Archive for 2014

એક પૈસાની વહુ – યશવંત મહેતા

(યશવંત મહેતા દ્વારા સંપાદિત થયેલ ‘ઉદ્યમપ્રેરણાની કથાઓ’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટમાં મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) એક હતું ગામ. એમાં એક ગરીબ બાઈ રહે. એને એક જ દીકરો હતો. અને એ પણ અવળી ખોપરીનો ! છોકરાને એની માએ ઉછેરીને મોટો કર્યો. પારકાં કામ […]

ફટાકડાં… – નિપુણ ચોક્સી

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી) કોણે કહ્યું કે, ફટાકડાં દિવાળીએ જ ફૂટે ? ફટાકડાં બારેમાસ, રોજ-બરોજ, ચારે પ્રહર, દિવસ-રાત, સવાર-સાંજ ફૂટતાં હોય છે. સામાન્ય રીતે ફટાકડાં આનંદ થાય ત્યારે ફોડવામાં આવતા હોય છે. અને ફટાકડાં ફૂટતાં હોય એ સાંભળી અને જોઈને પણ આનંદ થાય છે. એટલે આ આનંદમાં બધાને જાણે અજાણે સામેલ કરવામાં આવે છે. પાડોશીને ઘરે […]

સંપેતરું – રવજી કાચા

(‘પુસ્તકાલય’ સામયિકમાંથી સાભાર) ‘આવો, હરજીવેવાઈ ! આવો. ગોબર તારી માને કે’કે ઘડકી લાવે.’ મોંમાં પતાસું મૂક્યું હોય એમ ખીમજીભાઈએ આવકાર આપ્યો. ગોબરનાં બા ઉતાવળે આવી ખાટલે ઘડકી પાથરતાં બોલ્યાં, ‘વેવાઈ ! જય શ્રીકૃષ્ણ ! ઘેર બધાં સાજાંનરવાં છે ને ?’ ‘જય શ્રીકૃષ્ણ ! બધાં મજામાં છે. તમે કેમ છો ?’ વેવાઈએ સામો વિવેક કર્યો. ‘બેસો. […]

પ્રેરક પ્રસંગો.. – નીલેશ મહેતા

(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે આનંદ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) યોગ્ય ધંધો એક ધંધાદારી યુવાન હતો. પોતાનો ધંધો ખૂબ જ શાંતિથી અને સારી રીતે ચલાવતો હતો. એક દિવસ એક મોટા વેપારીનો મોટા ધંધામાં ફોન આવ્યો. યુવાન વિચારમાં પડી ગયો શું કરવું, શું ન કરવું ? […]

સંજોગ નહિ, સ્વભાવ બદલો – ડૉ. કુમારપાળ દેસાઈ

(‘નિત્યાનંદ કૃપા’ સામયિકમાંથી સાભાર) જિંદગી એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા માટે અતિ આતુર હોય છે. એ વર્તમાન જિંદગીથી પારાવાર કંટાળેલો છે. એને ચોતરફ ઘોર હતાશા જ દેખાય છે અને એમ માને છે કે જીવનમાં સઘળા કપરા સંજોગો એને ઘેરી વળ્યા છે. કોઈને પત્ની પસંદ નથી, તો કોઈને નોકરી પસંદ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.