(‘નિત્યાનંદ કૃપા’ સામયિકમાંથી સાભાર) જિંદગી એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા માટે અતિ આતુર હોય છે. એ વર્તમાન જિંદગીથી પારાવાર કંટાળેલો છે. એને ચોતરફ ઘોર હતાશા જ દેખાય છે અને એમ માને છે કે જીવનમાં સઘળા કપરા સંજોગો એને ઘેરી વળ્યા છે. કોઈને પત્ની પસંદ […]
Monthly Archives: November 2014
(ભાવનગર જીલ્લાના શિહોરમાં વસતા મહેબૂબભાઈ સોનાલિયાની ત્રણ કાવ્ય રચનાઓ તેમણે રીડગુજરાતીને પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 97267 86283 પર કરી શકાય છે.) ૧. પ્રવાહોમાં ભળી જાવું, મને કેવી રીતે ફાવે? હઠીલા આ હ્રદયને તું જ કે’ ને કોણ સમજાવે? ગઝલ, […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પાંચાલનો ખૂબ ખૂબ આભાર) કહે છે કે સિંહ ઘરડો થાય ત્યારે કાગડા ચાંચ મારી જાય છે ! ઘડપણમાં માણસની દશા પણ સિંહ જેવી થાય છે. જે ઘરમાં વૃદ્ધોને પ્રેમ અને આદર મળતો હોય તે ઘર સંસ્કાર મંદિર ગણાય. આપણી મૂળ ચર્ચા સમાજમાં […]
(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪) [જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ] ૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ? રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે […]
(‘માણસે માગેલું વરદાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નારદિયો અને નારદવેડા આ બે શબ્દો આપણે કોઈકનો ઉપહાસ કરવા માટે અણગમો કે તિરસ્કારના અર્થમાં વાપરીએ છી. કોઈ માણસ સ્વભાવે ચુગલીખોર હોય કે પછી કલહપ્રિય હોય તો આપણે એ વ્યક્તિને નારદ સાથે સાંકળી લઈએ છીએ. બોડકા માથામાં પાછળ […]
(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી) ચારે બાજુથી કાનમાં અલગઅલગ હોર્નનો ઘોંઘાટ પ્રવેશી રહ્યો હતો. શ્રી મોહનીશને આ રોજનો ત્રાસ લાગતો. શા માટે દરેક જણ બીજાને ત્રાસ આપવામાં મન મૂકીને જોતરાઈ જાય છે ? આગળ તસુ પણ વધાય તેવું ના હોય તો પછી હોર્ન મારી મારીને જાણે ધક્કા મરાતા હોય તેમ મંડ્યા રહેવાનું […]
(‘ગુજરાત’ દીપોત્સવી વિશેષાંકમાંથી) (૧) વાતો થવાની.. – શિવજી રૂખડા આ ડગર ભૂલ્યા પછી વાતો થવાની, ને નજર ચૂક્યા પછી વાતો થવાની. હાજરીમાં કોઈ ક્યાં બોલી શકે છે, આપણે ઊઠ્યા પછી વાતો થવાની. કોઈ જોતું હોય ના એવી જગા પર, આ કદમ મૂક્યા પછી વાતો થવાની. રોજ રસ્તે આમ તો જાતો […]
(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી) હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર નજર બેઠાં બેઠાં નાખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે […]
(‘તથાગત’ સામયિકમાંથી સાભાર) ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. દક્ષિણ ભારતના એક નાનકડા ગામમાં રૂના ચાર વેપારીઓ રહેતા હતા. ચારેય મિત્રો હતા. રૂ સાચવવા માટે તેમણે સાથે મળીને એક ગોદામ ખરીદ્યું. ગોદામની બહાર એક નાનકડી ઓરડીમાં એક ચોકીદારને રહેવાની વ્યવસ્થા કરી. ચોકીદાર તેની પત્ની સાથે ત્યાં રહે. એકવાર ચોકીદારે તેમની […]
(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો. એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે […]
(‘તથાગત’ સામયિક, નવેમ્બર ડિસેમ્બર ૨૦૦૮ના અંકમાંથી સાભાર) સંત જ્ઞાનેશ્વરનો જન્મ ઈસવી સન ૧૨૭૫ માં મહારાષ્ટ્રના આળંદી ગામમાં થયો હતો. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ ખુમાબાઈ. ચાર સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. પિતાએ સંન્યાસ લીધા પછી ફરી સંસાર શરૂ કર્યો હોવાથી તેમને સામાજિક વિરોધનો સામનો કરવો પડ્યો. આથી માતા પિતાએ જળસમાધિ […]