Archive for June, 2015

મા-બાપ થવું, હોવું અને બનવું – વિજયસિંહ ઘરીઆ

(‘નવચેતન’ સામયિકના મે,૨૦૧૫ના અંકમાંથી સાભાર) પુખ્ત ઉંમરની વ્યક્તિ જ્યારે લગ્નબંધનથી બંધાય છે ત્યારે સહજીવનના પારિપાક રૂપે દંપતી મા-બાપ બને છે. પુરુષ પિતા બને અને સ્ત્રી માતા બને ત્યારે બંનેનાં રૂપ અને સ્વરૂપ બદલવાની સાથે સાથે જવાબદારી પણ વધે છે. આ જવાબદારીની સમજદારી સંતાનના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. બાળકના જન્મથી જ મા-બાપ […]

હેર-ડાઈ કરવાથી દાદરનાં પગથિયાં ઓછાં થાય છે ? – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ઉંમરના દરેક તબક્કે આપણા હિતચિંતકો દ્વારા આપણને અમુક સવાલો અચૂક પૂછાતા હોય છે; ઉ.ત. પચ્ચીસીથી પાંત્રીસની વચ્ચે પહોંચીએ ત્યારે પૂછવામાં આવે છે કે તમે તો સરકારી નોકરીમાં છો ને ? ઉપર નીચેનું થઈને કેટલું કૂટી ખાવ છો ? અને કોઈ બિઝનેસમાં પડ્યા હોઈએ તો એવું પૂછે છે કે ‘ધંધા-‘ધાપા’ કેવાક […]

ઈ મારી મા છે – નિખિલ દેસાઈ

(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ધરતી સંધ્યાના રતૂમડા ઉજાસમાં ઘેરાતી જાય છે. દિવસની ચહલ-પહલ સામે સાયંકાળ ઝાંખો ને ગમગીન હોય છે. બારીમાંથી બહાર દેખાતા વિશાળ ફળિયામાં કંકુ ડોશી ત્રીજી વારનું વાસીદું કાઢી રહી છે. ખાટલામાં બેથાં બેઠાં એભલ બારીમાંથી ડોશીની ગતિ-વિધિ નિહાળી રહ્યો છે. હાડકાંના માળા જેવી આ ડોશી સામે પાંચ હાથ પૂરો ને […]

આંબે આવ્યા મોર… – વર્ષા તન્ના

(‘અખંડ આનંદ’ સામયિકના મે – ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મારા ઘરના બેડરૂમમાંથી ઝૂમતો આંબો દેખાયા જ કરે. મુંબઈ ગામમાં આવો આંબો દેખાય એ એક મોટો જલસો છે. મારા ઘરની આજુબાજુ વૃક્ષોનો વૈભવ ઘણો. તેમાં પણ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જ આંબો અને તે પણ બેડરૂમની બારીમાંથી મને બોલાવ્યા કરે મસ્ત મિત્રની જેમ. મારો દીકરો નાનો હતો ત્યારે ત્યારે […]

જન્માક્ષર – ડૉ. રેણુકા એચ. પટેલ

(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મનીષભાઈએ ફરી એક વખત ગણતરી માંડી જોઈ. સાવ સાચું જ હતું. ક્યાંય કોઈ ભૂલ નહીં. બારે ખાનામાં બેઠેલો એક-એક ગ્રહ અને તેમની ગોઠવણી સાચી જ હતી. તેમના વચ્ચેની મૈત્રીય સાચી અને દુશ્મનીય સાચી હતી. યુતિમાંય કોઈ ભૂલ નહીં. વિશ્વાસ ન આવતો હોય એમ ફાટી આંખે એ સામે ટેબલ પર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.