વર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા પેટ્રિક મોડીઆનો વિશે ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ : ડૉ. પ્રણવ જોશીપુરા

વર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિકના વિજેતા ફ્રેન્ચ લેખક પેટ્રિક મોડીઆનો વિશે, ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ – ડૉ. પ્રણવ જોશીપુરા

France Nobel Literature(‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાંથી સાભાર)

વર્ષ ૨૦૧૪માં સાહિત્ય માટે નૉબેલ પારિતોષિક માટે પસંદ થયેલ ફ્રાન્સના લેખક પેટ્રિક મોડીઆનો વિશે અને તેમના લેખન વિશે વિશ્વભરના સાહિત્ય રસિકો અજાણ છે. કારણ કદાચ એ હોઈ શકે કે ૬૯ વર્ષિય આ લેખક પ્રસિદ્ધિથી દૂર રહે છે અને અન્ય કારણ એ છે કે તેમની થોડી જ કૃતિઓ અંગ્રેજી ભાષામાં અનુવાદિત થઈ છે.
આ અલ્પ પરિચિત લેખક વિશેની કેટલીક રસપ્રદ વિગતો આ છે.

૧. તેમને સંદિગ્ધ રહેવું ગમે છેઃ-

મોડીઆનોનું લેખન જાસુસી કથાના સ્વરૂપમાં આવે છે. અંગ્રેજી લેખક સુપર્ટ થોમસને ‘ધ ગાર્ડીયન’ને જણાવ્યું તે પ્રમાણે ‘મોડીઆનો અવારનવાર તેની કૃતિઓમાં ‘એક સંદિગ્ધ વિશ્વની’ ઝાંખી કરાવે છે, કે જેમાં હેતુઓ ગુપ્ત છે, યાદદાસ્તો અસ્પષ્ટ બની ગઈ છે. અને પરિચયો અસ્પષ્ટ થઈ ગયા છે.’

‘ધ હિન્દસ્તાન ટાઈમ્સ’ દ્વારા મોડીઆનોને એવું કહેતાં ટાંકવામાં આવ્યા છે કે તેના પાત્રો કોઈ ‘ચિત્રપટની છબીઓ જેવાં છે કે જેઓ જાણે કે અર્ધજાગ્રત અવસ્થામાં વણેલી હોય’ તદ્દઉપરાંત તેની કૃતિઓ વિશે વાત કરતાં તેમણે ૯મી સદીના ફ્રેન્ચ લેખક સ્ટેન્ધાલજેના વાક્યને ટાંકતા કહું કે, ‘હું તમારી સમક્ષ હકીકતોની વાસ્તવિકતા ન રજૂ કરી શકું, હું તો માત્ર તેનો પડછાયો રજૂ કરી શકું.’

તેમની આત્મકથા સભર કૃતિ ‘પેડીગ્રી’ (Pedigree) માં મેડીઆનો નોંધે છે તે પ્રમાણેઃ ‘હું એવા પ્રકારની વસ્તુઓમાં રહસ્ય શોધવાનો પ્રયત્ન કરું છું, કે જેમાં કોઈ પણ પ્રકારનું રહસ્ય ન હોય.’

૨. મેડીઆનોના નામ પરથી એક પારિભાષિક શબ્દ પણ બન્યો છેઃ-

મોડીઆનો એટલી હદે રહસ્યવાદી છે કે તેમના નામ પરથી એક પારિભાષિક શબ્દ ઉતરી આવ્યો છે – ‘મોડીઆનિસ્ક’ (Modiamesave) આ શબ્દ, નો ‘કોઈ ખાસ રહસ્યકાયી વ્યક્તિ અથવા પરિસ્થિતિના સંદર્ભે’ ઉપયોગ થાય છે.

૩. લેખકનું બાળપણઃ-

મોડીઆનોનો જન્મ પેરિસમાં ઇટાલીયન યહુદી આલબર્ટો મોડીઆનો અને ફ્લેમીશ કલાકારા માતા લુઈઝા કોલપેઈનને ત્યાં ૧૯૪૫માં થયો હતો. એમ મનાય છે કે, તેમના પિતાજીને નાઝી જર્મનીની છૂપી પોલીસ, ગેસ્ટાપો (The Gestapo) સાથે કાળા બજારનો વ્યવસાય હતો. અને તેમણે તેમના કુટુંબને મોટાભાગે તરછોડી દીધું છે. મોડીઆનોએ એકવાર તેમની માતાનું વર્ણન કરતાં કહ્યું કે તેણીની પોતાના શોના વિવિધ સ્થળોએ પ્રવાસને કારણે વારંવાર ઘરથી દૂર રહેતાં હતાં, અને તેમનું હ્રદય એટલી હદે નિષ્ઠુર હતું કે, તેણીનો નાનકડો પાલતું કુતરો (Chow Chow) બારીમાંથી કુદી પડ્યો.

જ્યારે મોડીઆનો ૧૨ વર્ષના હતા ત્યારે તેમનો નાનો અને એકમાત્ર ભાઈ રૂડી (Rudy) માત્ર ૧૦ વર્ષની ઉંમરે કોઈ રોગનો શિકાર બનીને મૃત્યુ પામ્યો. મોડીઆનોએ ઘણાં વર્ષો બોર્ડીંગ સ્કૂલમાં રહીને અભ્યાસ કર્યો અને ૧૭ વર્ષની ઉંમરે પોતાના પિતા સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મુક્યું.

૪. તેમના લગ્નનો દિવસ નાટ્યાત્મક હતોઃ

મોડીઆનોના લગ્ન ૧૯૭૦માં ડોમોનીક ઝેર્રફ્સ (Dominiave Zehrtuss) સાથે થયેલાં. તેમની પત્નીએ ફ્રેન્ચ ભાષામાં એક પુસ્તક લખેલ – પ્યુઅ દ ક્રેનીચે (Peak de Camiche) . તેમને બે સંતાનો પુત્રી સ્વરૂપે થયાં. ઝીના (Zina) અને મારી (Marie) વર્ષ-૨૦૦૩માં એલે સાથેના ઇન્ટરવ્યૂમાં મોડીઆનોના પત્નીએ તેમનો લગ્નના દિવસ યાદ કરતાં કહ્યું કે, ‘તે દિવસ ખૂબ વરસાદ પડેલો. એક ભયાનક દુસ્વપ્નની જેમ જ. લગ્નમાં મારો સાથ આપનારા મારા પતિના પક્ષના પુરુષો ફ્રેન્ચ ચિત્રકાર અને શિલ્પકાર જીન ડુલુફેટ (Jean Dugufett) વિશે ચર્ચા પર ઉતરી આવ્યા. એમ લાગતું હતું કે, અમે ટેનિસની રમત નિહાળી રહ્યાં છીએ ! આ તમામ ઘટનાના ફોટા પાડ્યા હોત તો ખુબ રમુજ લાગત. પરંતુ જે વ્યક્તિ પાસે કેમેરા હતો તે તેની ફિલ (રોલ) લાવવાનું જ ભૂલી ગયેલ.’

૫. એવું લાગે કે મોડીઆનોને લેખન આનંદ નથી આપતું !

મોડીઆનો, લેખન કાર્યને ધુમ્મસમાં વાહન ચલાવવાની સાથે સરખાવતાં કહે છે કે, ‘તમને ખરેખર ખબર નથી પડતી નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો, તમને માત્ર એટલી જ ખબર છે કે તમારે વાહન હાંકે રાખવાનું છે.’ ફ્રાન્સના એક છાપાં લા ફીગારો (La Figaro) ને ઈન્ટરવ્યૂ આપતાં તેમણે જણાવેલ કે, ‘ઘણા લાંબા સમયથી મને એક સ્વપ્ન ફરી ફરીને આવતું હતું – એવું સ્વપ્ન કે મારે હવે વધારે લખવાનું નથી, કે હું હવે મુક્ત છું. પરંતુ અફસોસ, હું મુક્ત નથી. હું હજુ એ જ વિસ્તારમાં વિહાર કરી રહ્યો છું, અને એવી લાગણી છે કે મારું કાર્ય ક્યારેય પણ પૂરું નહીં થાય.’

આ ફ્રેન્ચ લેખકની પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું કે ‘યાદદાસ્તની કલા માટે કે જેના માટે તેમણે (મોડીઆનોએ) અત્યંત દુર્લભ માનવ નિયતિને સ્પર્શવા પ્રયત્ન કર્યો છે અને (જર્મની દ્વારા ફાન્સના) જમીન વિસ્તાર અધિગ્રહણના વણકહેલ જીવનને ઉજ્જાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.’

૬. વિશિષ્ટ સર્જકઃ-

મોડીઆનો એવું જણાવે છે કે લેખન એક ભારરૂપ પ્રક્રિયા છે છતાં તેમણે ૧૯૬૭માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે પહેલી કૃતિ પ્રકાશિત કરી.
તેમની પહેલી નવલકથા ‘લા પ્લેસ ધ લેટોઈલે’ (La Place the Lie toile), અંગ્રેજીમાં ‘ધ સ્ટાર્સ પ્લેસ’, દ્રિતિય વિશ્વ યુદ્ધ દરમ્યાન યહુદીઓ પર લાદવામાં આવેલ શરમજનક ચિહ્ન વિશે સીધો સંદર્ભ પ્રસ્થાપિત કરે છે. આ સમયમાં યહુદીઓને એક પીળા રંગનો કટકો તેમના બાહ્ય પોશાક પર સીવવો પડતો હતો કે જેથી તેઓ પોતે યહુદી છે તેવું જાહેરમાં પ્રસ્થાપિત થઈ શકે.

૭. અત્યંત ઝીણવટભરી વિગતો, સર્જનમાં નિરૂપતા લેખકઃ–

મોડીઆનોને ‘સાહિત્યિક પુરાત્વવિદ’ (Literary archaeologist) તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે તેમનું લેખન ૧૯૪૦-૧૯૪૪ના સમયગાળામાં કેન્દ્રિત થાય છે કે જ્યારે ફ્રાન્સ પર નાઝી જર્મની કબજો જમાવીને બેઠું હતું. તેમનાં યુદ્ધ સમયના પેરિસ વર્ણન વિગત સમૃદ્ધ છે. તેમના વર્ણનોમાં શેરી અને કોફી હાઉસના નામ, મેટ્રો સ્ટેશનોની વિગતો, વિગેરે સામેલ છે. તે સરાહનીય ગણાયા છે.

૮. તેમની કૃતિઓનો અનુવાદ પડકાર રૂપ – શા માટે ?

ફ્રેન્ચ ભાષાના નેબ્રાસ્કા યુનિવર્સિટીના પ્રોફેસર જોર્ડન સ્ટમ્પ કે જેમણે મોડીઆનોની ૧૯૯૬માં લખેલી નવલકથા ‘આઉટ ઓફ ધ ડાર્ક’ કહે છે કે પુસ્તકનું અસલી ફ્રેન્ચ શીર્ષક અનુવાદિત કરવું અઘરું હતું કારાણ કે તેનો અર્થ ‘ભૂલાઈ ગયેલાના દૂરસુદૂર બિંદુ સુધી.’

‘ધ વોલ સ્ટ્રીટ જર્મલ’માં આ બાબતે મોડીઆનોની કૃતિનું વર્ણન કરતાં જોર્ડન સ્ટમ્પને નોંધે છે કેઃ ‘તેના લખાણમાં એક પ્રકારની કવિતા છે પરંતુ તે અત્યંત વિચક્ષણ છે. એટલે જો તમે આ કવિતાઓને ખુબ જ સાદી રીતે અનુવાદિત કરો, કે તેમનો અનુવાદ ખુબ કાવ્યાત્મક કરો, તો તમે કવિનો સૂર સંપૂર્ણપણે ગુમાવી બેસો છો.’

૯. અભિનય અને પટકથા લેખનના ક્ષેત્રમાં તેમનો અપ્રતિમ રસઃ–

મોડીઆનોએ ફ્રેન્ચ કલાકાર કેથેરીન ડનુવે (Catherine Deneuve) ની સાથે ‘જીનીઓલોજીઝ ઓફ ક્રાઈમ’ માટેનો અભિનય કર્યો હતો. તેમણે બોંબ નામનું પાત્ર ભજ્વ્યું હતું. ચલચિત્રોની વિગતો માટેની સાઈટ IMDGના પ્રમાણે તેમણે ચલચિત્ર પટકથા લેખનની શરૂઆત ૧૯૭૪માં લાકોક્બે, લુસીએન નામની ચલચિત્રથી કરી હતી. આ ચલચિત્રમાં ૧૮ વર્ષના યુવાનના ફ્રેન્ચ બળવાની ચળવળમાં જોડાઈ ન શક્યા બાદ ફ્રન્ચ ગેસ્ટાપો (Gestapo) સાથેના જોડાણની વાત કરવામાં આવી છે.

ત્યાર બાદ તેમણે ૧૯૮૩માં અન્ય એક ફિલ્મ, પટકથા, ઉન જૈઉન સે (Une Jeumesse), લખી, હજુ થોડા સમય પહેલાં તેઓ ‘બોન વોયેજ’ (Bon Voyage) (2003) ના લેખકોમાંના એક લેખક હતા. આ ફિલ્મની કથા મોડીઆનોના જર્મનીના ફ્રાન્સ પરના જમીન વિસ્તાર અધિગ્રહણના જોડાણની વાત કરે છે. આ કથા એવું નાયિકાની, એક લેખક, એક વિદ્યાર્થી અને એક સરકારી નોકરી કરતા વ્યક્તિ ફરતે વિંટબાયેલ છે. આ તમામ ભેગા મળીને પોતાના શહેર નાઝી જર્મનીના તાબામાં હોવાથી પેરીસ નાસી છૂટવાની યોજના હાથ ધરે છે.

૧૦. નોબેલ પારિતોષિક માટેનો પ્રતિભાવ શું હતો?

‘ધ ગાર્ડીયન’ના સમાચાર પ્રમાણે, મોડીઆનોને નોબેલ પારિતોષિક મળ્યાના સમાચાર જ્યારે મળ્યા ત્યારે તેઓ પેરિસમાં ચાલવા નીકળ્યા હતા. ત્યારે તેમની પુત્રીએ તેમને ફોન પર સમાચાર આપ્યા. તેમણે કહ્યું, ‘હું અત્યંત ભાવવવિભોર બની ગયો.’

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે નોબેલ પારિતોષિક તેમના માટે શું મહત્વ ધરાવે છે, ત્યારે તેઓ લાગણીવશ બની ગયા અને કહ્યુઃ ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું મારી સાથે બનશે. આ ઘટના મને સાચોસાચ સ્પર્શી ગઈ.’

પોતાના પુસ્તકોના ફ્રેન્સ પ્રકાશક એડીશન્સ ગાલીમાર્ડના મુખ્યમથકે ખીચોખીચ ભરેલ પ્રેસ કોન્ફરન્સમાં મોડીઆનોએ કહ્યું : ‘જાણે કોઈ યુગ્મ હોય તેવું લાગી રહ્યું છે, જાણે કે આપણે કોઈ વ્યક્તિની ઉજવણી કરી રહ્યાં છીએ કે જેણે મારું નામ ધારણ કરેલ છે.’

‘મેં ક્યારેય આની (નોબોલ પારિતોષિક) આશા રાખી ન હતી.’

(www.straistires.com માં પ્રગટ થયેલ લેખનો મુક્ત ભાવાનુવાદ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.