વાર્તા સ્પર્ધા ૨૦૧૪ : પરિણામ…

વાચકમિત્રો,

ગઈકાલે અક્ષરનાદનો નવમો જન્મદિવસ હતો, એ પ્રસંગે મેં મારા મનની અને ગત થોડાક મહીનાઓના કપરા સંજોગોની વાત મૂકી હતી, અને મહદંશે રીડગુજરાતી પર આયોજીત વાર્તાસ્પર્ધાને માટે પણ એ જ સંજોગોને લઈને અનેક અવ્યવસ્થા, અનિશ્ચિતતા અને વિલંબ સતત થતા રહ્યાં છે. અનેક વાચકમિત્રો અને સાહિત્યકાર વડીલો તથા મિત્રોની સતત પૃચ્છાનો મારી પાસે કોઈ જ ઉત્તર નહોતો, અથવા તો બધાને એ સમજાવી શકવાની ક્ષમતા કે શક્તિનો અભાવ પણ કહી શકો.

ખેર, બદલાતા સંજોગો સાથે હવે એ અવ્યવસ્થાની બહાર નીકળી શકીશું એવી આશા સાથે આગળ વધવામાં બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાના છે. અને તેમાંનું સૌથી વિલંબિત કાર્ય હતું વાર્તા સ્પર્ધાનું પરિણામ… તો આજે એ પરિણામો જાહેર કર્યા છે…

સ્પર્ધાના વિજેતાઓ

પ્રથમ વિજેતા – ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી
દ્વિતિય વિજેતા – કંધોત્તર – અજય સોની
તૃતિય વિજેતા – પ્રતિઘોષ – ડૉ. હિતા મહેતા

ત્રણ પ્રોત્સાહન પુરસ્કાર

અડધી મા – નિમિષા દલાલ
મોનાલીસાનું સ્મિત – કલ્યાણી વ્યાસ
કવિતા – વર્ષા તન્ના

સર્વે વિજેતામિત્રોને અભિનંદન અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ… શ્રી વિપુલભાઈ કલ્યાણીને નિર્ણય માટે સમયોચિત અને સંજોગોવશાત કૃતિઓ મોકલી જ શકાઈ નહીં, એ બદલ તેઓ ક્ષમા કરશે એવી અપેક્ષા છે. બંને નિર્ણાયકો, નીલમબેન દોશી અને મીરાબેન ભટ્ટનો અપાર અવ્યવસ્થા વચ્ચે પણ તમામ કૃતિઓને નાણીને નિર્ણય પાઠવવા બદલ ખૂબ આભાર અને અક્ષમ્ય વિલંબ બદલ સર્વે સ્પર્ધકો અને વાચકમિત્રોને નતમસ્તક…

આ પરીણામો આપ વાર્તા સ્પર્ધાના પાનાં પર પણ જોઈ શક્શો.

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વાર્તા સ્પર્ધા ૨૦૧૪ : પરિણામ…”

Copy Protected by Chetan's WP-Copyprotect.