Archive for September, 2014

ગિરનારી પરંપરાના પ્રાણવાન ગાયકઃ પ્રાણલાલ વ્યાસ – ડૉ. બળવંત જાની

(‘લોકગુર્જરી’ સળંગ અંક ૨૭, આવૃત્તિ ૨૦૧૩ માંથી સાભાર) કેન્યા-નૈવાશામાં શ્રદ્ધેય મોરારિબાપુની રામકથા શ્રવણપાન માટે આયોજકના નિમંત્રણથી કેટલાક સાહિત્યકારો અને લોકકલાકારો પણ જોડાયેલા. એ સમયગાળા દરમ્યાન સાહિત્યનો વ્યાપક સંદર્ભ લોક, સંત, ચારણી-સાહિત્યના પ્રસ્તુત-કર્તાઓને કારણે સહજ સ્વરૂપે ખૂલેલો. સાંજના સમયે નૂકુરુ-લેઈકની લગોલગ છવાયેલી લીલોતરીમાં અનૌપચારિક રીતની સાહિત્યિક ગોષ્ઠિઓ, વાર્તાલાપ કે ગાન સ્વરૂપે યોજાતી. ઈ.સ. ૨૦૦૪ની ૯-૯-૨૦૦૪ની મારી […]

બાળપણનાં બાર વરસ – શરીફા વીજળીવાળા

(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર) નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન […]

આ તારી માણકી મને આંબી જાય ? – મનહર રવૈયા

(‘માટીની મહેક’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘હેં ભાઈ… ! હવે ક્યારે તારે કંઠી બંધાવવી છે… ? આમ ક્યાં સુધી નુગરા ફરવું છે ?’ ભાવનગર તાબાના કાળેલાના પાતાભાઈએ એના જીવથી વહાલા મિત્ર હરિરામને પૂછ્યું. થોરાળા ગામના હરિરામ અને પાતાભાઈને અતૂટ મિત્રતા હતી. આમ તો બેયનાં ખોળિયાં જ નોખાં હતાં, પણ […]

આવો વરસાદ રોજ આવે તો… – નિર્મળા મેકવાન

(‘તથાગત’ સામયિકમાંથી સાભાર) “અનવર, ઈકબાલ, ઈસ્કૂલ જાના, ખેલા મત કરનાં, મૈં દુપેરકો ખાના લેકર આઉંગી, મૈં જાતી હૂં.” કહી તે ઘર, ઘર તો શાનું, ઝૂંપડાંમાથી બહાર કામે જવા નીકળી, ત્યાં નાના ઈકબાલે, “માં વો કેડબરી સિલ્ક, જો ટી.વી. મેં દિખાતે હૈ વો લેતે આના.” “અરે કિતની મહેંગી આતી હૈ, ઈસમેં તો એક દિનકા આટા આ […]

ઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ

(શ્રી ગુણવંતભાઈ શાહના પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’ માંથી સાભાર.) (૧) તલવારની ધારદાર નિખાલસતા કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય ? કોઈ નગ્ન […]

Copy Protected by Chetan's WP-Copyprotect.