આર્ટ ઈઝ બિયૉન્ડ પ્લાન – સોનલ પરીખ 

દેશવિદેશના વાંચનપ્રેમીઓ માટે પહેલી ગુજરાતી વૅબસાઇટ ‘રીડગુજરાતી.કૉમ’ શરૂ કરનાર સાહિત્યપ્રેમી-જીવનપ્રેમી મૃગેશ શાહ ૩૬ વર્ષની ભરયુવાન વયે બ્રેન હેમરેજથી અવસાન પામ્યા તે ઘટના ગુજરાતી પ્રજાને ધ્રુજાવી ગઈ છે.

વિશ્વ માતૃભાષા દિવસે એક અહેવાલ જણાવે છે કે છેલ્લી ત્રણ પેઢીમાં વિશ્વની ૨૦૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે, ૫૩૮ ગંભીરપણે લુપ્ત થવાને આરે છે. ૫૦૨ લુપ્ત થવાના રસ્તે છે. ૬૩૨ નાશ પામશે તેવાં એંધાણ છે અને ૬૦૭નું ભવિષ્ય અસલામત છે. ટૂંકમાં વિશ્વમાં બોલાતી છ હજાર ભાષાઓમાંથી બે હજાર નાશ પામે એવી પૂરી સંભાવના છે. યુનેસ્કોના ડિરેકટર જનરલ કોઈચીરો માત્સુરાએ આ સંદર્ભે કહ્યું છે કે ભાષા જ્યારે લુપ્ત થાય છે ત્યારે તેની સાથે જોડાયેલો એક સાંસ્કૃતિક વારસો અને પરંપરા પણ લુપ્ત થાય છે.

ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી છે ? અત્યારે તો બાળકોને દાદા-દાદી પોતે પણ ગુજરાતી શીખવું તો પડે છે. નવી પેઢીના તો દાદા-દાદી પોતે પણ અંગ્રેજીભાષી હશે. જાણીતા ચિંતક ગુણવંત શાહના શબ્દો યાદ આવે છે. ‘તમે ભોળા માણસ છો. તમારા સંતાનોનાં સંતાનો ગુજરાતી વાંચવાં-લખવાનું તો જાણતાં જ નથી અને બોલે છે પણ અડધુંપડધું, પરાયુંપરાયું ગુજરાતી. માતૃભાષાના ધીમા મૃત્યુની શરૂઆત થઈ ચૂકી છે.’

ગુજરાતીભાષા વિશે આવી ચિંતા જરા જુદી રીતે દસેક વર્ષ પહેલાં વડોદરાના મૃગેશ શાહના મનમાં પણ જાગી હતી. નવી પેઢીને માતૃભાષાનો સંસ્કારવારસો પહોંચાડવાનું વલોણું તેના મનમાં એવું ચાલ્યું કે તેમાંથી ગુજરાતી ભાષાની પહેલી વેબસાઈટ www.readgujarati.comનો જન્મ થયો. એટલે હાથે મૃગેશભાઈએ આ વેબસાઈટ દ્ધારા ઑનલાઈન મેગેઝિન ચાલુ કર્યું જેના આજે રોજના ૮૦૦૦ જેટલા વિઝિટર્સ છે. ૫૦૦૦ થી વધુ લેખો, એમાંનો કોઈ પણ લેખ એ જ ક્ષણે એક જ ક્લિકે વાંચવાની સુવિધા સાથે ઉપલબ્ધ છે, ઉપરાંત રોજ બે નવા લેખ ડાઉનલોડ થાય. વાચકને એક પૈસાનો ખર્ચ નહીં. ફક્ત એક ક્લિક અને વિચારોનો ખજાનો ‘ખૂલ જા સિમ્સિમ’ની જેમ ખૂલી જાય.

મૃગેશભાઈનો જન્મ નવમી જુલાઈ, ૧૯૭૮માં. તેમના પિતાનું નામ ધનંજયભાઈ ઠાકોરભાઈ શાહ. માતા કોકિલાબહેન. કોકિલાબહેનના મૃત્યુ પછી એકમેકના આધારે જીવતા પિતા-પુત્રમાંથી હવે પુત્ર પણ ચાલ્યો ગયો છે. ભર્યા સંસારમાં સાવ એકલા પડેલા આ નિવૃત્ત બેંક અધિકારી ભાંગી તો પડ્યા છે, પણ દીકરાની રીડગુજરાતી પ્રવૃત્તિને ચાલુ રાખવા કટિબદ્ધ છે. ‘મૃગેશ નાનો હતો ત્યારથી બધાથી અલગ રીતે વિચારતો. યુવાન થયો ત્યારે પુરાણો – ઉપબિષદો સહિત ઘણું બધું પચાવી ગયેલો. કમ્પ્યુટર એપ્લિકેશનનો સ્નાતક થયો, સીએના વિદ્યાર્થીઓ માટે ઈંફર્મેશન ટૅક્નૉલૉજીનાં ત્રણ પુસ્તકો લખ્યાં, ઉપરાંત ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઑફ ઈંડિયામાં વિઝિટિંગ ફૅક્લટી તરીકે લેક્ચર્સ આપતો. રીડગુજરાતી શરૂ કરવાનો વિચાર તેને આ દરમિયાન જ આવેલો !’ તેઓ કહે છે.

એક મુલાકાતમાં રીડગુજરાતીના જન્મની વાત કરતા મૃગેશભાઈએ કહ્યું હતું કે મારી આસપાસ રૂટિનથી ત્રસ્ત પરિવારોને જોતો. વાંચવાની ટેવ નહીં, નવા તાજા વિચારોને અવકાશ બહીં. પ્રશ્રો ઊભા થાય તે યોગ્ય રીતે ઉક્લે નહીં. ઊલટા વધતા જ જાય. એક વાર ક્લાસમાં ભણાવતો હતો. સામે યુવાન ગુજરાતી ચહેરા. મેં ગુજરાતી પુસ્તકો અને વાચનની વાત કરી તો મોટા ભાગનાની પ્રતિભાવ એવો હતો કે એ બધું બોરિંગ છે. હું ઘણા સમય સુધી આ પ્રસંગને ભૂલી શક્યો નહીં. કોઈ ઈનોવેટિવ રસ્તો હોય તો જ આ પેઢી વાંચે. મને તો કમ્પ્યુટર આવડે. બીજું કંઈ જાણું નહી. થયું, એક ગુજરાતી વેબસાઈટ ચાલુ કરું. તેના પર આ પેઢીને વાંચતી કરું.

પણ આજથી થોડાં વર્ષ પહેલાં આ કામ ઘણું કપરું હતું. બારમા ધોરણની યુવકભારતી માટે લખેલા એક ખાસ લેખમાં મૃગેશભાઈએ ઈંટરનેટ પર પ્રાદેશિક ભાષાઓ લખાતી-વંચાતી થઈ તેની રસપ્રદ કડીબદ્ધ માહિતી આપી છે. તેઓ કહે છે કે જો ચક્રની શોધ માનવીનું પહેલું વિરાટ કદમ ગણાય, તો મુદ્રણયંત્રની શોધને બીજું ને ઇ-વર્લ્ડને ત્રીજું વિરાટ કદમ ગણવું જોઇએ. તેની શરૂઆત અંગ્રેજીથી થઈ કારણ કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ ઇંટરનેટ ઉપલબ્ધ છે પણ થોડાં વર્ષ પહેલા હિન્દીમાં વેબસાઇટ તૈયાર કરવાનું કામ નાકે દમ લાવી દેનારું પુરવાર થયું હતું. ડાયનેમિક ફોન્ટ અને યુનિકોડના આગમનને તેઓ પ્રાદેશિક ભાષાના સુવર્ણયુગ તરીકે ઓળખાયે છે. ભાષા ઇન્ડિયા.કોમે પ્રાદેશિક ભાષાઓમાં લખવું શક્ય બનાવ્યું, ૨૦૦૫ માં બ્લોગની શરૂઆત, તેનું વેબસાઇટથી પણ વધી ગયેલું પ્રચલન, રીડ ગુજરાતી માટે ઉપયોગી બનેલું ઑપેરામીની વેબ બ્રાઉઝર – આ બધી માહિતી વિદ્યાર્થીઓ, કૉમ્પ્યુટરના જાણકારો અને કૉમ્પ્યુટરથી અજાણ્યાઓ તમામને રસ પડે ને અચંબો પમાડે તેવી રીતે મૃગેશભાઈએ મૂકી છે.

૨૦૦૫ની નવમી જુલાઈએ પોતાના ઘરના બેઠકખંડમાં પોતે વસાવેલાં થોડાં પુસ્તકોના સથવારે મૃગેશભાઈએ પોતાના કમ્પ્યુટર પર રીડગુજરાતી. કોમ શરૂ કર્યું, જે આજ સુધી ત્યાંથી જ તૈયાર થાય છે. જે કંઈ સારું વાંચવામાં આવે તેનો ગમતાનો ગુલાલ કરવાની નેમ. પુસ્તકો-સામયિકોનું વાંચન, ચયન, ટાઈપિંગ-ફોર્મેટિંગ બધું મૃગેશબાઈ એકલે હાથે કરે. ટેક્નૉલૉજીના વિકાસની સામે રીડગુજરાતીનું માળખું પણ બદલાતું જાય. તેનું મોબાઈલ વર્ઝન પણ તેમણે બનાવ્યું હતું. શિક્ષિત, બૌદ્ધિક, ઑફિસના લંચાવર્સમાં કે મુસાફરીમાં સરાસરી નજરે હળવું, ટૂંકું, પ્રેરક લખાણ વાંચતા, તરત જ પ્રતિભાવ મોકલતા અને ન ગમતા બ્લોગ-સાઇટને ‘ક્લોઝ’ કરી દેતા યુવા સાઇબર વાચકથી માંડી જમાનાની સાથે તાલ મિલાવતા પ્રૌઢો-વડીલો પણ શોખથી રીડગુજરાતી વાંચે. મૃગેશભાઈએ વેબવર્લ્ડને અન્ય માદ્યમોનું પ્રતિસ્પર્ધી નહીં પૂરક માન્યું હતું. ઈન્ટરનેટને તેઓ કેળવણીનું પ્રસન્ન વિચારવિકાસનું, પ્રેરણાનું અને વાચનની અનેક શક્યતાઓનું માધ્યમ બનાવી શક્યા હતા. છેલ્લી પાંચ મેની પોંસ્ટમાં તેમણે ‘રીડગુજરાતી એંડ્રોઈડ’ એંપ ડેવલપ કરવા માગે છે તેની વાત કરી હતી.

રીડગુજરાતીએ માતૃભાષાને વૈશ્વિક સ્તર આપ્યું છે. તમામ જાણીતા અખબારો, સામયિકો, રેડિયો અને ટીવી માધ્યમોએ તેની નોંધ લીધી છે. ‘ઊનાળાના બળતા દિવસે લીમડાનો હર્યોભર્યો છાંયો માણસને જે શાંતિ આપે તે શાંતિ મારે રીડગુજરાતી દ્ધારા આજના સ્ટ્રેસકૂલ-હાર્ડવર્કિંગ લોકોને આપવી છે.’ કહેતા મૃગેશભાઈએ રીડગુજરાતીને નવી કલમોને હંમેશાં આવકારી હતી. તેના રોકડ ઈનામો અને અન્ય ખર્ચ ડોનેશનની રકમમાંથી નીકલતા. ખૂટે તો ગાંઠના ગોપીચંદન થતાં. મૃગેશભાઈ માનતા કે સારા કામને સહકાર મળી જ રહે છે. રીડગુજરાતી ઈઝ સ્પોંસર્ડ બાય ગોડ. લેખનને તેઓ માત્ર એક કલા નહીં. પણ જીવનની એક જિંદગીમાં અનેક જિંદગીનું કામ કરી, જાણે અવતારાકાર્ય પૂરું થયું હોય તેમ ચાલ્યા ગયા છે. રીડગુજરાતી ચલાવી પુત્રના આત્માને શાંતિ આપવા માગતા તેમના પિતાની પડખે શું આપણે નહીં ઊભા રહીએ ?

– સોનલ પરીખ (જન્મભૂમિ પ્રવાસી, રવિવાર તાં.  ૮ જૂન ૨૦૧૪)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા..
વાંચન : ઘટ્યું છે, પણ અટક્યું નથી… – મૃગેશ શાહ Next »   

25 પ્રતિભાવો : આર્ટ ઈઝ બિયૉન્ડ પ્લાન – સોનલ પરીખ 

 1. deepak solanki says:

  સોનલબેન હું અને મારા જેવા ઘણા વાંચકો તેમની સાથે જ છીએ… જરુર પડે તો મેઇલ કે ફોન કરવામાં આવશે તો જરુર મદદ કરીશું… મૃગેશભાઇએ આંબા જ વાવ્યા છે એટલે કેરીઓ તો મળવાની જ છે…

 2. jignisha patel says:

  સોનલબેન, હું પણ એવી જ આશા રાખ છું કે મ્રુગેશજી નુ આ રીડ ગુજરાતી ચાલતુ રહે, તેમના પિતા તેમના દિકરા નુ આ સ્વપન પુરુ કરશે તો અમારી શુભેકામના તેમની સાથે જ રહેશે, અને તેમને ક્યારેય પણ જરુર પડે તો મને મને મેઈલ કરી શકે છે.

 3. Himen Patel says:

  ખરેખર મૃગેશભાઇએ જે કામ કર્યુ છે તે ખુબ સરસ છે. મને પણ મૃગેશભાઇની જેમ ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ ગવૅ છે. મૃગેશભાઇ આપણી યાદો મા કાયમ રહેશે. હુ સઉદી અરેબિયા મા ઇજનેર છુ અને આ વેબ સાઇટ નો નિયમિત વાચક છુ.

 4. haa ji ame bilkul emni padkhe j chiye kyaay pan amari jarurat padse ame tamara kaam ne pahelu pradhanya aapishu… readgujarati bandh naa thavu joiye… e mara mate ek sahitya nu mandir samaan che… plz mane contact karva vinanti che.
  hinakulal@gmail.com

  mara thi banti hu purikoshish karis…

  my pleasure

 5. Anand says:

  sonal ben hu ane mara mitro emni sathe j chhiye . apni matrubhsha ne bachavva atlu karvu j rahyu , ane ej sachi Mrugesh bhai ne SHRADDHANJALI kehway. emnu sharu karelu kam na atke ..

 6. Hassan Ali Wadiwala says:

  Sahkarkarvo,sath apwo atle man ane dhan thi bane te badhu karwu
  Ahin Pakistan Khate gujrati na hova barabar che
  Parantu USA ma jive che
  USA ma very often nana mota gathering thata hoy Che
  Jo USA maa amuk
  loko himmat kare to gathering ma fund jama Thai
  Je fund thaki. Read Gujarati chal tu rahe
  Me and late Mrugesh had e mailed for android app.
  Sister sonal if you people are interested my grand son can do it volunteerily
  My landline phone number is 92 213 663. 1640

 7. તરંગ હાથી says:

  સોનલબેન,

  “રમુજી ટુચકા” સંકલીત ટુચકાથી હું રીડ ગુજરાતી સાથે જોડાયો. મૃગેશભાઇની માંગણીને અવિરત પૂર્ણ કરતો રહ્યો. “વિસરાઇ ગયેલી બાળ રમતો” લેખ સાથે રીડગુજરાતીમાં લેખો આપ્યા. માર્ચ-૨૦૧૪ના મૃગેશભાઇનો ફોન આવ્યો કે થોડા ટુચકા મોકલજો. સમયના અભાવે તેમને વોટ્સએપના માધ્યમથી મોકલ્યા.

  મૃગેશભાઇની તબીયતના સમાચાર અને અવસાનના સમાચાર હલબલાવી ગયા. સામાન્ય રીતે હું મોબાઇલ પર પાંચ મિનિટથી વધારે સમય વાત નથી કરતો પરંતુ મૃગેશભાઇ સાથે મોબાઇલ પર કાયમ ૪૦ મિનિટ વાત તો થતી જ.

  મૃગેશભાઇનું સ્વપ્ન રીડગુજરાતી.કોમ સાથે આજે પણ જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. હજી પણ ઘણું આપવાનું છે. અગાઉ મૃગેશભાઇના મેઇલ પર સાહિત્ય મોકલતો, હવે તે કેવી રીતે મોકલવું તે જણાવશો. રીડગુજરાતીને હવે આપણે ધબકતું રાખવું છે.

  પરમ કૃપાળુ પરમાત્મા મૃગેશભાઇના પુણ્યાત્માને શાશ્વત શાંતિ બક્ષે તેવી અપેક્ષા સહ,

  તરંગ હાથી
  ગાંધીનગર.

  • Daxa Zaveri says:

   please let us know what can we do to keep READGUJRATI live?
   I am ready..
   May God give strength and energy to Mrugeshbhai’s father to keep Mrugeshbhai’s dream live.

   thansk,
   Daxa.

 8. Mahendra Mavani says:

  I am confident that we can find at least 100 people (readers of this website) who are committed and willing to take next step towards keeping ReadGujarati alive. All we need is vision, guidance and concrete actionable plan to make it happen.

  In past, I have recommended model similar to wikipedia where the actual work is coordinated among multiple volunteers. I still believe that is the best way to keep up with the efforts. In my experience, it is best to start with minimum viable solution and let it grow organically as needed.

  To summarize it again, all we need is a team of moderator/reviewers and open ended team of volunteers. Volunteers earns credit with their work/contribution that facilitates their move into moderator team. Team coordinates with each other through shared drives like GDrive or Dropbox. Workflow would look like
  – Moderator layout plan for what articles they wish to publish (like name of book, page number or scanned images of orginal articles).
  – Volunteer picks the task and transcribe them into typed article and submit for review
  – Reviewer (could be moderator as well) will proof read and ensure they are good to publish and puts them into either automatic or manual publication schedule
  – Volunteer gets credit for quality work and same can be use to promote them as reviewer

  How does that sounds to others? I am available to help with this initiative if we all agree that is the path we want to take going forward.

 9. Nitin says:

  ગુજ્રાતી ભાશાનુ ગૌર વ કેમ જ્ળવાય તેની દરકાર રાખનાર તેના ભગિરથ કાર્ય ને અધુરુ મુકિ ને ચાલ્યો ગયો.તેના આ યગ્ન ને આગળ ધપાવવનિ
  હવે જરુર છે.જેથિ તેમના આત્મા ને શાન્તી મળૅ.આ દિશામ સહુ શુભેચ્છ્કો કાર્ય કરે તેજ તેમના પ્રતિ શ્રધાન્જલિ

 10. Bhumika Modi says:

  સોનલબેન્,
  મ્રુગેશભાઇએ ન ફક્ત સદવિચારો ને પાન્ખો લગાવિને દેશ વિદેશમા વસતા ગુજરાતિઓ સુધિ પહોન્ચતા કરયા પરન્તુ નવોદિતોને પન ઉત્સાહિત કર્યા. એક સેવાયગ્ન પ્રારમ્ભ કર્યો. સમાજના દરેક પ્રશ્નોનુ નિવારન સારા વિચારો અને સદ્ વાન્ચન થકિ સમ્ભવિ શકે. મુલ્યોનુ ઉધ્વિકરન થય તેન અથગ પ્રય્ત્નો તેવોએ કર્યા. પરમ પિતા આવા ઉત્તમ આત્માને પરમ સુખ આપે તેવિ હ્રદ્ય્પુર્વક પ્રાર્થના.

 11. Bhumika Modi says:

  સોનલબેન્,
  મ્રુગેશભાઇએ ન ફક્ત સદવિચારો ને પાન્ખો લગાવિને દેશ વિદેશમા વસતા ગુજરાતિઓ સુધિ પહોન્ચતા કરયા પરન્તુ નવોદિતોને પન ઉત્સાહિત કર્યા. એક સેવાયગ્ન પ્રારમ્ભ કર્યો. સમાજના દરેક પ્રશ્નોનુ નિવારન સારા વિચારો અને સદ્ વાન્ચન થકિ સમ્ભવિ શકે. મુલ્યોનુ ઉધ્વિકરન થય તેન અથગ પ્રય્ત્નો તેવોએ કર્યા. પરમ પિતા આવા ઉત્તમ આત્માને પરમ સુખ આપે તેવિ હ્રદ્ય્પુર્વક પ્રાર્થના.

 12. sweta says:

  Mrugeshbhai na aa sadkarya ne chalu rakhava je kai pan sahkar mara taraf thi aapi shakay e hu aapish. Mane mara email id par tame contact kari sako..

 13. Govind Panchal says:

  Thanks.

 14. સંજય ઉપાધ્યાય says:

  વેબસાઈટ ચલાવવા માટે પૈસા ઉપરાંત ઘણી બધી બાબતો અને તાંત્રિક જાણકારી તથા અન્યોના સહકારની જરૂર પડે. લાંબા સમય માટે ચાલી શકે એવું તંત્ર ઉભું કરવું એ મોટો પડકાર છે. મૃગેશભાઈએ પણ આ અનુભવ્યું હશે જ. બધાનો સહકાર તો જરૂરી છે પણ આ કાર્ય માટે એક સમર્પિત વ્યક્તિની પણ જરૂર પડે. મૃગેશભાઈના પિતાશ્રી પણ આ જાણતા હશે. આશા રાખીએ કે આ મહાયગ્નને પ્રજ્વલિત રાખવા ગુજરાતીપ્રેમીઓ યથાશક્તિ આહુતિ આપશે.

 15. sandip says:

  thank you & all with you.

 16. Mamtora Raxa says:

  Sonal bahen kharekhar mrugeshbhainaa aa satkaaryane chaalu raakhvu a sau gujarationi faraj che.hu marathi bantu karva prayaas karish aashre dodhek mahina pahelaa maari pratham vaartaa ghadiyaalnaa takoraa prakaashit thai tyaare khub j khushi thai hati.mara jeva nvodit sarjako maate mrugeshbhai masiha saman hata.

 17. J.M.Ojha says:

  Shocked to learn of Mrugeshbhai’s untimely demise at a very young age. Rarely do we find a person who spends his youthful and most productive years and also much of his money for such a ‘wasteful’ and unpaying activity – to promote love of language and literature- and to encourage new writers.

  May God bless him.

  J.M.Ojha

 18. Ami Patel says:

  I am ready to be volunteer/reviewer. can spare 2 hours a week.
  Let me know if that is useful. I can be reached at amipdot06@gmail.com

  FYI: મારી ગુજરાતી જોડણી ઘણી સારી છે.

  But I am not so good yet in gujarati typing.
  -Ami

 19. purvi says:

  શ્રી મૃગેશભાઈની યાદ આવતાં આજે પણ ન સમજાઈ તેવી પીડા મનમાં ઉભરાઇ આવે છે. જે કાર્ય મૃગેશભાઈ કરી ગયા તે કાર્ય ભાગ્યેજ કોઈ કરી શકશે.હજુ પણ તેમનો બ્લોગ અને અમારો આ કૂવો નિરંતર મીઠા પાણીની સરવાણી વહાવતું જ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું.કારણ કે મૃગેશભાઇનો આત્મા આજ કૂવામાં વસેલો છે. જો આપણે સૌ મિત્રો આ કૂવાના પાણીને વાસી ન થવા દઈએ તો આપણે સાચા હૃદયથી મૃગેશભાઈને આપણી વચ્ચે જ રાખી શકીશું. અહીં જીવંત શબ્દ નથી વાપરતી કારણ કે જે ખરા અર્થમાં મૃત્યુ પામ્યું હોય તેના માટે આ શબ્દ વાપરી શકાય. પરંતુ જે આપણી સાથે છે, ગુજરાતી ભાષા માટે કામ કરતાં સમસ્ત લેખકોની સાથે છે તેમને આ શબ્દની શી જરૂર છે?

 20. jogen maniar says:

  મ્રુગેશ્ભઈ ના આત્મા ને પ્રભુ શાન્તિ આપેે

 21. Khyati Raval says:

  I am with you.please let me know if I can help with anything.Thank you

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.