સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા..

મિત્રો,

સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા રવિવાર, તા. ૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, સરનામું છે,
૭, ગીતાપાર્ક સોસાયટી, બ્રાઈટ સ્કુલની પાછળ, વી. આઈ. પી. રોડ, કારેલીબાગ. વડોદરા.

મૃગેશભાઈના અકાળ મૃત્યુથી ઓનલાઈન ગુજરાતી વાંચનનો એક આખોય વર્ગ સ્તબ્ધ છે અને સમસ્ત સાહિત્યજગત અત્યંત આઘાતમાં છે, રીડગુજરાતી.કોમ પર તથા અન્ય બ્લોગ્સ / વેબસાઈટ્સ પર, ફેસબુક પર, ફોન દ્વારા અને ઈ-મેલ દ્વારા મળી રહેલ શોકસંદેશાઓ તન્મયભાઈના માધ્યમે તેમના પિતાજી સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. આવા કપરા કાળમાં આપણે સૌ તેમની સાથે, તેમના પડખે છીએ એ વાતનો વિશ્વાસ તેમને કરાવી રહ્યા છે. સૌને હ્રદયપૂર્વક નતમસ્તક..

આભાર,

જીજ્ઞેશ અધ્યારૂ / તન્મય પારેખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

44 thoughts on “સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા..”

Copy Protected by Chetan's WP-Copyprotect.