(Madhuben and Bhanubhai Patel Women Institute of Engineering for Studies and Research in Computer and Communication Technology (એમબીઆઈસીટી), આણંદ ખાતે ગુજરાત દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્પર્ધાની વિજેતા કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. કૃતિઓ રીડગુજરાતીને પાઠવવા બદલ કોપ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બ્રિન્દા ઠક્કરનો ખૂબ આભાર.)
૧. હું સ્ત્રી છું – બ્રિન્દા ઠકકર
હું સ્ત્રી છું…
દુનિયાના અસ્તિત્વને ટકાવી રાખવા,
માત્ર હું જ જવાબદાર છું, હું સ્ત્રી છું…
હું સીતા છું, સાવિત્રી છું, ને
ક્યારેક અહલ્યા પણ છું,
હજીયે ‘દિલ્હી’ જેવી ઘટનાઓમાં
ભડકે બળું છું,
ને હજીયે દ્રૌપદીના ખુલ્લા કેશમાં,
વિલાપ કરું છું હું,
ને સમય આવ્યે હું દુર્ગા પણ છું, હું સ્ત્રી છું…
નહીં રોકી શકો તમે,
હવે મને આગળ વધતાં,
હું તૂટેલા બંધનું ધસમસતું વહેણ છું, હું સ્ત્રી છું…
ઝંખનાઓ નિઃસીમ છે,
વાસ્તવિકતા પણ નિષ્ઠુર છે,
એક માત્ર એ કીધેલી
ગીતાનું હું કહેણ છું, હું સ્ત્રી છું…
મારી મર્યાદા એ જ મારી ગરિમા છે,
હજી હમણા જ ખીલેલું એક ફૂલ છું, હું સ્ત્રી છું…
– બ્રિન્દા ઠકકર
૨. હા ! આ છે મારું ધબકતું ગુજરાત – પ્રો. સંગ્રામ દામોર
ગિરનાર, પાવાગઢ, ચોટીલા જેવા ડુંગરોથી શોભતું ;
સાબરમતી, મહિસાગર, નર્મદા, તાપી જેવા નદીઓની ધારાથી પવિત્ર થતું,
ભાવનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છના દરિયાથી ક્ષિતિજને આંબતું ;
વસંત, પાનખર અને દરેક ઋતુનો આહલાદ્ક અહેસાસ કરાવતું,
હા ! આ છે મારું ગુજરાત.
ભારતને સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રતા અપાવનાર મહાન રાષ્ટ્રપિતા ગાંધીજી આપતું,
સરદાર વલ્લભભાઈ પટેલના સાહસે અખંડ નિર્માણ કરાવતું ;
નરસિંહ મહેતા, ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણીના સાહિત્યોથી રસપાન કરાવતું,
જય વસાવડા, ભૂપત વડોદરિયા, ચંદ્રકાંત બક્ષીના ચિંતનલેખો દ્વારા મનોમંથન કરાવતું ;
હા ! આ છે મારું ગુજરાત.
પટેલના સાહસ, વાણિયાના વેપાર પર વિકાસ પામતું,
અલક મલકનાં લોકોના જીવન સહવાસથી ઉભરાતું ;
ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠાની આદિવાસી સંસ્કૃતિનો પરિચય કરાવતું,
અલગ અલગ લોકોના અલગ અલગ રિવાજોને માન આપતું,
હા ! આ છે મારું ગુજરાત.
અતિથિ દેવો ભવઃ ના સ્લોગન પર સંબંધો સાચવતું,
મોરારીબાપુ, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોનો વારસો આપતું;
ધર્મોના પવિત્ર સ્થાનોથી આશીર્વાદ આપતું,
દરેક ગુજરાતીના જીવનમાં શ્રદ્ધાથી નવી આશા જગાવતું,
હા ! આ છે મારું ગુજરાત.
એશિયાના સિંહોની વિકરાળ ગર્જનાઓનો આવાસ ધરાવતું,
સાપુતારા, ચાંપાનેર અને ગિરના પ્રાકૃતિક સૌંદર્યોનું ખજાનો ધરાવતું;
સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરોથી સુશોભિત,
અઢળક અને સ્વચ્છ ગામડાઓનાં જાળાથી ગુંથાયેલું,
હા ! આ છે મારું ગુજરાત.
સિધ્ધાર્થ રાન્દેરીયા, સંજય ગોરડિયા જેવા નાટયકલાકારોથી પિરસતા ગુજરાતી નાટકો ભજવતું,
ગુજરાતી સમાજ વ્યવસ્થાનો દરેક ગુજરાતીને પરિચય કરાવતું,
એક ડાળના પંખી જેવી સિરિયલથી પારિવારિક સંબંધો કેળવતું,
“હા અમે ગુજરાતી” ના નારાથી એકતા કેળવતું,
હા ! આ છે મારું ગુજરાત.
રિલાયન્સ ફાઉન્ડેશનના પિતા શ્રી ધીરુભાઈ અંબાણીને જન્મ આપતું,
“અમુલ ડેરી” દ્વારા શ્વેત ક્રાંતિનો દુનિયામાં ડંકો વગાડતું ;
ગુજરાત વિદ્યાપીઠ ; એમ.એસ. યુનિવર્સિટી, જી.ટી.યુ., નિરમા યુનિવર્સિટી
જેવી શૈક્ષણિક સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતું,
આઈ.એસ.આર.ઓ., પી.આર.એલ. અને આઈ.પી.આર. દ્વારા વૈજ્ઞાનિક અને અવકાશીય સંશોધન આપતું,
હા ! આ છે મારું ગુજરાત.
ગુજરાતની અસ્મિતાની ઓળખ આખી દુનિયાને કરાવનાર વ્યક્તિ આપતું,
ભારત સરકારને એક સફળ, મજબૂત મનોબળ ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપતું,
હા ! આ છે મારું ગુજરાત.
શું ફક્ત આ જ છે મારું ગુજરાત ?
ના ! ના ! આ તો છે મારું ધબકતું ગુજરાત…
– પ્રો.સંગ્રામ દામોર
૩. મારો છે આ સાદ – શિવાંગિની પટેલ
આવી કહેવા આજ, તમને મારા મનનો હાલ
જોયેલું બોલું છું અહીં ધ્યાનથી ઝીલજો સાદ,
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
થઈ એક સવાર જ્યારે જન્મી હું અહીં,
આજ ઘરે ઘરે વહેંચી જલેબી, ખુશીનો આ તહેવાર.
મોટા થયા જોયું, નથી હોતો બધે આ સાદ.
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
કોઈને બેટી નડે છે, કહેવાય છે ત્યાં બોજ
કહેવું મારે એટલું, નડતર જ કરશે પોષણ,
મોટા થઈ ભણતર સાંભળ્યુ, જવું મારે ત્યાં
ભણતરથી ઘડતર કરીશ, લાગી એવી પ્યાસ
જોયું આજુબાજુ, નથી બુઝતી સૌ નારીની પ્યાસ
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
પુરુષ કરતાં ઘડતર વધુ હોય છે નારીમાં
જો ભણાવશો નારીને બનશે સૌની શાન.
કપડાના પોટલા પણ ફાટેલા છે આ
તો પણ કરું સોયદોરા પેરવા
એને આજ બચાવું છું બાપુજીના પૈસા,
આમ ને આમ માંગ્યું મેં આપને
દેજો ભણતર, ઉંચું આકાશ,
સાંભળજો આ ધ્યાનથી મારો છે સાદ.
મોટા થઈ ફરવું ગમે, ફરવા જઈએ બહાર
કહેવું સૌનું સાંભળું “આ તો છે રખડેલ”
પુરુષ ફરે રાતભર, કેમ નથી કંઈ વાત ?
એક જ ઉંમર ના બંને તો પણ અંતર આભ-જમીન
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
ફરે દીકરો ફરે દીકરી, તો પણ ફરક છે કેમ ?
બદનામ રખડેલ, શીદ છે માત્ર નારી,
એક નારી છું પણ હું છું નારી શક્તિનો તેજ
આપીને તો જો કરી દઈશ કામ અનેક
કરવા માગું કામ હું તો તો પણ ના મળે
આજ સાંભળ્યું મે તો આજ કે કામ એ નારીથી ના થાય
કારણ પુછ્યું મે તો કહેવાય હું નારી, કેમ રાખ્યો ફરક,
જ્યારે આવડત વધુ જોવાય
સાંભળજો ધ્યાનથી મારો છે આ સાદ
ઈચ્છે પ્રાણ ખેંચીને લાવે, ઈચ્છે ઉડે ઊંચે આકાશ
ઈચ્છે રમત રમી બતાવે, બાકી રહ્યું કંઈ ?
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
નારી છે પ્રેમનું પ્રતીક આપો અમને પ્રેમ,
જો આપશો થોડો વ્હાલ અમને થશે ખુશી અપાર
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
કેમ નથી જાણતા મનની અમારી વાત
જોઈએ છે થોડો સમય તમારો, રાખો છો શીદ આમ ?
નિભાવ્યા સંબંધ મેં તો ભાઈબહેનના,
સાથે ક્યારેક દીકરી ક્યારેક બહેન, ક્યારેક બની બહેનપણી
તોપણ કેમ ચૂકવી ગયા નિભાવતા સંબંધ ?
કર્યું મારું જ શોષણ મારી મને..
આજ સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
બીક ન લાગે મારી તો શું મોટી વાત
હું છું એક નારી પણ ચંડી છે ભગવાન
નાની ઉંમરે ઢીંગલીને બદલે મહેંદી મુકાઈ
જો રાખવી નહોતી ઘર આંગણે તો આપ્યો જન્મ શીદ ?
કહેવાય દીકરી બાપુની લાડલી ને માંની દુલારી
આજે પૂછું બાપુજીને કેમ કરે છે આમ ?
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
દીકરી એ નારીનું પ્રતીક, રાખજો ધ્યાનમાં આ જ
ઉંમર વગરના લગ્ન પાછળથી પછતાવે
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
ઉછેરી મોટા કર્યા માતા એ દીકરો,
ખરાબ કામના કારણે માતાને ખખડાવી
માતા પણ છે નારી બિંદુ એનો પણ આ સાદ
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
માતાના સંસ્કાર છે, દીકરી રાખે ધ્યાન
દીકરો એક સ્ત્રી માટે ત્યાગે છે માને
આ જ બાપુજીના મરણ પર કરે દીકરો અગ્નિસંસ્કાર
ઘરે બેઠી વ્હાલી દીકરીનો જીવ કેમ કપાય ?
કેમ રાખ્યો ફરક જ્યારે દીકરો બાપુજીનો ના થાય,
દીકરી વ્હાલી તોય દૂર રહી જાય
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.
દીકરીના હાથથી જો અગ્નિસંસ્કાર થાય
બાપુજીના બધા દુઃખદર્દ દૂર થઈ જાત,
ઉડવું છે મારે આઝાદ પંખી માફક પછી કેમ બાંધ્યા મારા પગ ?
કેમ બન્યા પથ્થર એવો નથી કોઈ ડર.
આવું જ રાખશે મારીને, તો દૂર નથી વિનાશ
એટલું વિચારજો શું કરશો નર્કમાં કામ
કારણ છે બસ એટલું છે પથ્થરો અબજો
ને નર્ક છે બહુ નાનું, કેમ લેશો સ્થાન ?
સાંભળજો ધ્યાનથી મારો છે સાદ
સાદ છે મારો કહેજો સૌને કાલ
– શિવાંગિની પટેલ
૪. મને દૂર ના કરો – પ્રો.જય રાવલ
દીકરી જ તો છું સાપનું બચ્ચુ નથી, મને દૂર ના કરો,
હું પણ બનીશ તમારી આંખનો તારલો, મને દૂર ના કરો.
હું જ સીતા, હું જ રાધા, હું જ લક્ષ્મીને સરસ્વતી,
સતત અત્યાચાર કરી મહાકાળી બનવા મને મજબુર ના કરો.
એવા જ હાથ, એવા જ પગ ને લાગણીથી ભરેલું મારું દિલ,
તોય તમારા દીકરાની જેમ, મને પ્યાર કેમ ના કરો ?
સદીઓથી પીતી આવી છું ઝેરના કટોરા પણ હવે,
દહેજ, બળાત્કાર ને ગર્ભપાતના ઝેરથી મને મુક્ત કેમ ના કરો ?..
– પ્રો.જય રાવલ
૫. શાન ગુજરાતની ગુજરાતી – અંતરા દુર્ગેશ ઓઝા
આખુંય વિશ્વ હોય જ્યારે આંગળીના ટેરવે,
ત્યારે તું અંગ્રેજીનું શબ્દવાહન ભલે ફેરવે.
અંગ્રેજી કે બીજાનો નથી ઇન્કાર
પણ ગુજરાતી ભાષાને કર દિલથી પ્યાર
આંખો ખોલ, ગુજરાતીમાં બોલે ને ડોલે, ન થા રુક્ષ
આ ભાષા તો સદા મીઠાં ફળ આપતું છે વૃક્ષ
જીવશે એ તો જીવશો તમે ખરા અર્થમાં ભવ્ય
ગુજરાતી ભાષા બનાવે છે આપણને ધન્ય
ભાષાઓ તો છે અનેકગણી, એમાં ગુજરાતી છે અનેરી
સંસ્કૃતમાંથી ઊતરી આવી એવી ગુજરાતી છે સોનેરી
માતૃભાષા ગુજરાતની, ધરાવે છે ખૂબ જ નામ
નાનીસુની ગણો ના એને, આપો મહત્વનું સ્થાન.
ગુજરાતી છે ગૌરવ ગુજરાતનું, છે એની આ સાચી ઓળખ ને શાન
ગુજરાતીની ગુંજથી, જળવાય ગુજરાતીઓનું સ્વમાન
– અંતરા દુર્ગેશ ઓઝા
18 thoughts on “પાંચ અછાંદસ રચનાઓ.. – સંકલિત”
સ્ત્રિનુ મહત્વ ક્યરેય ઓચ્હુ ન આકશો દુખિ થૈ જશો
નારેી તુ નારાયનેી.સ્ત્રેી અબલા નહેી સબલા ચ્હે.
ગુજરાતી ભાષા બોલતી વખતે ગૌરવ થાય. ગુજરાતીની સમૃદ્ધ લાક્ષણીકતાઓ જીવનમાં ખીલે, માતૃભાષા પ્રત્યે ખુદ જાગી લોકોને પણ એનું મહત્વ ને એમાં રહેલો ભાષાવૈભવ બતાવી જગાડીએ તો ઉત્તમ. ‘ શાન ગુજરાતની ગુજરાતી ‘સરસ રચના.અંતરા ઓઝા.. અભિનંદન.આગળ વધો..બ્રીન્દાબેન ઠાકરની રચના ‘ સ્ત્રી’ પણ સરસ. સ્ત્રીનો આદર થાય,એનાં સહજ પ્રેમનો ને એનાં સ્ત્રીત્વનો ખુલ્લા દિલે સ્વીકાર થાય તો દરેક ઘર મંદિર બની જાય. બ્રીન્દાબેન આપને અભિનંદન તેમ જ શુભકામનાઓ..
Thank you so much…. વિસરાતી જતી આપણી ગુજરાતી ને નવી દિશા આપવાનો એક નાનકડો પ્રયાસ…
બધા ને આભાર
still i am trying to write in gujarati,i am little poor.To shivangini patel who write poem,
મારો છે આ સાદ મા બહુ સરસ રિતે સ્ત્રિ ને દર્શવિ છે .જે આમારા ર્હ્દય ને સ્પર્શિ છે.
if any mistake sorry for that,
from her five friends yashsvi,mansi,shreena,kruti and me toral.
we are very very very happy to see your achievement.
શિવાંગિની પટેલ
તમારો ખુબ્ ખુબ અભાર ગુજરાતી ભાષા મા સ્ત્રી ને માન અાપવા માટે,મને તમરી કવિતા ખુબ ગમી,અને હુ બહુ ખુશ છુ કે અજે પણ તમે ગુજરતિ ભાષા ને ચાહો છો.
From shrena,toral,yashavi,mansi & me
we are so happy…
me to toral i also want to say as you said
સ્ત્રિ એક આદિશકિત છે. કહેવુ મારે એટલુ કહેજો સૌને મારો છે આ સાદ્…
શિવાંગિની પટેલ
અમને તમારી કવિતા ખુબ જ પસંદ આવી,અમને ખુબ જ ગર્વ છે
કે તુ અમારી મિત્ર છુ.
From kruti,toral,yashavi,mansi & me
બધાની કવિતા ખૂબજ સરસ છે. કવિતા આમારા ર્હ્દય ને સ્પર્શી છે. બ્રિન્દા અને જય રાવલ સર ની કવિત ખરેખર સ્ત્રિ નુ અસ્તિત્વ બતાવે છે.
આભાર બ્રિન્દા ને આવી સ્પર્ધા યોજવા માટે. અમને ગરર્વ છે એના ઉપર.
thank you Nirali & Aanan… ગુજરાતી મા લખવા ઘણી મહેનત કરી લાગે છે… સરસ…
હું અદભુત છું….
મેં આકશ ઇચ્છયું મને ચાર દિવાલ અને ઉપર છત મળી..
મેં ઉડ્ડ્યન ઝંખ્યુ અને મને મળ્યો ઉંબરો..
રસોડું કે શયનખંડ જ મારો પરિચય કેવેી રિતે દઈ શકે??
મારાથેી પરિચિત થવું હોય તો મારા આંગણાના પરિજાત પિવા પડે..
Good going Brinda. 1st of all congretsss. You have very long path to go never give up.. Wishing you a very bright future..
Thanks palak… પણ રસ્તો કેવો અને કઇ બાજુ નો મળે એ આપણને ક્યાં ખબર પડતી હોય છે… થોડું આગળ વધીએ ને વળાંક મળી જાય છે, અને વળી જવું પડે છે…
તે લખેલી પંક્તિઓ પણ ખૂબ જ સરસ છે… again Thanks for comment.. miss you.
good poem antara
માતા- પિતા ની ઇચ્છાઓ પુરી કરવાની સાથે સાથે પોતાની જાતે એક અલગ રસ્તો બનાવી ને તેમા હંમેશા સફળતા પ્રાપ્ત કરવા બદલ બ્રિન્દા ને ખૂબ ખૂબ અભિનંદન… આ જ રીતે આગળ વધતા રહો એવા અંતર ના આશિર્વાદ…
thank you…. mummy- pappa… તમારા સાથ સિવાય કંઇ શક્ય જ નથી.. મારી દરેક સફળતા નો શ્રેય તમને જ જાય છે…
Really good one brinda…
Proud to be your brother…
નવોદિતોની કવિતાઓ સારી રહી. જોકે છંદબધ્ધ કવિતાઓ લખાય તો વાચકોને વધુ રસ પડે, અને જે “ગવાય તે સચવાય” ના ન્યાયે તેવી કવિતાઓ મન-મગજમાં ચિરંજીવી બને.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}