Archive for July, 2014

પુસ્તકો ખરીદીએ, વાંચીએ અને સ્વજનને ભેટ આપીએ – રોહિત શાહ

[આજનો લેખ શ્રી રોહિત શાહના પુસ્તક ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર] પુસ્તકના પ્રેમમાં પડવું એ પરમાત્માના પ્રેમમાં પડવા જેવી પુણ્ય ઘટના છે. વાચનનો શોખ આપણી પાછલી અવસ્થાને, આપણી એકલતાને અને આપણી અંગત સમસ્યાઓને કાબૂમાં રાખે […]

તરુણોને કુટુંબ અને સમાજજીવનના પાઠ શીખવો – ડૉ. કિરણ ન. શીંગ્લોત

(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) આજનું આપણું તરુણ સંતાન આવતીકાલે ભણીગણીને તૈયાર જશે અને લગ્ન કરીને કુટુંબજીવનમાં ઠરીઠામ થશે. એ મિત્રો બનાવશે અને પોતાના વ્યાવસાયિક સંબંધો પણ બાંધશે, એના કેટલાક સંબંધો ચિરંજીવી બનશે, તો કેટલાક ટૂંક સમયમાં તૂટી પણ જશે. એને કોઈની સાથે અણબનાવ, અબોલા અને ઘર્ષણ પણ થશે. તંગ બનેલા સંબંધને ટકાવી રાખવા માટે એને સંઘર્ષ […]

રીડગુજરાતી : દસમા વર્ષમાં મંગલ પ્રવેશ…

સૌપ્રથમ તો મૃગેશભાઈના પિતાજી શ્રી ધનંજયભાઈ શાહ રીડગુજરાતીના સર્વે વાચકો, મૃગેશભાઈની માંદગી અને અવસાનના કપરા સમયમાં પડખે રહેનાર સર્વે સહ્રદયો, મદદકર્તાઓ અને સહભાવકોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે મને કહ્યું કે કેટલા બધાં લોકોએ ફક્ત ઓનલાઈન ઓળખાણે કેટકેટલી મદદ કરી છે, એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? એ સર્વે જાણીતા – અજાણ્યા લોકોનો આભાર […]

જનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) હજુ તો એ પાંખો ફફડાવતો, ભરજોબનમાંથી પસાર થતો થનગનતો યુવાન હતો. એની આંખોમાં એક સપનું અંજાયેલું હતું કે સમસ્ત દુનિયામાં ગુજરાતી ભાષાના સર્વોત્તમને પહોંચાડતા રહેવું. એની ‘રીડગુજરાતી’ વેબસાઈટે વિદેશમાં વસતા અનેક ગુર્જરજનોને ગુજરાતી ભાષામાં રસ લેતા કર્યા. એ આમ જ એક ભરબપોરે મારે ત્યાં આવી ચઢ્યો હતો. મારા એક પુસ્તકના એક પ્રકરણને […]

અમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી) વાહનવ્યવહાર અમદાવાદના રસ્તાઓ પર ઠેકઠેકાણે થીગડાં જોવા મળે છે, પણ આ થીગડાંવાળા રસ્તાની અમદાવાદને શરમ નથી. શહેરના અંદરના ભાગમાં સારા કહી શકાય એવા બે જ રસ્તા છે. એક ગાંધીરોડ ને બીજો રિલીફ કે ટિળક રોડ. કોઈ ગરીબ સ્ત્રી પોતાની પાસેના બે સાડલાનું જતન કરે એ રીતે અમદાવાદ એ રસ્તાઓ પર થાગડથીગડ કરીને ચલાવે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.