સુવિચાર – ‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી..

(‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી સાભાર)

[૧] જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની. – સ્વામી રામ

[૨] પ્રાર્થનામાં ખાલી ખાલી ફફડતાં હોઠ કરતાં કોઈને મદદ કરવા માટે લંબાયેલા હાથ વધુ પવિત્ર હોય છે. – આલ્ફ્રેડ હિચકોક

[૩] મહાપુરુષોમાં સંકલ્પ હોય છે. સાધારણ લોકોમાં ઈચ્છાઓ. – ચીની કહેવત

[૪] એ વાત સાચી છે કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે. – નોર્મલ કઝિન્સ

[૫] કેટલાક વૃદ્ધો કહે છે કે અમારો કોઈ ભાવ પૂછતા નથી. ભાવ પૂછવાની વાત એવા લોકો જ કરે છે જે અમૂલ્ય બની શકતા નથી. – અજ્ઞાત

[૬] આપણે ક્યારેય એટલા સુખી નથી હોતા અને ક્યારેય એટલા દુઃખી નથી હોતા, જેટલા આપણે સમજતા હોઈએ છીએ. – લા રોશ ફૂંકો

[૭] ભૂલ કઈ રીતે થઈ ગઈ તે સમજવામાં જેટલો સમય જાય છે, તેના કરતાં ઓછા સમયમાં તે ભૂલ સુધારી શકાય છે. – લોંગફેંલો

[૮] નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે. આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે. – સ્વામી રામતીર્થ

[૯] પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જ્યાં તેઓ મળે છે ત્યાં અદ્‍ભુત સફળતા પ્રગટે છે. – દયાનંદ સરસ્વતી

[૧૦] સુંદર મન વિનાનો સુંદર ચહેરો કાચની આંખ જેવો છે. કાચની આંખ ચમકશે પણ જોઈ શકશે નહીં. – ડેલ કાર્નેગી

[૧૧] સાચી પ્રાર્થના : હે ઈશ્વર ! મને એવી શક્તિ આપ કે હું મારી જિંદગીની તમામ ક્ષણ સોળે કળાએ જીવી શકું. મારા દિવસોમાં રંગ ભરી શકું અને મારા કલાકોમાં સુગંધ ઉમેરી શકું. – અજ્ઞાત

[૧૨] ઉંમરની સાથે સમયનો ભાર ન વધે એનું નામ જ સાચી જિંદગી. – અજ્ઞાત

[૧૩] સામાન્ય માનવી પોતાની ભૂલ માટે બીજાને દોષિત ઠરાવે છે, અલ્પજ્ઞાની પોતાની જાતને અને વિશેષ જ્ઞાની કોઈને પણ દોષિત ઠરાવતો નથી… – ઈમિક્ટિસ

[૧૪] અનેક તરંગ હોવા છતાં દરિયો એક જ છે, અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક જ છે, પણ માણસ જ કેમ નથી સમજતો કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર એક જ છે !

[૧૫] રૂમાલ આંખનાં આંસુ લૂછે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે. – લોંગફેંલો

[૧૬] સદ્‍ગુણ વગરનું સૌંદર્ય અભિશાપ છે. – વ્હોલ્ટન વ્હિટમેન

[૧૭] જિંદગી તો સરાણિયાના પથ્થર જેવી છે. એ પથ્થર આપણને કાં તો ઘસી નાખે છે અથવા તો સજાવી દે છે. શું થાય તેનો સૌથી મોટો આધાર તો આપણ કયા પથ્થરના બનેલા છીએ તેના પર રહે છે. – બ્રસ બાટન

[૧૮] સુખ મેળવવું એ બહુ અઘરી વાત છે, કેમ કે તે બીજાને સુખી બનાવીને જ મેળવાય છે. – એસ. ક્લોટિસ

[૧૯] જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે. – ગેટે

[૨૦] સમય આપણને શાણા બનાવે એ પહેલાં આપણે સમયસર શાણા બની જવું જોઈએ. – શેખ સાદી

[૨૧] જે બીજા પર વિજય પામે છે તે હિંમતવાન છે. પોતાન ઉપર વિજય પામે તે જ સાચો વીર છે. – લાઓત્સે

[૨૨] જે લોકો ફક્ત બહારની વાહ-વાહ ઈચ્છે છે, તે પોતાનો બધો જ આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે. – ઓલિવર ગોલ્ડસ્મિથ

[૨૩] આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ આપણી જાત છે. – લાઈટોન

[૨૪] વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે. – એક ગુજરાતી કહેવત

[૨૫] માનવીનાં બે રૂપ છે : એક જે ગાઢ અંધકારમાં પણ જાગતો હોય તે અને બીજો જે પ્રકાશમાં પણ સૂતો હોય. – ખલિલ જિબ્રાન

[૨૬] બીજા તમારી પ્રશંસા કરે એવું ઈચ્છતા હોવ તો તમારી પ્રશંસા તમે ખુદ ન કરો. – રસ્કિન

[૨૭] ખરાબ કામો કરવાની તક તો દિવસમાં સો વાર મળે છે, પણ સારું કામ કરવાની તક તો વર્ષે એકાદવાર જ મળે છે. – વોલ્ટર

[૨૮] બોલતાં બધાને આવડે છે, વાતચીત કરતાં બહુ થોડાને. – શેક્સપિયર

[૨૯] ધ્યેય માટે જીવવું એ ધ્યેય માટે મરવા કરતાં વધુ મુશ્કેલ છે. – સ્વામી વિવેકાનંદ

[૩૦] પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય અને તે સાવધાનીની શક્તિ ઈશ્વરે આપેલી છે. – ભગવાન બુદ્ધ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સુવિચાર – ‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી..”

Copy Protected by Chetan's WP-Copyprotect.