Archive for June, 2014

શાળામાં પ્રવેશ.. (નવલિકા) – પ્રજ્ઞા પટેલ

{‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર} નિરાલી તો નાનપણથી ખટપટ. નિતાંત નિરાળી. નિરાલીબહેનને સ્કૂલમાં દાખલ થવાનું હતું. બાળમંદિરનાં બે બે વર્ષ તો હેમખેમ પાર કરી દીધેલાં. એમાં પણ ઘણી ગમ્મતના પ્રસંગો બનેલા. બહુ મોટી ને જાણીતી નહીં, પણ સારી, સારા વાતાવરણવાળી, શિક્ષણ સાથે સારું સંસ્કાર સિંચન કરતી શાળામાં એને મૂકવી એવું ઘરનાં બધાંએ નક્કી કરેલું. આરાધના વિદ્યામંદિર પર […]

રોબૉટ જેવા માણસો – હાર્દિક રાવલ

[હાર્દિકભાઈ રાવલ મુ. પો. ખોપાળા, તા ગઢડા, જી. ભાવનગરના છે અને સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આસિસ્ટન્ટ ઑડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે. સાહિત્ય અને વિજ્ઞાન તેમના રસના વિષયો છે. તેમનું ‘શબ્દની સુવાસ’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયુઁ છે અને ભાવનગરના પગદંડી સમાચારમાં તેઓ ‘માણસ માણસ રમીએ’ કૉલમ લખે છે. પ્રસ્તુત ચિઁતન રીડગુજરાતીને પાઠવવા અને પ્રસ્તુત કરવાની […]

શું વિચારો છો તે નહીં, શું માનો છો તે વધુ મહત્વનું છે – શ્રુતપ્રજ્ઞ સ્વામી

[ ડિસેમ્બર ૧૯૬૬માં ભૂજમાં જન્મેલા, આજના સમયના પ્રતિભાશાળી આધ્યાત્મિક વક્તા અને હકારાત્મક વિચારોના તથા યોગ અને ધ્યાન ક્રિયાઓના પ્રેરણાદાયી સન્યાસી શ્રી શ્રુતપ્રજ્ઞ સ્વામી ‘પીસ ઑફ માઈન્ડ’ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા જૈનધર્મ અને તેના સિદ્ધાંતો વિશે માર્ગદર્શ આપે છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ […]

અસ્મિતાપર્વઃ૧૭ (ભાગ-૨) મુકુન્દરાય પારાશર્ય વિશે.. – મીનળ દવે

[ પ્રતિવર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પૂ. મોરારિબાપુના સાંનિધ્યમાં મહુવા ખાતે યોજાતા અસ્મિતાપર્વના કેટલાક ચૂંટેલા સારરૂપ વક્તવ્યોનું આપણે અહીં રસપાન કરીએ છીએ. ચાલુ વર્ષે શ્રી મીનળ દવે દ્વારા સર્જક વિશેષ પરિચયમાં શ્રી મુકુન્દરાય પારાશર્ય વિશે આપેલ વક્તવ્ય આજે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલાક અન્ય વક્તવ્યો પણ આપણે સમયાંતરે માણતાં રહીશું. – રીડગુજરાતી.] આદરણીય બાપુ તથા […]

વાંચન : ઘટ્યું છે, પણ અટક્યું નથી… – મૃગેશ શાહ

છેલ્લા કેટલાંક વર્ષોમાં ટૅક્નૉલૉજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. રોજબરોજનાં આપણાં કેટલાંય કામ હવે એવાં થઈ ગયાં છે કે જે કદાચ આપણે કોમ્પ્યુટર કે સ્માર્ટફોન વગર ન કરી શકીએ. બિલ ભરવાની લઈને બૅન્ક એકાઉન્ટ સુધી અને ટિકિટ બુક કરાવવાથી લઈને શૉપિંગ સુધીનાં દરેક ક્ષેત્રમાં ટૅક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ આજકાલ જોવા મળે છે. આજે તો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.