રમૂજી ટુચકાઓ.. – સંકલિત

અહીં જુદા જુદા સામયિક, સાપ્તાહિકમાં (પુસ્તકાલય, ચક્રમ ચંદન, નવચેતનમાં) આવેલ રમૂજી ટુચકાઓ લીધા છે.

શિક્ષક : ગાંધીજીને કોણે માર્યા?
પપ્પુ : ગોળીએ, સાહેબ.
શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું : પણ ગોળી છોડનાર કોણ ?
પપ્પુ એકદમ બોલી ઉઠ્યો : સાહેબ ! પિસ્તોલ.

*

પતિ-પત્નીનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો.
પત્ની : અરેરેરે ! મેં મારી મમ્મીનું કહેવું માની તમારી સાથે લગ્ન ના કર્યું હોત તો કેવું સારું ?
પતિ : તો શું તારી મમ્મીએ તને મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી ?
‘હા …’ પત્નીએ ક્રોધમાં જવાબ આપ્યો.
‘અરે ભલા ભગવાન, હું પણ કેવો મૂર્ખ છું ? આવા ભલા સાસુને હું અત્યાર સુધી ખરાબ જ માનતો હતો !’

*
એક દર્દીને હાર્ટઍટેક થયો હતો. સારવાર પછી તેણે દાક્તર પાસે બીલ માંગ્યું.
‘બીલની હજુ થોડા દિવસ રાહ જુઓ, તમારી તબિયત આંચકા સહન કરી શકે તેટલી સારી થઈ નથી..’ દાક્તરે શાંતિથી કહ્યું.

*
દીપા : (પતિને) ‘તમને કશું લાવતા નથી આવડતું.’
દીપક : ‘સાવ સાચું કહે છે, તને લાવ્યો એ જ એની સાબિતી છે.’

*
એક અજાણ્યા માણસે બીજાને કહ્યું, ‘જો તમે સામેના મકાનમાંથી ટી.વી. ચોરી લાવો હું તમને એક હજાર રૂપિયા ઈનામમાં આપીશ.’
બીજો માણસ ગયો અને ટી.વી. લઈ આવ્યો. પણ શરત હારનાર પહેલા માણસે એક હજાર રૂપિયા આપવાની ના પાડી દીધી અને કહ્યું, ‘તમને એ જાણીને નવાઈ લાગશે કે હું પોલીસ ઈન્સ્પેક્ટર છું.’
‘તો તમને એ જાણીને એથીયે વધારે નવાઈ લાગશે કે સામેનું એ મકાન મારું જ છે.’ ટી.વી. ચોરી લાવનારે કહ્યું.

*
એક બેટસમેનની પત્ની : ‘જો કોઈ ખૂબસુરત યુવાન મને ભગાવીને લઈ જઈ રહ્યો હોય તો તમે શું કરશો ?’
‘હું કહીશ કે ભગાવીને લઈ જવાની ક્યાં જરૂર છે, આરામથી લઈ જા ને !’ બેટસમેને છગ્ગો માર્યો.

*
પતિ : તું આજકાલ વધારે સુંદર થતી જાય છે ?
પત્ની : એ કેવી રીતે ?
પતિ : જોને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ બળતી જાય છે.

*
બે સરદારજી કારમાં બૉમ મૂકતા (ફીક્સ કરતા) હતા.
સરદાર – ૧ જો બૉમ ફીક્સ કરતા કરતા ફાટશે તો આપણે શું કરીશું ?
સરદાર – ૨ ચિંતા ના કરીશ, મારી પાસે બીજો બૉમ છે.

*
ડૉક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો ?
દર્દી : હું વળાંક લઈ રહ્યો હતો.
ડૉક્ટર : … અને સામેથી બીજી કાર આવી ?
દર્દી : ના, ત્યાં વળાંક નહોતો.

*
વેઈટર : અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો ?
ગ્રાહક : ડૉક્ટરના કહેવાથી ?
વેઈટર : એટલે ?
ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું : જુઓ શીશી પર લખ્યું છે કે જમ્યા પછી બે ચમચી લેવી.

*
પતિ : રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો.
પત્ની : ઠીક છે, આવતી કાલથી તમે ડુંગળી સમારજો.

*
મગનને નોકરી મળી. એણે બૉસ પાસે ૫ હજાર રૂ. પગાર, કાર ને ફ્લૅટની માગણી કરી.
બૉસે કહ્યું : ‘જાવ ડબલ આપીશું.’
આંખો પહોળી કરી મગને કહ્યું : ‘સાહેબ, તમે મજાક કરો છો ?’
સાહેબ : ‘ભાઈ, મજાકની શરૂઆત તમે કરી હતી !!!’

*
એક ન્યાયાધીશ દલીલ કરતા હતા કે: ‘મૃત્યુદંડની સજાથી ગુનાઓ ઓછા થાય છે.’
જુવાન એટર્ની એનાથી વિરુદ્ધ મતનો હતો. તેણે ન્યાયાધીશને કહ્યું : ‘તમારા મતની સાબિતી માટેના કારણો આપો.’
ન્યાયાધીશે કહ્યું : ‘જે જે લોકોને મેં ફાંસીના માંચડે મોકલ્યાં છે, તેમણે પછી ક્યારેય ખૂન કે ગુનો કર્યો નથી.’

*
એક અભિનેત્રીએ બીજીને કહ્યું : ‘યાર, ગઈકાલે મારું નાટક એવું જામ્યું કે આખા ઑડિયન્સનાં મોં ફાટેલાં જ રહી ગયાં.’
એ અશક્ય છે. બીજી અભિનેત્રી બોલી : ‘રોગ ચેપી છે એ ખરું, પરંતુ એટલા બધા લોકોને બગાસું સાથે આવે એ શક્ય નથી.’

*
શિક્ષક : ચિન્ટુ, આવતા જન્મમાં તું શું બનવા માંગે છે ?
ચિન્ટુ : સર, આવતા જન્મમાં હું જિરાફ બનવા માંગુ છું.
શિક્ષક : ચિન્ટુ, શા માટે તું જિરાફ બનવા માંગે છે ?
ચિન્ટુ : એટલા માટે કે તમે મને લાફો ન મારી શકો ને !

*
ભગવાન કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત અને ગાંધીજી આ ત્રણેયમાં શું સામનતા છે ? શિક્ષકે પૂછ્યું.
મનિયો ઊભો થઈને કહે ત્રણેય છે ને.. તો… છે ને ત્રણેય રજાના દિવસે જન્મ્યા’તા સાહેબ..!

*
છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
છોકરો : લોંગ ડ્રાઈવ પર ડાર્લિંગ.
છોકરી : તેં મને પહેલેથી કેમ ન કહ્યું ?
છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઈ પછી જ ખબર પડી.

*
પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.
પ્રેમી : એટલા માટે જ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.

*
નેતા એના પી.એ.ને : આટલા બધા ખેલાડી ફૂટબોલને કેમ લાત મારે છે ?
પી.એ : ગોલ કરવા.
નેતા : ધત્‍ તેરે કી, બોલ તો પહલે સે હી ગોલ હૈ ઔર કિતના ગોલ કરેંગે ?

*
પતિ : ‘પુરુષના જીવનમાં બે વાર એવી સ્થિતિ આવે છે, જ્યારે એ સ્ત્રીને સમજી નથી શકતો.’
પત્ની : ‘ક્યારે – ક્યારે આવે છે આવી સ્થિતિ ?’
પતિ : ‘એકવાર લગ્ન પહેલા અને બીજી વાર લગ્ન પછી.’

*
કપિલ શર્માએ પત્નીને કહ્યું, ‘જો મકાનમાલિક ઘર ભાડાના પૈસા માટે દરવાજો ખખડાવે છે. તેને તું કહી દે કે હું ઘરમાં નથી.’
પત્ની : ‘પણ, તમે કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતાં.’
કપિલ : ‘એટલા માટે તો હું તને મોકલું છું’

*
એક દોસ્ત : ‘હું એટલો મોટો થઈ ગયો. પણ મને યાદ નથી કે હું ક્યારેય જૂઠું બોલ્યો હૌં.’
બીજો દોસ્ત : ‘હા, તું સાચું કહે છે, મોટી ઉંમરમાં યાદશક્તિ પણ કમજોર થઈ જાય છે !’

*
એક પત્રકારે એક બેટસમેનને પૂછ્યું, ‘તમારો જન્મદિવસ ક્યારે આવે છે ?’
બેટસમેન : ‘મારો જન્મદિવસ નથી આવતો.’
પત્રકાર : ‘એવું કઈ રીતે બની શકે ? જન્મદિવસ તો બધાનો આવે છે ?’
‘એમાં એવું છે ને કે હું રાતના જન્મયો હતો. એટલે મારો જન્મદિવસ નથી આવતો !’

*
અમિત : ‘હમણાં છેલ્લાં પાંચ દિવસથી અમારી આખી ઓફિસ પિકનિક મનાવી રહી છે.’
કૃણાલ : ‘એમ ? એ કેવી રીતે ?’
અમિત : ‘બોસ વેકેશન ઉપર ગયા છે.’

– સંકલિત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “રમૂજી ટુચકાઓ.. – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.