(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૩) મહાત્મા મહાત્મા જ રહ્યા, ઝીણા ઝીણા જ રહ્યા ! ક્રાંતિ સાથે થોડાક શબ્દો જોડાઈ ગયા છે : બળવો, મશાલ, કતલ, યુદ્ધ, સત્તાપલટો અને યાતના. આવું કશુંક જેમાં ન હોય તે ઘટનાને ક્રાંતિ તરીકે જોવાની કે સમજવાની આપણને ટેવ નથી. ક્રાંતિ એટલે જ વિચારક્રાંતિ. આવી એક શાંત […]
Monthly Archives: December 2014
(‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર) ગંગાસતીનું નામ આપણા બહુજન સમાજમાં ખૂબ જ જાણીતું અને માનીતું છે. ભજનપ્રેમીઓ અને અધ્યાત્મ તેમ જ સંતસાહિત્યના અભ્યાસીઓના હ્રદયમાં તેમનું સ્થાન બહુ ઊંચું અને આદરણીય છે. ગુજરાતનાં ગામડે ગામડે તેમનાં ભજનો ઊલટથી ગવાય છે. કેટલાંક ‘વીજળીને ચમકારે મોતી રે પરોવો પાનબાઈ’, ‘મેરુ રે ડગે પણ જેનાં […]
(‘આંગણની તુલસી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હમણાં હમણાં જ દ્રુમાને રૂપાબહેનનો પરિચય થયો છે. વરસોથી રૂપાબહેન પરદેશ વસ્યાં હતાં. ઊતરતી અવસ્થાએ તેઓ દેશમાં રહેવા આવ્યાં છે. દ્રુમાના ઘરથી પાંચ છ પ્લોટ દૂર સોસાયટીના […]
(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ […]
રવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે! સુબંધુ કહે, ‘કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા […]
(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૧) ગાંધીજી નિત્ય નવા સ્વરૂપે યુગે યુગે નવા નવા સ્વરૂપે પ્રગટ થતા સનાતન ગાંધીને ઓળખવા માટે આપણા સમાજમાં અસંખ્ય ગાંધી ઘટનાઓ બને તેને નિહાળવી પડશે. રુશવત ન લેવાનો સંકલ્પ પાળવા માટે ઓફિસમાં બહાદુરીપૂર્વક લડત આપનારો કોઈ પ્રામાણિક કર્મચારી ખાદી ન પહેરતો હોય તોય ગાંધીનો લાડકવાયો ગણાય. સનાતન […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આ સુમી સૌરભ સાથે લગ્ન કરી ઘરમાં આવી ત્યારથી જ સુધાબહેનને દીઠે ડોળે જરાયે ન ગમે. સુંદર તો ખરી, પણ ક્યાં સુધાબહેનનું તેજસ્વી-દમામદાર વ્યક્તિત્વ અને ક્યાં આ સાદી-સીધી સાવ સામાન્ય દેખાતી છોકરી ! સુધાબહેનનું ચાલે તો આર્યસમાજમાં દશ માણસોની હાજરીમાં થયેલ આ લગ્નને – આવી વહુને […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આમ તો એક મહિનાની રજા ઉપર ઊતરેલા, હાયર સેકન્ડરી સ્કૂલના ગણિતના ખાંટુ માસ્તર પ્રાણભાઈ પોતાના દીકરાના લગ્નની કંકોતરીઓ સ્ટાફમિત્રોને વહેંચવા માટે જ સ્કૂલના આંટે આવ્યા હતા. બધા સ્ટાફ મિત્રોને લગ્ન કંકોતરી હાથમાં રમાડતાં રમાડતાં, થોડા કંટાળાભર્યા સૂર સાથે બબડવા લાગ્યા, “કાયમની આ જ રામાયણ ! બધાં […]
ડોશીને ક્યાંય સુખ નહોતું. છોકરાને સમજાવ્યો, પણ માન્યો નહીં. ટોળાનો શું કે એકલદોકલનો શું, કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કર્ફ્યુમાં છૂટ મુકાઈ. શેઠનો સંદેશો આવ્યો કે છોકરાએ દુકાને જઈને કીમતી સામાન ઘરભેગો કરી દેવો. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્યું. ડોશીએ છોકરાને […]
(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) ભાસ્કર ડૉક્ટરની ચેમ્બરમાંથી ઢીલો બહાર નીકળ્યો. બહાર નીકળી રિક્ષા કરી અને ઘેર આવ્યો. ઘેર આવી ચૂપચાપ ખુરશી પર બેસી ગયો અને વિચારમાં ડૂબી ગયો. ભાસ્કર નિવૃત્ત થઈ ગયો હતો. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતો હતો. તેને ખાસ કોઈ માંદગી આવતી ન હતી. શરીરનો બાંધો પણ સરસ હતો. […]
(રીડગુજરાતીને પોતાન પ્રથમ પદ્યરચનાઓ પ્રકાશન માટે પાઠવવા બદલ ભાગ્યશ્રીબા વાઘેલા અને ચિરાયુ પંચોલીનો આભાર, તેમની કલમને શુભકામનાઓ. કાવ્યસ્વરૂપને તેઓ વધુ આત્મસાત કરે અને તેની સીમાઓને ઓળખી તેમાં સર્જનકાર્ય સાથે આગળ વધે એવી અભ્યર્થના.) ૧. આ અનંત આકાશના અંતઃસ્તલમાં બેફામ વહી જતી, છેલ્લા અસંખ્ય વર્ષોના વિરહી ઉકાળાની કારમી વેદના! હાસ્યના ઉપરના […]
(‘ભૂમિપુત્ર’ સામયિકમાંથી) ‘મરાઠી સાહિત્ય અકાદમી’ના પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી હતી. શાલિનીતાઈ પોતે અને બીજા સાહિત્યરસિકો માનતા હતા કે, આ વખતે તો શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર એમની ‘કાદમ્બરી’ને જ મળવાનો. હજી ગઈ કાલે જ એમની બાળસખી અવંતિકાનો ફોન હતો. એણે કહ્યું હતું, ‘પુરસ્કાર ભલે કાલે જાહેર થવાનો હોય પણ મને ખાતરી છે […]