Archive for April, 2015

હસ્તાક્ષર – હરિશ્ચંદ્ર

(‘વીણેલાં ફૂલ’ ગુચ્છ-૩માંથી સાભાર) ‘ફઈ, જે કહેવાનું હોય તે ટૂંકમાં પતાવો. વાતો માટે મારી કને ઝાઝો વખત નથી. મારે હજી ઘણાં કામ પતાવવાનાં છે.’ મિસ્ટર રિચાર્ડસને ઘડિયાળ પર નજર નાખી રુક્ષભાવે કહ્યું. ડોશીને આંખમાં આંસુ આવી ગયાં. પોતાના લખપતિ ભત્રીજાને મળવા માટે કલાક કરતાંયે વધુ રાહ જોવી પડશે ને મળ્યા પછી બે ઘડી નિરાંતે વાત […]

ત્રણ પદ્યરચનાઓ.. – કૃષ્ણ દવે

(‘કવિતા’ સામયિકના માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી) ૧. સ્માઈલ તો લાવો… – કૃષ્ણ દવે ધોધમાર ચોમાસું આંગણે ઊભું ને સાવ આ રીતે ક્યો છો કે ‘આવો’ થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો છલકાતી વાદળીને સ્ક્વેર ફૂટ માપીને આમ જ કહેવાનું ‘વરસાવો’ થોડું ચહેરા પર સ્માઈલ તો લાવો સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાના આવ્યા […]

ખાઉધરો દેડકો – પ્રણવ કારિયા

(‘જન્મભૂમિ પ્રવાસી’ ૧૫ માર્ચ, ૨૦૧૫માંથી સાભાર) ગામને પાદર સરોવરમાં એક જાડો-પાડો દેડકો રહેતો હતો દાદો દલુ એનું નામ. દલુ દેડકો ભારે ખાઉધરો ! એનું મોઢું બહુ મોટું અને આંખો તો જાણે ભેંસનાં ડોળા જેવી ! દલુ દેડકાને સૌ તળાવના મિત્રો “ખાઉધરો” કહીને ચિડાવે, પણ દલુ દેડકો મસ્તરામ હતો. કોઈનું કદી સાંભળે નહિ અને મોજથી સરોવરમાં […]

પુનિતકથા – સંત પુનિત

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) (૧) સબળ સ્વ-શ્રદ્ધા ‘કેમ ભાઈ ! આમ ગુમસુમ કેમ બેઠો છે ? શું કંઈ અવનવું બન્યું છે ? કે પછી ક્યાંયથી માઠા સમાચાર સાંભળવા મળ્યા છે ?’ વિષાદઘેર્યા વદને બેઠેલા એ યુવાનને ખભે હાથ મૂકી, એ કોલેજિયને સ્નેહભર્યે સ્વરે પૂછ્યું. ‘ભાઈ, બીજું તો કંઈ બન્યું નથી, પણ ચાર-પાંચ દિવસમાં જો […]

સાપના લિસોટા – રવજીભાઈ કાચા

(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) નટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ. ટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે તો બાકીના તેના ઘરે પહોંચી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.