Archive for 2014

સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૧) ગાંધીજી નિત્ય નવા સ્વરૂપે યુગે યુગે નવા નવા સ્વરૂપે પ્રગટ થતા સનાતન ગાંધીને ઓળખવા માટે આપણા સમાજમાં અસંખ્ય ગાંધી ઘટનાઓ બને તેને નિહાળવી પડશે. રુશવત ન લેવાનો સંકલ્પ પાળવા માટે ઓફિસમાં બહાદુરીપૂર્વક લડત આપનારો કોઈ પ્રામાણિક કર્મચારી ખાદી ન પહેરતો હોય તોય ગાંધીનો લાડકવાયો ગણાય. સનાતન ગાંધીને સત્ય, અહિંસા, સાધનસુદ્ધિ અને […]

આવકાર – દક્ષા બી. સંઘવી

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આ સુમી સૌરભ સાથે લગ્ન કરી ઘરમાં આવી ત્યારથી જ સુધાબહેનને દીઠે ડોળે જરાયે ન ગમે. સુંદર તો ખરી, પણ ક્યાં સુધાબહેનનું તેજસ્વી-દમામદાર વ્યક્તિત્વ અને ક્યાં આ સાદી-સીધી સાવ સામાન્ય દેખાતી છોકરી ! સુધાબહેનનું ચાલે તો આર્યસમાજમાં દશ માણસોની હાજરીમાં થયેલ આ લગ્નને – આવી વહુને – સ્વીકારે જ નહિ, પરંતુ […]

જિંદગીનું ગણિત – ગોવિંદ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આમ તો એક મહિનાની રજા ઉપર ઊતરેલા, હાયર સેકન્ડરી સ્કૂલના ગણિતના ખાંટુ માસ્તર પ્રાણભાઈ પોતાના દીકરાના લગ્નની કંકોતરીઓ સ્ટાફમિત્રોને વહેંચવા માટે જ સ્કૂલના આંટે આવ્યા હતા. બધા સ્ટાફ મિત્રોને લગ્ન કંકોતરી હાથમાં રમાડતાં રમાડતાં, થોડા કંટાળાભર્યા સૂર સાથે બબડવા લાગ્યા, “કાયમની આ જ રામાયણ ! બધાં સ્કૂલનાં છોકરાં છેક ઘરે પહોંચી […]

જીવતર – મીનાક્ષી ચંદરાણા

ડોશીને ક્યાંય સુખ નહોતું. છોકરાને સમજાવ્યો, પણ માન્યો નહીં. ટોળાનો શું કે એકલદોકલનો શું, કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કર્ફ્યુમાં છૂટ મુકાઈ. શેઠનો સંદેશો આવ્યો કે છોકરાએ દુકાને જઈને કીમતી સામાન ઘરભેગો કરી દેવો. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્યું. ડોશીએ છોકરાને કહ્યું કે મૂઉં ! પૂળો […]

બ્લૉકેજ ! – હરેશ ધોળકિયા

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) ભાસ્કર ડૉક્ટરની ચેમ્બરમાંથી ઢીલો બહાર નીકળ્યો. બહાર નીકળી રિક્ષા કરી અને ઘેર આવ્યો. ઘેર આવી ચૂપચાપ ખુરશી પર બેસી ગયો અને વિચારમાં ડૂબી ગયો. ભાસ્કર નિવૃત્ત થઈ ગયો હતો. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતો હતો. તેને ખાસ કોઈ માંદગી આવતી ન હતી. શરીરનો બાંધો પણ સરસ હતો. તેથી શાંતિથી જીવતો હતો. પણ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.