૧૯૬૨નો નવેમ્બર મહિનો. ૨૦મી ઓક્ટોબરે ભારત સામે જંગે ચડેલા ચીનના પક્ષે સ્થિતિ રોજ રોજ મજબૂત થતી જતી હતી. ભારત માટે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખુલ્લો ન હતો. કાશ્મીરમાં લદ્દાખ મોરચે અને ઉત્તર-પૂર્વ ભારતમાં અરૂણાચલ સરહદે ચીની સૈન્ય ઘણું અંદર ઘૂસી આવ્યું હતું. એ સંજોગોમાં ઠાલી લડત આપી વધુ સૈનિકો […]
Monthly Archives: June 2015
(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) હમણાં થોડા સમય પહેલાં મારે મુંબઈથી ભાવનગર જવાનું થયું હતું. હું ભાવનગર જવાનો છું એ જાણીને મુંબઈના એક મિત્રે મને કહ્યું કે ભાવનગરથી પાછા ફરતી વખતે મારે એમના માટે ભાવનગરી ગાંઠિયા લેતા આવવા. એમના કહેવા મુજબ જ્યારે ભાવનગરથી હું પાછો ફર્યો ત્યારે ત્યાંના […]
(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) રવિનો ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હયો. હું મારાં બે બાળકો નિસર્ગ અને રુચિની સાથે એના આવવાની રાહ જોતી બેઠી હતી. ત્યાં જોરજોરથી ડોરબેલ વાગી. લગ્નના બાર વર્ષ પછી રવિની રગરગને ઓળખતી મને ખ્યાલ આવી જ ગયો કે બહુ વખતથી જેની રાહ જોતાં […]
“જો રીમાબેટા, નસીબદાર હોય તેને માતૃત્વ પ્રાપ્ત થાય છે ને તું એને દૂર કરવાની વાત કરે છે ?” “મમ્મી હજુ મારે બંગલો બનાવવાનો છે. કાર લેવાની છે. ત્યાં સુધી તો નોકરી કરવી જ પડશે અને બાળકનો જન્મ એટલે ચોવીસ કલાકની જવાબદારી. મારે નોકરી છોડવી જ પડે.” “સંતોષ માન બેટા. આ […]
[પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા] આઈ. સી. યુ.ના એ ઠંડાગાર કમરામાં નાનકડી નવ વર્ષની બાળકી તાપસીએ તેના પપ્પાની આંગળી પકડીને ધડકતા હૃદયે અને અજાણ્યા ભયની સાથે પ્રવેશ કર્યો. ચારે તરફ ફરતી તેની વિસ્ફારિત આંખો તેની મમ્મીના ચહેરાને ખોળી રહી. ચુપચાપ સફેદ કપડામાં ફરતી નર્સો, બ્લુ રંગના પડદા પાછળ ઢંકાયેલ દર્દીના ઉહંકારા, […]
કાળા કપડામાં, કાળી શાલ ઓઢી તે એક કબર પાસે બેઠી હતી. સોનેરી વાળ તેના ગાલને અડીને ઊડતા હતા. તેના સુંદર હોઠ ખૂબ સભાનપણે બંધ હતા. તેનાથી મોંઢાનો શોકિત ભાવ વધુ સ્પષ્ટ થતો હતો. તેની આંખો રડીને અને કંટાળાભરી રાતોના ઉજાગરાને કારણે સૂઝી ગઈ હતી. વળી આંખની પાંપણો નીચે ઢળી ગઈ […]
(જન્મભૂમિ પ્રવાસી’ના ૨૪,મે ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘નારાયણ… નારાયણ…’નું વીણા પર ગાન-ભજન કરતાં નારદ મુનિએ સંતોની સભામાં સાંભળ્યું કે શ્રી વિષ્ણુ ભગવાને તેમનાં વહાલા ભક્તોની એક ખાનગી યાદી તૈયાર કરી છે ! નારદજીને આ સાંભળીને, તે યાદી જોવાની ઉત્કંઠા થઈ આવી. એથી નારદજી વૈકુંઠમાં વાયુવેગે પહોંચી ગયા. શ્રી વિષ્ણુ ભગવાન નારદજીને […]
અસ્મિતાપર્વ-૧૮ની પૂર્વસંધ્યાએ… ખુલ્લાં આકાશની આસપાસના અંધકારને સભર કરતાં સુમધુર તાલબદ્ધ અને લયબદ્ધ નાદને તન્મય બની વિસ્મયથી રસપાન કરતાં હૃદયમાં અકથ્ય આંદોલનો ફેલાતાં હતાં. તાલ-તરંગો અને ઘોષ-તરંગો સાથે લયનું લાવણ્ય અંતરમનને તરબતર કરતું હતું. જીવને જલસો પડી ગયો. ભૌતિક જગતનું ભાન ભુલાઈ ગયું. આ અવસ્થા દોઢ નહીં, દોઢસો મિનિટ રહી. પરક્યૂશન […]
મુંજાલ એક પછી એક વસ્તુ બેગમાં ભરવા લાગ્યો. કેટલા બધા શર્ટ તેની પાસે હતા. તેને પણ શર્ટ મૂકતાં મૂકતાં આ વિચાર આવ્યો. દરેક રંગના શર્ટ હતા પણ બ્લુ રંગની મેજોરીટી હતી.તે શરૂઆતમાં સુલુને મળવા જતો ત્યારે દરેક વખતે નવું જ શર્ટ પહેરી જતો. શર્ટ રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન […]
ગત અઠવાડીયે ઉનાળાનું વેકેશન પૂરું થયું, શાળાઓ શરૂ થઈ. ભૂલકાંઓ ફરીથી ગયા વર્ષે હતું એથી વધુ ભારે દફ્તર અને અપેક્ષાઓનો બોજ સાથે લઈ શાળાએ જવા લાગ્યા છે. જાણે ‘હાશ’ની અવધી પૂરી થઈ. સ્પર્ધાથી ખદબદતા અને પળેપળ આવડતની અને જાણકારીની ચકાસણી કરતા યુગમાં બાળકોને ફરીથી પુસ્તકમાં ઉતરવાનો, રટણ કરવાનો કે ગોખવાનો, […]
(‘નવચેતન’ સામયિકના મે,૨૦૧૫ના અંકમાંથી સાભાર) પુખ્ત ઉંમરની વ્યક્તિ જ્યારે લગ્નબંધનથી બંધાય છે ત્યારે સહજીવનના પારિપાક રૂપે દંપતી મા-બાપ બને છે. પુરુષ પિતા બને અને સ્ત્રી માતા બને ત્યારે બંનેનાં રૂપ અને સ્વરૂપ બદલવાની સાથે સાથે જવાબદારી પણ વધે છે. આ જવાબદારીની સમજદારી સંતાનના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય […]
(‘જનકલ્યાણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ઉંમરના દરેક તબક્કે આપણા હિતચિંતકો દ્વારા આપણને અમુક સવાલો અચૂક પૂછાતા હોય છે; ઉ.ત. પચ્ચીસીથી પાંત્રીસની વચ્ચે પહોંચીએ ત્યારે પૂછવામાં આવે છે કે તમે તો સરકારી નોકરીમાં છો ને ? ઉપર નીચેનું થઈને કેટલું કૂટી ખાવ છો ? અને કોઈ બિઝનેસમાં પડ્યા હોઈએ તો એવું […]