(‘પ્રેરણાની પતવાર’ પુસ્તકમાંથી)
[૧] જેઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે, તેઓ બધા જ પુરુષાર્થવાદીઓ હતા. તેમણે ક્યારેય એમ નહોતું કહ્યું કે નસીબમાં હશે તેમ થશે. – એમર્સન
[૨] મારા જીવનની આનંદદાયક પળો બહુ ગણીગાંઠી છે જે મેં મારા ઘેર મારા પરિવાર સાથે વિતાવી છે. – થોમસ જેફરસન
[૩] દસ વર્ષ સુધી વાંચેલા સારાં સારાં પુસ્તકો કરતા પણ સજ્જન સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે. – લોંગ ફેલો
[૪] માથું ભલે ગમે તે દિશામાં હોય, હૃદય સાચી દિશામાં હોવું જોઈએ. – સર વૉલ્ટર રેલે
[૫] મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો. – એડિસન
[૬] માણસાઈનો દુકાળ દૂર કરવો છે તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો. – બંધુ ત્રિપુટી
[૭] કૅન્સરથી મૃત્યુ પામનારા લોકો કરતા ઈર્ષાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. – જોસેફ પી. કેનેડી
[૮] તમારી ભીતરમાં રહેલા સમગ્ર નવા ખંડો અને જંગલોના કોલંબસ તમે બનો. નવા વેપારમાર્ગો નહીં વિચારમાર્ગો ખોલો. દરેક મનુષ્ય એવા સામ્રાજ્યનો સ્વામી છે જે સામ્રાજ્યની આગળ ઝારનું સામ્રાજ્ય તુચ્છ છે. – થોરો
[૯] પાવર પોઈન્ટ પ્રેઝનટેશન કરતા પરિવાર વધુ અગત્યનો છે. – ચેતન ભગત
[૧૦] બધું આપી દઈશ તો ખાઈશ શું ? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું ? એ દૈવી વિચાર. – ગૌતમ બુદ્ધ
[૧૧] આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી જેટલી નથી પીડાતી, તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાને લીધે પીડાય છે. – રોમા રોલા
[૧૨] માનવી અંદરના ગર્ભ કરતા બહારની છાલ માટે વધુ ઝઘડે છે. – જર્મન કહેવત
[૧૩] કિંમત એ છે જે તમે ચૂકવો છો અને મૂલ્ય એ છે જે તમે મેળવો છો. – વોરન બફેટ
[૧૪] જો તમે વસ્તુઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકો તો જે વસ્તુઓને તમે જુઓ છો એ પણ બદલાઈ જશે. – વેન ડાયર
[૧૫] જે હાથ ભૂંસી શકે છે તે જ સાચી વસ્તુ લખી શકે છે. – મેઈસ્ટર એકહાર્ટ
[૧૬] દરેક વ્યક્તિ દુનિયા બદલવા ઈચ્છે છે પરંતુ પોતાની જાતને બદલવા માટે કોઈ તૈયાર નથી. – લિયો ટૉલ્સ્ટૉય
[૧૭] જીવનમાં ઘણા સાદા નિયમો સ્કૂલમાંથી નહીં પણ ડાહ્યા માણસો પાસેથી શીખવાના હોય છે. – કાંતિ ભટ્ટ
[૧૮] હું નિષ્ફળતાને સ્વીકારું છું પરંતુ ફરીથી પ્રયત્ન ન કરવાની વૃત્તિને સ્વીકરતો નથી. – માઈકલ જોર્ડન
[૧૯] માનવતાની આંખ એ માઈક્રોસ્કોપ જેવી છે. દુનિયા હોય એના કરતા પણ મોટી બનાવી દે છે. – ખલિલ જીબ્રાન
[૨૦] સફળ વ્યક્તિ એ છે જે તેના પર બીજા દ્વારા ફેંકવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરીને પોતાનો પાયો મજબૂત કરે છે. – ડેવિડ બ્રિંકલે
[૨૧] સંપત્તિ, સત્તા અને દક્ષતા માત્ર જીવનના સાધનો છે, ખુદ જીવન નહીં. – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ
[૨૨] તમે બાળકને મેઘધનુષ બતાવતા હોવ ત્યારે કામ તમારી રાહ જોઈ શકે છે, પરંતુ તમે કામ પૂરું કરો ત્યાં સુધી મેઘધનુષ તમારી રાહ નહીં જુએ. – પેટ્રસિયા કિલફોર્ડ
[૨૩] જે પોતાના માટે જીવે છે તે મરી જાય છે. જે સમાજના માટે મરે છે તે જીવતા રહે છે. – અન્ના હજારે
[૨૪] મેલા અને ઢંગધડા વિનાના કપડાથી જો આપણને શરમ આવતી હોય, તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે શરમાવું જોઈએ. – આઈન્સ્ટાઈન
[૨૫] મોટા ભાગના લોકો એ ક્યારેય નથી શીખી શકતા કે જીવનનો સૌથી અગત્યનો હેતુ એને માણવાનો છે. – લેટિન કહેવત
[૨૬] જ્યારે કોઈ ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે ત્યારે ન્યાયાધીશ ગુનેગાર બની જાય છે. – લેટિન કહેવત
[૨૭] એક સારો નિર્ણય જ્ઞાન પર આધારિત હોય છે આંકડાઓ પર નહીં. – પ્લેટો
[૨૮] બીજા લોકોને ધન માટે મરવા દો, હું તો પૈસા વગરનો અમીર છું. – લોર્ડ કાલિંગવુડ
[૨૯] ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ, પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં. – વિનોબા ભાવે
[૩૦] જૂના ધર્મો કહે છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. – સ્વામી વિવેકાનંદ
5 thoughts on “સુવિચારો – સંકલિત”
ઉત્તમ વિચારો.એક એક્થેી ચધિયાતા સુવિચારો.
“જૂના ધર્મો કહે છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. – સ્વામી વિવેકાનંદ”
ખુબ સ્રરસ સુવિચાર…………
આભાર્………………..
તંત્રીશ્રી,
ઉત્તમ સુવિચારો આપવા બદલ આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
very nice… &…. Good.. Job….
સુવાક્યો, સુવિચારો આમ તો વાંચવા માટે સારા, જો તેને જીવનમાં ઉતારિયે નહીં અને ફક્ત દીવાલ ઉપર લખવા માટે જ ઉપયોગ થાય. યુધિષ્ઠિરે વાંચું કે સાચું બોલવું. તેને જીવનમાં ના ઉતારું અને શિક્ષકને કહું કે મને આવડી ગયું, તે બરાબર નથી. દુર્યોધન ધર્મ શું છે, તે જાણે છે, પરંતુ બિચારો તેનું પાલન કરી નથી શકતો, આપણી જેમ જ. મિત્રો સુવિચારો કે સુવાક્યો ભલે ઓછા વાંચો, પણ જે વાંચો તેને મનમાં ઉતારો અને આચરણમાં ઉતારિયે તો મજા પડી જશે. આજકાલ વૉટ્સઅપ ખૂબ ચાલે છે. સુવાક્યો એક બીજાને મોકલવા. બસ કામ પતિ ગયું. તેવું ના કરશો, મિત્રો. વાંચેલું જે ગમી જાય, તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો.