Archive for August, 2014

મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું કેન્દ્ર ન હોય – મોરારિબાપુ

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું છું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના જે વિચારો છે એ કંઈક આવા છે. એ બધા વ્યક્તિગત વિચારો છે, હોઈ શકે. વિચારોમાં ભેદ હોય. रूचीनां वैचित्र्याद्रुजुकुटिलनानापथजुषां नृणामेको […]

ભાવિ જીવન – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. ગિજુભાઈ દવે

(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર) તમે કદી વિચાર કર્યો છે કે તમને શા માટે ભણાવવામાં આવે છે? તમે ઈતિહાસ શા માટે ભણો છો? ગણિત, ભૂગોળ કે બીજું કંઈ શા માટે ભણો છો? તમે કદીયે વિચાર કર્યો છે કે તમે શાળાએ અને કોલેજે શા માટે જાઓ છો? શું આ શોધવું જરૂરી નથી કે તમે માહિતી અને જ્ઞાનથી લથબથ […]

ત્રણ અદ્રુત ગઝલો – રાકેશ હાંસલિયા

(શ્રી રાકેશ હાંસલીયા, શ્રી દિનેશ કાનાણી તથા શ્રી લક્ષ્મી ડોબરિયાના સંયુક્ત ગઝલસંગ્રહ ‘તત્વ – ૧૧૧ ગઝલ’માંથી સાભાર) ૧. શું મહેકે છે બધે લોબાન જેવું? ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું. સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા, ભીતરે નક્કી હશે તોફાન જેવું. ..ને પ્રપંચોની પછી શરૂઆત થાશે, બાળકોમાં જ્યારે આવે ભાન જેવું. જાત આખી ઓગળી રહી છે કશામાં, […]

સુખ વિશેનું સાદું સત્ય – કાલિન્દી પરીખ

(‘કબીરની વસંત’ પુસ્તકમાંથી સાભાર) સુખ તો પતંગિયા જેવું છે. જો તમે પાછળ પડશો તો એ ઊડી જશે પણ તમે તેને ભૂલી જશો તો હળવેથી તમારા ખભા પર બેસી જશે. જો તમે રાહ જોશો તો તમે સુખ ગુમાવશો. ડેનિસ પ્રેગરના સુખ વિશેના પ્રવચનને સાંભળ્યા બાદ એક મહિલા ઊભી થઈ અને તેણે કહ્યુઃ “મારા પતિ પણ આવ્યા […]

મધર-ઈન-લો – અલ્પેશ પી. પાઠક

(‘અખંડઆનંદ’ સામયિકમાંથી સાભાર) હું કુંજન… નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજઠ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અર્ધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી. આજ નવીનનું ઉઠમણું હતું. એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ, મારી સામે હાથ જોડતી… અમુક સ્ત્રીઓ દિલસોજીના બે શબ્દો બોલતી પણ મને કશું સંભળાતું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.