ગુરુ – મોરારિબાપુ

થોડા દિવસો પહેલાં કેન્યામાં યોજાયેલ રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ ગુરુ કોને કહેવાય એ વાતને સમજાવતા કહ્યું છે કે જે બુદ્ધ પુરુષ પાંચ તત્વો સાથે જોડાયેલ હોય તેને ગુરુ માનવો. તેમના મતે ગુરુ એ માનવીનું કવચ છે. ફેસબુક પરથી આ સાંભળી અને એ હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી રીડગુજરાતી આ પ્રસ્તુત કરી રહ્યું છે. આજે ગુરુપૂર્ણિમાએ તેમણે કહેલા ગુરુમાં રહેલા આ પાંચ તત્વોને સમજીએ.

૧) અગ્નિતત્વ :

અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તે વ્યક્તિ. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી દીવો પ્રગટાવી રાખે અને કાર્ય પૂર્ણ થતાં જ દીવો ઓલવી નાખે તે નહીં. પણ જેની અંદરનો અગ્નિ કાયમ પ્રજ્વલિત હોય તે. પારસીઓની અગ્નિ એ આનું પ્રતીક છે કે ભીતરમાં આગ સદા પ્રજ્વલિત રહેવી જોઈએ. અગ્નિ એ પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. અગ્નિ સાધકને જાગ્રત રાખવાનું કામ કરે છે. જે વ્યક્તિની ચેતના, અસ્તિત્વ આ અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તેને બુદ્ધ પુરુષ માનવો.

૨) વાયુતત્વ :

જે પવન સાથે જોડાયેલ હોય તે. પવન એટલે હનુમાન, પવન એટલે પ્રાણતત્વ. વાયુને ન હિન્દુ કહી શકાય કે ન મુસલમાન. જીવવા માટે બધાએ હવા લેવી જ પડે છે. હિંદુસ્તાનમાં રહેતા મુસ્લિમો એમ નથી કહેતા કે અમે હવાને શ્વાસમાં નહીં લઈએ કેમકે આ હવા હિંદુસ્તાનની છે, ના. પાકિસ્તાનમાં રહેનાર હિંદુઓ નથી કહેતા કે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ તો અમે પાકિસ્તાનની હવા નહીં લઈએ કેમકે અમે હિંદુ છીએ. લેવી જ પડે. કેમકે વાયુ બિનસાંપ્રદાયિક હોય છે અને અસંગ હોય છે. જેની ચેતના આ વાયુ તત્વથી જોડાયેલી હોય છે તેને બુદ્ધ પુરુષ કહેવાય છે.

૩) આકાશતત્વ :

જે આકાશતત્વ સાથે જોડાયેલ હોય છે એ મારી દ્રષ્ટિએ બુદ્ધ પુરુષ છે. જે આકાશ તત્વથી જોડાયેલ હોય અને સીમાઓમાં બંધાયેલ ન હોય. આકાશની જેમ ફેલાયેલ હોય, અસીમ હોય, ગગનસિદ્ધાંત હોય. કોઈ સિદ્ધાંતમાં એ સંકોચાય ન જાય એ બુદ્ધ પુરુષ છે.

૪) જળતત્વ :

જે જળતત્વથી જોડાયેલ હોય છે, જેની આંખો હંમેશાં ભીની હોય. સૂકી આંખોને ડોળા કહેવાય, એને આંખ ન કહેવાય. તે આંખો સાધનાથી ભરેલી હોય, બંદગીથી ભરેલી હોય. ફરીરની આંખો ભીની હોય છે.

એ ઝમઝમનું પાણી પીને જળતત્વ સાથે જોડાયેલ હોય કે ગંગાજળ પીને જોડાયેલ હોય. તે માર્ગદર્શક છે, સંદેશવાહક છે. જે જળતત્વ સાથે સીધો સંબંધ ધરાવે છે તે બુદ્ધ પુરુષ છે.

૫) પૃથ્વીતત્વ :

જેનો પૃથ્વીતત્વ સાથે સંબંધ છે તે બુદ્ધ પુરુષ છે. ઊંચાઈ ભલે ગમે તેટલી મળી જાય પણ જે ધરતી ન છોડે, પાંખો કેટલી પણ આવી જાય પણ જે પૃથ્વીથી ઉપર ઊઠીને ફુલાય ન જાય, અહંકારી ના હોય, જમીન પર કાયમ જેના ચરણ ટકેલા હોય તે બુદ્ધ પુરુષ છે.

આ પાંચ તત્વો સાથે જે જોડાયેલ છે એને જ ગુરુ સમજવો. ગુરુ જ આપણું અભેદ્ય કવચ છે.

– મોરારિબાપુ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પદ્યરચનાઓ.. – કુલદીપ કારિયા, તેજસ દવે
ગુરુના પાંચ લક્ષણ.. – મૃગેશ શાહ Next »   

3 પ્રતિભાવો : ગુરુ – મોરારિબાપુ

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સાચો ગુરુ કેવો હોય,તેની સાચી સમજ લાઘવમાં આપી દીધી મોરારિબાપુએ.
  નમસ્કાર બાપુને.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. આજના સમયમા ટિલા-ટપકા અને ભગવા પાછ્ળ છ્પાયેલા ધનધાદારી ઠગ ગુરુઓનો પાર નથી. એ સાધુઓ કે ગુરુઓની જમાતમાથી સાચો કોણ ???
  ઘાસની ગન્જીમાથી સોઇ શોધો તો કદાચ તે મળી જાય. પણ સાચો સાધુ કે ગુરુ ??? છ્તા અક્ક્લ ગીરવે મુકી મુર્ખાઈ વહોરનારાની કમી નથી.

 3. ભગવાનજીભાઇ says:

  ઢોંગીઓનો રાફડો ફાટ્યો છે,સાચો ગુરુ શોધવો કઠિન.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.