માને લગતી કહેવતો… – સંકલિત

જુદી જુદી ભાષામાં માને લગતી કહેવતો (‘થેંક યૂ મમ્મી’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે મૂકી છે.)

[૧] સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત

[૨] જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત

[૩] માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે. – મોઝેમ્બિલ કહેવત

[૪] વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ? – આફ્રિકન કહેવત

[૫] આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે. – ચાઈનીસ કહેવત

[૬] ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા. – અમેરિકન કહેવત

[૭] વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે. – નેટિવ અમેરિકન કહેવત

[૮] પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત… – કુરદીશ કહેવત

[૯] દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. – યુરોપિયન કહેવત

[૧૦] ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે. – સુદાની કહેવત

[૧૧] માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. –સ્પેનીશ કહેવત

[૧૨] પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ. – સાઈબિરિયન કહેવત

[૧૩] એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ? – ફ્રેંચ કહેવત

[૧૪] પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. – જાપાનીસ કહેવત

[૧૫] બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે. – નાઈજીરિયન કહેવત

[૧૬] ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. – ચાઈનીસ કહેવત

પુસ્તક પ્રાપ્તિની વિગતો..

[કુલ પાન.૨૪૦. કિંમત રૂ. ૩૦૦/- પબ્લિશર : આવિષ્કાર પબ્લિશર્સ ૮-બી, પ્રફુલ્લ સોસાયટી, અકોટા ડી-માર્ટ સામે, અકોટા, વડોદરા-૩૯૦૦૦૭, વિતરક : આર.આર.શેઠની કંપની ‘દ્વારકેશ’ રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ટેલિ.: (૦૭૯) ૨૫૫૦૬૫૭૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “માને લગતી કહેવતો… – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.