Archive for April, 2015

પારખાં – ઊર્વી પ્રબોધ હરિયાણી

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘ક્યાં ખોવાઈ ગયા છો તમે લોકો ? આજકાલ તો કાંઈ દેખાતા જ નથી ને !’ સાફલ્ય બંગલામાં નવીનની હાંક ફરી વળી તો એનો અવાજ સાંભળી ધીરજ અને સમતા બંનેય જણાં એને આવકારવા દીવાનખંડમાં આવી ગયાં. દીવાનખંડમાં નવીનની સાથે બીજા ત્રણ અજાણ્યાને જોઈ તેઓ નવાઈ પામ્યાં. બધાને સારી રીતે આવકારતાં […]

છાનું રે છપનું કંઈ થાય અહીં – વિજય શાસ્ત્રી

(‘સરનામું બદલાયું છે’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) અશક્તિ ઠીકઠીક લાગવા માંડી હતી, છતાં મન મક્કમ રાખીને ભાલચન્દ્રભાઈ હરતાફરતા રહેતા હતા. ઘરમાં કોઈને લાગવું ન જોઈએ કે કશી તકલીફ ઊભી થઈ છે. કોઈકમાં જોકે તેમનાં પત્ની ભાનુમતી જ ઘરમાં […]

લિફ્ટ કરા દે… – પરાગ મ. ત્રિવેદી

(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) અમારે ફ્લેટ ખરીદવાનો હતો. એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ જોવા ગયા. સ્વાભાવિક છે કે ફ્લેટ જોતા પહેલાં બેઝમેન્ટમાં નજર કરીએ. અમે તો આનંદમાં આવી ગયાં- ‘અહીં તો બે-બે લિફ્ટ છે… કશી ચિંતા નહિ, એક બગડે તો બીજી તો છે જ…’ જેને પાસેથી અમારે ફલેટ લેવાનો હતો તે ભાઈએ પણ અમારું મન વાંચી […]

રમૂજી ટુચકાઓ.. – સંકલિત

અહીં જુદા જુદા સામયિક, સાપ્તાહિકમાં (પુસ્તકાલય, ચક્રમ ચંદન, નવચેતનમાં) આવેલ રમૂજી ટુચકાઓ લીધા છે. શિક્ષક : ગાંધીજીને કોણે માર્યા? પપ્પુ : ગોળીએ, સાહેબ. શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું : પણ ગોળી છોડનાર કોણ ? પપ્પુ એકદમ બોલી ઉઠ્યો : સાહેબ ! પિસ્તોલ. * પતિ-પત્નીનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. પત્ની : અરેરેરે ! મેં મારી મમ્મીનું […]

સાત ફેરે – રોહિત શાહ

(‘ચક્રમ ચંદન’ સાપ્તાહિકમાંથી) લગ્નની વિધિ માટે જેમ સપ્તપદી હોય છે એમ લગ્નસંબંધને આજીવન નિભાવવા માટે સાત વિઘ્નો પાર કરવાનાં હોય છે. એ સાત વિઘ્નો લગ્નજીવનને મજાની વિઘ્નદોડ બનાવે છે. એક ખાનગી વાત કરી દઉં કે લગ્નની વિધિ વખતે ઉચ્ચારાતી સપ્તપદીનો અર્થ તમને નહીં સમજાયો હોય તો કશો વાંધો નહીં આવે, પરંતુ લગ્નજીવનને નિભાવવાનાં આ સાત […]

Copy Protected by Chetan's WP-Copyprotect.