Archive for February, 2015

હિંમતે મર્દા તો મદદે ખુદા – ડૉ.જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ

(‘વિચારવિજ્ઞાન’ સામયિકમાંથી સાભાર) કટ્ટમ કટ્ટી કટોકટી… ઊંધી ચત્તી કટોકટી… રંગીલો સંસાર ગગનમાં, રંગીલો સંસાર… કોઈ લાલ વાદળી પીળો કોઈ શ્વેત કેસરી નીલો કોઈ સ્થિર, કોઈ અસ્થિર ને કોઈ હઠીલો… પતંગનો પરિવાર જગતમાં, પતંગનો પરિવાર… કોઈ ફસ્કી જાય, ને કોઈ રડે કોઈ ચડે એવો પડે ને કોઈ ગોથાં ખાય કોઈ લડે… પટ્ટાદાર, જાનદાર, મુંગદાર… આંકેદાર… ચોકડાદાર… […]

મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવા – ગુણવંત શાહ

માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો : શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું, […]

માતૃભાષા ખોઈશું તો.. – કુમારપાળ દેસાઈ

સાડા પાંચ કરોડની ગુજરાતી પ્રજા અને એની સામે ઊભેલું માતૃભાષાનું મહાસંકટ ! ગુજરાતની જેટલી વસ્તી છે, એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ પ્રવાહમાં વહી ગયા નથી. ૧૯૯૬માં નોર્વેની વસ્તી ૪૨ લાખ અને ૩૮ હજાર હતી. ઈઝરાયેલની ૫૬ લાખ અને […]

ઘડપણમાં સુખી થવાની ગુરુચાવી – સુબોધભાઈ ડી. શાહ

(પ્રસ્તુત લેખ ‘વૃદ્ધાવસ્થા’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં વૃદ્ધોને ઉપયોગી એવી અનેક બાબતોનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ પુસ્તક નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા માટે લેખકનો સંપર્ક કરવા વિનંતી.) ૧. ચાલશે, ફાવશે, ગમશે અને ભાવશે જીવનમંત્ર બનાવો. ૨. “સ્વમાં વસ પરથી ખસ – એટલું બસ” અનુભવ કરશો તો જીવનસંધ્યાનો ઉજાસ ચોતરફ પ્રકાશમય ફેલાશે. […]

ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા

ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા (‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) વરસાદ વરસીને હમણાં જ બંધ રહ્યો હતો. આકાશ ધીમે ધીમે સ્વચ્છ થઈ રહ્યું હતું. ભીના વાતાવરણમાં વરસાદી સુગંધ વરતાતી હતી. ભીના રસ્તા પર આબુનો ઢોળાવ ચડતી એક જીપકારમાં આનંદ અને સીમા લગભગ મૌન જ બેઠાં હતાં. બંનેના ચહેરા પર વ્યગ્રતા વરતાતી હતી. બંનેના ચહેરા પર ચિંતાની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.