મિત્રો,
સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા રવિવાર, તા. ૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, સરનામું છે,
૭, ગીતાપાર્ક સોસાયટી, બ્રાઈટ સ્કુલની પાછળ, વી. આઈ. પી. રોડ, કારેલીબાગ. વડોદરા.
મૃગેશભાઈના અકાળ મૃત્યુથી ઓનલાઈન ગુજરાતી વાંચનનો એક આખોય વર્ગ સ્તબ્ધ છે અને સમસ્ત સાહિત્યજગત અત્યંત આઘાતમાં છે, રીડગુજરાતી.કોમ પર તથા અન્ય બ્લોગ્સ / વેબસાઈટ્સ પર, ફેસબુક પર, ફોન દ્વારા અને ઈ-મેલ દ્વારા મળી રહેલ શોકસંદેશાઓ તન્મયભાઈના માધ્યમે તેમના પિતાજી સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. આવા કપરા કાળમાં આપણે સૌ તેમની સાથે, તેમના પડખે છીએ એ વાતનો વિશ્વાસ તેમને કરાવી રહ્યા છે. સૌને હ્રદયપૂર્વક નતમસ્તક..
આભાર,
જીજ્ઞેશ અધ્યારૂ / તન્મય પારેખ
44 thoughts on “સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા..”
જીજ્ઞેશભાઈ,તન્મયભાઈ
તમે અમારા સૌ વતી જે કરી રહ્યા છો એ બદલ ખૂબ આભાર
મૃગેશભાઈ આમ સાવ અચાનક અને અકાળ જતાં રહેશે તેવી કલ્પના ન હતી અને આ વાસ્તવિકતા સ્વીકારવાની મન ના પાડે છે. તેમની ખોટ સ્વજ્નોનેજ નહિ પણ ગુજરાતી સાહિત્ય જગતને પણ છે અને તે પણ જયારે ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને તેના માટે એક ઝનુન કે જે મૃગેશ્ભાઈમાં હતું ત્યારે તેની ખોટ કદિ પૂરાશે નહિ.પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના.
Su lkhu mrugeshbhai ghana varsho thi tmara sahityana lekho ane gujarati bhasha notmaro prem amara dil ma hmesh ni mate jivant rheshe
A very sad loss to Gujarati Sahitya,his service and dedication to our mother tongue will be remembered for long time.
Our hearts go to his parents and family members,in such
difficult time.
we all pray for his soul rest in peace.
મ્રુગેશભાઇ ના મૃત્યુ ના સમાચારે અત્યંત દુઃખ પહોચાડ્યુ છે.એક નવો વિચાર લઇને ગુજરાતી ભાષા ની સેવા કરનાર,નવોદિત સજૅકોને પ્લેટફોમૅ પુરુ પાડનાર આ વિરલાના આત્માને પ્રભુ શાંતિ આપે.
હું ઘણા સમય થી વ્યાવસાયિક કર્યો ને કારણે વાંચનથી દુર રહ્યો. પણ આજે ફેસબુકપર સમાચાર વાચ્યા કે મૃગેશભાઈ હવે આ દુનિયામાં નથી. આ સમાચાર સાભળીને થોડીવાર તો વિશ્વાસ જ નથી બેસતો. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
મૃગેશભાઈના અકાળ અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમનું આ ક્ષેત્રે નિરપેક્ષ મોટું થોઞદાન રહ્યું છે જે સદા અવિસ્મરણીય રહેશે. ઈશ્વર તેમના આત્માને ચિર શાંતિ આપે અને તેમના પિતાશ્રીને આ દુ:ખ સહેવાની શક્તિ આપે એ જ પ્રાર્થના..જય શ્રી કૃષ્ણ !
જેમના નામની આગળ સ્વર્ગસ્થ શબ્દ લખતાં કલમ ને પણ કંપારી છૂટે તેવી યુવા પ્રતિભા અકાળે કાળ માં વિલીન થઈ ગઈ. પ્રભુ તેમના પિતાજી ને પોતાની ટેકણ લાકડી બનવા સર્જાયેલ યુવા પુત્ર ને કાંધ આપવાની વેદના સહન કરવાની અને મૃગેશભાઈ તથા રીડગુજરાતી ના દેશ-વિદેશ સ્થિત લાખો વાંચકોને અણધાર્યો આઘાત સહન કરવાની શક્તિ આપે તે પ્રાર્થના.
Jai Shri Krishna, I will miss him as he has done wonderful job to keep gujrati sahitya live. Very sad to hear.
હું હરીશ મૃગેશ ભાઈ નો લેખ એક અનોખો અનુભવ નું પાત્ર મને મૃગેશ ભાઈ ના અવસાન નું જાણી ને ઘણો આઘાત લાગ્યો છે। તેમણે મને અને મારી ચાલી ના બાળકો ને પુસ્તકો ની અમુલ્ય ભેટ આપી હતી તે હું આજીવન નહિ ભૂલી સકું।
khubaj dukh thayu. Prabhu emna aatmane shanti ape and emna parivarjanone aa dukh sahan karavani shakti ape, ej prarthana.
સાંજના સૂરજને આથમવાની એક ચોક્કસ મુદ્દત હોય છે, પણ માતૃભાષાની જ્યોતને સદા પ્રજવલિત રાખવાની પ્રતિજ્ઞા લેનાર આ ભાસ્કરનું ભરમધ્યે અસ્ત થવું……. આંધળાની લાકડી છીનવાય જાય તેને કઈ સાંત્વના આપવી?
પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ અર્પે અને તેમના પિતાજીને આ દુ:ખદ આધાત સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના…………
ગુજરાતી સાહિત્યને એક ન પુરાય તેવી ખોટ પડી, સાહિત્ય સમર્પિત માણસની કમી ખૂબ જ સાલશે
મૃગેશભાઈના અકાળે અવસાનના સમાચાર જાણી ખૂબ જ દુ:ખ થયું ,ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અંત:કારણપૂર્વકની પ્રાર્થના.
મૃગેશભાઇના આ સમાચાર આજે પણ હું સાચા માની શકતો નથી. આપણી ભાષાનો આ વેબખેડૂ આમ અચાનક આપણને મૂકી ચાલ્યો જાય તે સહન ના થાય તેવી ઘટના છે. એમના પિતાજીને આ ક્ષણે દુરથી પ્રણામ પાઠવું છું, મને મૃગેશભાઇનો પરિચય હું વડોદરા કલેકટર હતો તે દિવસથી હતો, એક અદમ્ય ઉત્સાહ ભરેલો માણસ, એક તરવરાટનું તારતમ્ય જેવું વ્યક્તિત્ત્વ… મને એમની સાથે ગાળેલી કેટલીક ક્ષણો અત્યારે જીવિત થઇ જાય છે…. હું ફરી એકવાર મારી શ્રધ્ધાંજલિ આપું છું. ચાલો, આપણે આપણે મૃગેશભાઇમાંથી પ્રેરણા લઇને ભાષાની સેવા કરીએ….
ભાગ્યેશ જહા.
મૃગેશભાઇના આ સમાચાર આજે પણ હું સાચા માની શકતો નથી. આપણી ભાષાનો આ વેબખેડૂ આમ અચાનક આપણને મૂકી ચાલ્યો જાય તે સહન ના થાય તેવી ઘટના છે. એમના પિતાજીને આ ક્ષણે દુરથી પ્રણામ પાઠવું છું, મને મૃગેશભાઇનો પરિચય હું વડોદરા કલેકટર હતો તે દિવસથી હતો, એક અદમ્ય ઉત્સાહ ભરેલો માણસ, એક તરવરાટનું તારતમ્ય જેવું વ્યક્તિત્ત્વ… મને એમની સાથે ગાળેલી કેટલીક ક્ષણો અત્યારે જીવિત થઇ જાય છે…. હું ફરી એકવાર મારી શ્રધ્ધાંજલિ આપું છું. ચાલો, આપણે આપણે મૃગેશભાઇમાંથી પ્રેરણા લઇને ભાષાની સેવા કરીએ….
ભાગ્યેશ જહા.
it is a great shock and let his soul rest in peace and let us pray for his father to give strength to bear this unbeliveble shock and there will be vaccum in gujarati literature that he contributed for all of us.
શબ્દો રડી પડ્યાં છે .ગુજરાતી ભાષા અનાથ બની ગઈ છે .
હદય દ્રાવક સમાચાર છે. મૃગેશભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાથના. એમના પિતાશ્રીને આ આધાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે .
કીર્તિ
અત્યન્ત આઘાતજનક સમાચાર છે.
પરમક્રુપાળુ પરમાત્મા તેમના આત્માને શાન્તિ આપે અને એમના પિતાને આ આઘાત સહન કરવાની શક્તિ આપે
સીમા
મૃગેશભાઈના અકાળે અવસાનના સમાચાર જાણી ખૂબ જ દુ:ખ થયું ,ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પિતાશ્રીને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને અંત:કારણપૂર્વકની પ્રાર્થના.
RIP Mrugeshbhai.
RIP Mrugeshbhai.
RIP Mrugeshbhai.
mrugeshbhai had kari tame to.. aam chalya javaay..??? plsss come back.. haji e aagat ma thi bahar nathi nikdatu ane man manva taiyaar nathi ke aa bani gayu che..
મ્રુગેશભાઇ ના મૃત્યુ ના સમાચારે અત્યંત દુઃખ પહોચાડ્યુ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પિતાશ્રીને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને અંત:કારણપૂર્વકની પ્રાર્થના.
આજે કંઇક નવું વાંચવાની ઇચ્છા સાથે રીડગુજરાતી ખોલ્યું તો આ આઘાતજનક સમાચાર વાંચવા મળ્યા, ભગવાનને પણ ગુજરાતી શીખવાનું મન થયું હશે શું? ભગવાન તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.એ સિવાય આપણેબીજું કરી પણ શું શકીએ!
મ્રુગેશભાઇ, રતિલાલ ચન્દેરિયા ગુજરાતેી ભાષાના સન્વર્ધકો હતા,એમના જવાથેી ગુજરાતેી ભાષાને પડેલેી ખોટ ચેીર કાળ સુધેી નહેી પુરાય, ભગવાનનેી મરજેી આગળ સૌ લાચાર છે.
પ્રિંટ મિડીયામાંથી ઈલેક્ટ્રોનિક મિડીયામાં હું આવી શક્યો એનો યશ મૃગેશભાઈને છે.
મારા લેખો રીડ ગુજરાતીમાં પ્રકાશીત કર્યા, વિશ્વભરમાંથી વાચકોના પ્રતિભાવો આવ્યા, ઉત્સાહ વધ્યો.
વેબસાઈટ શરૂ કરાવી આપી.
લેખો પ્રકાશીત કરવા માટે કોઈની પાસે રજૂઆત કરવાની જરૂર રહી નહી.
આજે 200થી વધુ સ્વરચિત લેખો મારા બ્લોગ પર સર્જી શકાયા છે.
મૃગેશભાઈના નામની આગળ ડૉ. લખાવું જોઈએ એના બદલે સ્વ. લખવું પડે એ વિધિની વક્રતા નથી શું ?
ગુજરાતી ભાષા માટે આવું ને આટલું મોટું બલિદાન !!!
એંડ્રોઈડ સ્માર્ટ ફોન હોય, કે બ્લેકબેરી, આઈપેડ હોય કે અન્ય કોઈ નવું ગેઝેટ આવે, તેમાં રીડ ગુજરાતી ખુલે ને સરળતાથી વાંચી શકાય એવો પ્રોગ્રામ મહાકઠીન માથાકૂટ કરીને તૈયાર કરી જ દીધો હોય !
પાંચેક વર્ષના ગાળામાં માતા – પુત્ર બન્ને વિદાય લઈ ગયા.
પિતા ધનંજયભાઈના મનોબળને નજીકથી સંવેદ્યું છે, અદ્ભૂત, અવાક !
છેલ્લા આઠ વર્ષના સંબંધમાં સાથે કેટલું બધું ફર્યા, કેટલી બધી વાતો કરી !
ત્રણેય પરિવારજનો સાથે નજીકનો સંબંધ રહ્યો.
ધનંજયભાઈને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે.
મૃગેશભાઈને સદગતિ પ્રાપ્ત થાય એવી શ્રીજી ચરણમાં પ્રાર્થના.
માનવા માં જ નથી આવતું. ભગવાન તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. સાહિત્ય સસિકો ને અનાથ કરી ગયા.
shocked to read this. I got my first poem online published on readgujarati.
Can’t forget his politeness in emails and motivation he gave to a ‘Navodit'(naive)like me.
May god rest peace to his soul. it is indeed a huge loss to gujaratis.
મૃગેશભાઈએ યુવાન વયે જ માતૃભાષાના પ્રસાર માટે પાયાનું તેમ જ નક્કર કાર્ય કરીને ગુજરાતી ભાષાની સેવા કરી છે. તેમના અકાળ અવસાનથી આપણે એક કટિબદ્ધ કાર્યકર ગુમાવ્યો છે. તેમના કાર્યને આગળ વધારવાથી તેમના આત્માને શાંતિ મળશે.
Khamosh fiza thi kahin SAYA bhi nahi tha
Es shehar mein TUMSA koi aaya bhi nahi tha
Kis jurm mein CHEENA gaya HUM se tera Saath,
Tum ne aur Hum ne to kisi ka DIL dukhaya bhi nahi tha
Rest in PEace Mrugeshbhai!!
મ્રુગેશભાઇએ ન ફક્ત સદવિચારો ને પાન્ખો લગાવિને દેશ વિદેશમા વસતા ગુજરાતિઓ સુધિ પહોન્ચતા કરયા પરન્તુ નવોદિતોને પન ઉત્સાહિત કર્યા. એક સેવાયગ્ન પ્રારમ્ભ કર્યો. સમાજના દરેક પ્રશ્નોનુ નિવારન સારા વિચારો અને સદ્ વાન્ચન થકિ સમ્ભવિ શકે. મુલ્યોનુ ઉધ્વિકરન થય તેન અથગ પ્રય્ત્નો તેવોએ કર્યા. પરમ પિતા આવા ઉત્તમ આત્માને પરમ સુખ આપે તેવિ હ્રદ્ય્પુર્વક પ્રાર્થના.
Shu kahevu ? Kai samjatu nathi. Mrugeshbhai tunkaa gaala maa laambu jivi gayaa.gujrati bhashane khot padi.
Its a biggest loss to gujarati literature and language.
mutthi uchera manvi.
He has been inspirational to young generation like us.
Its a time to take over of his work by us.
RIP.
Shu kahevu ? Kai samjatu nathi. Mrugeshbhai tunkaa gaala maa laambu jivi gayaa.gujrati bhashane khot padi.
રિડગુજરાતી, રોજ ની અચુક પ્રવૃતી.. મૃગેશભાઇ ની આ મહેનતે કેટલાય લોકો ને એક જ્ગ્યા ભેગા કરી દિધા. તે મહા માનવ વિશે “સ્વ” કદાચ સાચુ નથી, આ અમર વ્યક્તિઓ છે. જેમને કદી મળ્યા નહી, વાત થઇ શકી નહી છતા પણ કેવી આત્મીયતા કે તેમના પ્રયાણ નુ દુઃખ ખુબ અનુભવાયુ, મન માનવા તૈયાર ન થાય તેવી સ્થિતી..
સારા સમાચારની આશાએ વેબપેજ ખોલ્યું,ત્યાં આ આઘાતજનક બીના વિષે જાણવા
મળ્યું. બીજો આઘાત એ લાગ્યોકે હું અઠવાડિયું, અંધારામાં જ રહ્યો.
એક અંગત સ્વજન ગુમવ્યાનું દુઃખ અનુભવી રહ્યો છું. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.
મૃગેશભાઈના આત્માને પરમ શાંતિ આપે. તેમનાં પરિવારને આ આઘાત જીરવવાની
શક્તિ આપે તેવી અભ્યર્થના સાથે.
આઘાતજનક સમાચાર.પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.મૃગેશભાઈના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.
રિડગુજરાતના વાચકો આ સાઈટ વાંચતા રહે તેજ તેઓના આતમાને શ્રધાજલિ.
મ્રગેશભાઇ, આજે આગળ સ્વ લગાડતા મન નથી માનતું. સાચે જ ઘણાં ટુંકાગાળામાં ગુજરાતીઓને એક વેબસાઇટની અમુલ્ય ભેટ અર્પણ કરી જાણે અન્ય લોકમાં અધુરૂ કાર્ય પૂર્ણ કરવા ડેપ્યુટેશન પર પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થઈ રહીછે. સ્વ.મૃગેશભાઈના આત્માને પ્રભુ હંમેશ પરમ શાંતિ આપે એજ પ્રાર્થના
ધનન્જય્અભાઈ
I have been reading lituaratue on this website.Your son was a shining Sun of Gujarati Literature.I cried when I have heard about this news and your family situation.May god bless you to bear this loss.Please dont hesitate to let us know if any help we all can offer.
Regards
Anand
Shu kahevu ? Kai samjatu nathi. mrugeshbhai had kari tame to.. aam chalya javaay..???
ઘણુ જ દુઃખદ.