોને જાણ થઈ હશે કે મૃગેશભાઈને તા. ૧૯ મે ના રોજ રાત્રે બ્રેઈન હેમરેજ થયું હોઈ તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવા પડ્યા. તા. ૨૦ મે ના રોજ વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં ન્યૂરોસર્જન દ્વારા કરાયેલા તેમના ઓપરેશન બાદ આજે તેમની તબિયત સુધારા પર જણાઈ રહી છે, જો કે તેઓ હજુ આઈ.સી.યુમાં ઓબ્ઝર્વેશનમાં જ છે અને લગભગ ૪૮ થી ૭૨ કલાક બાદ જ તેમની સ્વસ્થતા વિશે ડોક્ટર કહી શક્શે. ન્યૂરોસર્જરી એક ખર્ચાળ અને લાંબો સમય માંગી લેતી સારવાર છે. મૃગેશભાઈને લાંબી અને ખર્ચાળ સારવારની જરૂર છે / લાંબા સમય સુધી જરૂર રહેશે એમ જણાય છે. આ કારણથી તેમને આર્થિક મદદની જરૂર છે.

આ સમગ્ર સારવારનો કુલ ખર્ચ લગભગ ચારથી પાંચ લાખ થશે, તેમની સારવાર માટેના ખર્ચનું આ બેંક ખાતું તેમના મામા સંભાળે છે અને આ ખાતાને જાળવવાની સમગ્ર જવાબદારી તેઓની છે. વધુ જાણકારી માટે તેમનો સંપર્ક +91-9819093190 એ નંબર પર કરી શકાય છે. સુજ્ઞ વાચકવર્ગને વિનંતિ છે કે આ સારવાર માટે શક્ય એટલી મદદ કરે.

બેંક ખાતાની માહિતી આ મુજબ છે.

Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBIN0280486

આપ સૌનો આભાર અને મૃગેશભાઈને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી વહેલા સાજા કરવાની ઈશ્વરને પ્રાર્થના.

જીજ્ઞેશ અધ્યારૂ / તન્મય પારેખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

82 thoughts on “મૃગેશભાઈની તબીયત વિશે…”

Copy Protected by Chetan's WP-Copyprotect.