Archive for 2014

ત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા

(ભાવનગર જીલ્લાના શિહોરમાં વસતા મહેબૂબભાઈ સોનાલિયાની ત્રણ કાવ્ય રચનાઓ તેમણે રીડગુજરાતીને પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 97267 86283 પર કરી શકાય છે.) ૧. પ્રવાહોમાં ભળી જાવું, મને કેવી રીતે ફાવે? હઠીલા આ હ્રદયને તું જ કે’ ને કોણ સમજાવે? ગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો […]

દીકરા દીપડા નહીં, ઘડપણના દીવડા ગણાય ! – દિનેશ પાંચાલ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પાંચાલનો ખૂબ ખૂબ આભાર) કહે છે કે સિંહ ઘરડો થાય ત્યારે કાગડા ચાંચ મારી જાય છે ! ઘડપણમાં માણસની દશા પણ સિંહ જેવી થાય છે. જે ઘરમાં વૃદ્ધોને પ્રેમ અને આદર મળતો હોય તે ઘર સંસ્કાર મંદિર ગણાય. આપણી મૂળ ચર્ચા સમાજમાં દીકરા દીકરીના મહત્વની છે. આજપર્યંત […]

મૃગેશ શાહ સાથે સાત સવાલ-જવાબ

(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪) [જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ] ૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ? રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી એમ થયું કે […]

નારદ એટલે મુક્તિના માર્ગદર્શક – દિનકર જોષી

(‘માણસે માગેલું વરદાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નારદિયો અને નારદવેડા આ બે શબ્દો આપણે કોઈકનો ઉપહાસ કરવા માટે અણગમો કે તિરસ્કારના અર્થમાં વાપરીએ છી. કોઈ માણસ સ્વભાવે ચુગલીખોર હોય કે પછી કલહપ્રિય હોય તો આપણે એ વ્યક્તિને નારદ સાથે સાંકળી લઈએ છીએ. બોડકા માથામાં પાછળ એક ચોટલી હોય અને હાથમાં […]

“ઈરો જુલ્લે કૂડા”, આજના જમાનામાં – ડૉ. સુરમ્યા જોષી

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી) ચારે બાજુથી કાનમાં અલગઅલગ હોર્નનો ઘોંઘાટ પ્રવેશી રહ્યો હતો. શ્રી મોહનીશને આ રોજનો ત્રાસ લાગતો. શા માટે દરેક જણ બીજાને ત્રાસ આપવામાં મન મૂકીને જોતરાઈ જાય છે ? આગળ તસુ પણ વધાય તેવું ના હોય તો પછી હોર્ન મારી મારીને જાણે ધક્કા મરાતા હોય તેમ મંડ્યા રહેવાનું ? એક તો આજે બપોરે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.