Archive for January, 2015

ક્ષણે ક્ષણે ઉજાસ (પ્રેરક પ્રસંગો) – નીલેશ મહેતા

(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે ઉજાસ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) આપણી હથેળી એક ગરીબ અને અભણ બ્રાહ્મણ રાજાના મહેલમાં ગયો. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો : ‘રાજાજી, આપ મારી પર કૃપા કરો જેથી મારી ગરીબી દૂર થાય.’ રાજાએ કહ્યું : ‘ઠીક છે. આપ જે કંઈ આશીર્વાદસૂચક […]

ગૃહિણી : ઢળતા દામ્પત્યના નવદ્રશ્યોનું મોન્ટાજ – જયદેવ શુક્લ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાંથી સાભાર) કવિ હરીશ મીનાશ્રુના આ પૂર્વેના છ કાવ્યસંગ્રહોમાંથી પસાર થનાર સહ્રદયને પ્રતીત થશે કે આ સર્જકે ગીત, ગઝલ ને અછાન્દસની આપણી પરમ્પરાને આત્મસાત કરી નિજી રણકો પ્રગટાવવાના સબળ ને સફળ પ્રયત્નો કર્યા છે. અને એને પરિણામે આપણને તેમની પાસેથી કેટલીક સ્મરણીય કાવ્યકૃતિઓ સાંપડી છે. એ પછી કવિ હરીશે દીર્ઘકાવ્ય ‘નાચિકેત-સૂત્ર’માં અગ્નિનાં વિવિધ રૂપો […]

તમારા આવેગોનું વળતર તમારે જ ચૂકવવું પડશે – ડૉ. કુમારપાળ દેસાઈ

(‘આનંદ ઉપવન’ સામયિક, ડિસેમ્બર ૨૦૧૪ના અંકમાંથી સાભાર) ધનુષ્યમાંથી છૂટેલા અને એક દિશામાં સડસડાટ જતાં તીવ્રવેગી, લક્ષ્યવેધી બાણની માફક વ્યક્તિમાં આવેગ આવે છે, ત્યારે વધુને વધુ આવેગના આવેશમાં આગળ વધે છે, સતત તીવ્ર બનતો આવેગ અનિષ્ટ પર પૂર્ણવિરામ પામે છે. ઈંગ્લૅન્ડની પોસ્ટ ઑફિસમાંથી નિવૃત્ત થતા પોસ્ટમેનના હ્રદયમાં પોતાના સાથીઓ માટે એટલો બધો ગુસ્સો ધૂંધવાતો હતો કે […]

ઈન્ટરવ્યૂના અજબ-ગજબ સવાલ-જવાબ – વિકાસ નાયક

(‘સ્પર્શ’ પુસ્તકમાંથી સાભાર. પ્રસ્તુત પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ શ્રી વિકાસ નાયકનો ખૂબ ખૂબ આભાર. તેમણે આ પુસ્તક મૃગેશ શાહને અર્પણ કરેલ છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.) આપણામાંના ઘણાયે જીવનમાં ક્યારેક ને ક્યારેક ‘ઈન્ટરવ્યૂ’નો સામનો કર્યો હશે. મોટા ભાગે આવા ‘ઈન્ટરવ્યૂ’માં એક સરખા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમના બીબાઢાળ જવાબો […]

ધર્મ એટલે સારુ જીવન જીવવાની નિયમાવલી – દિનેશ પાંચાલ

(પ્રસ્તુત લેખ રીડ ગુજરાતીને પાઠવવા બદલ શ્રી દિનેશ પાંચાલ (નવસારી) નો ખૂબ ખૂબ આભાર) એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યાં હતા. મિત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પૂછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી પણ આજે કોઈ પૂછે તો કહીએ કે અમે જીવનધર્મ પાળીએ છીએ. જીવનધર્મ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.