અરુણું પ્રભાત ! (નવી શિક્ષણ નીતિ : ૨૦૧૫) – નિરુપમ છાયા

(‘વિવેકગ્રામ’ના જુલાઈ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે વાત કરતાં એક પ્રસંગ ટાંક્યો છે. ‘ન્યૂયોર્ક’માં આયરલેન્ડથી ઊતરી આવતા જ્ઞાની વસાહતીઓને હું જોતો; તેઓ કચડાયેલા, બેસી ગયેલા ચહેરાવાળા, વતનમાં સર્વસંપત્તિ વિહોણા થઈ પડેલા, પૈસા વગરના અને જડબુદ્ધિના, માત્ર લાકડી અને તેને છેડે ફાટેલા કપડાંનું એક પોટલું લટકતું હોય તેટલી જ મિલ્કત સાથે ભયભીત પગલે આશંકાભરી આંખે આવતા. પણ છ માસમાં તેઓ જ હું જ દ્રશ્ય ઊભું કરતા. એ જ માણસ ટટ્ટાર ચાલે, તેનો પહેરવેશ ફરી ગયો, આંખ અને ચાલમાં ભયનું લેશમાત્ર ચિહ્ન નહીં. કારણ શું ? શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ જ ! યુરોપના ઘણાં શહેરોમાં મુસાફરી કરતાં કરતાં હું ત્યાંના ગરીબ માણસોના પણ સુખસાધનો અને શિક્ષણ નિહાળતો અને ત્યારે આપણા પોતાના ગરીબ માણસોના વિચાર મારા મનમાં આવતા અને હું આંસુ સારતો. આવો તફાવત શા કારણે થયો ? ઉત્તર મળ્યો, શિક્ષણ ! શિક્ષણ અને પોતાની જાતમાં શ્રદ્ધાથી તેમનો અંતગતિ બ્રહ્મ જાગ્રત થાય છે.’

શિક્ષણ-કેળવણીનું આટલું મહત્વ સમજીને જ સ્વામી વિવેકાનંદે બહુ જ સૂક્ષ્મ રીતે વ્યાપક ચિંતન પ્રસ્તુત કર્યું છે.

ભારત સ્વતંત્ર થયા પછી શિક્ષણ અંગે કંઈ કેટલાય પંચો રચાયા. ડૉ. રાધાકૃષ્ણન પંચ, કોઠારી પંચ વગેરેએ અનેકવિધ સૂચનો કર્યા અને શિક્ષણ વ્યવસ્થામાં કંઈક પરિવર્તન આવે એવી દ્રષ્ટિ પણ સેવી. ૧૯૬૮માં નવી તરાહ ૧૦+૨+૩ અમલમાં મૂકાઈ. ત્યારબાદ ૧૯૮૬માં પણ શિક્ષણને પરિવર્તનલક્ષી, પરિણામલક્ષી બનાવ્યા ઉપરાંત આધુનિક ટેકનોલોજી સાથે સાંકળવા પ્રયત્ન થયો. પરંતુ તે પછી લગભગ ૨૯ વર્ષ પસાર થઈ ગયા.

પણ શિક્ષણ અંગે કોઈ વિચાર જ ન થયો. વિશ્વ તો નૂતન પ્રવાહો સાથે ધસમસતું આગળ વધતું રહ્યું. કદાચ એવું કહી શકાય કે ટોફલરે કલ્પેલા ત્રીજા મોજાથીયે આગળ એક નવું મોજું આવી રહ્યું છે અને જીવનને સ્પર્શતા દરેક ક્ષેત્રને પ્રભાવિત કરવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ભારત પણ એનાથી અળગું ના રહી શકે. આપણા દેશને વિશ્વના આ પ્રવાહને સમાંતર લાવી, વિકાસનો નૂતન પથ કંડારી, વિશ્વને આ રાષ્ટ્રની અપ્રતિમ શક્તિ પરત્વે ફરીથી જાગૃત કરી, હવેની સદી ભારતની સદી છે એવું દ્રઢ દર્શન કરાવવા પ્રતિબદ્ધ થવું પડશે.

આ માટેનો સર્વોત્તમ માર્ગ શિક્ષણ છે. ‘મેઈક ઈન ઈન્ડિયા’, ‘ડિજીટલ ઈન્ડિયા થ્રસ્ટ’ જેવા સૂત્રો પ્રવાહિત થયા છે એમાં પ્રગતિના ત્રણ આધારસ્તંભો પણ દર્શાવ્યા છે. ગુણવત્તા (Quality), કૌશલ્ય (Skill) અને પ્રોધૌગિકી (Technology) આ આધારસ્તંભો સાથે શિક્ષણને જોડે, શિક્ષણની મુખ્ય ત્રણ ભૂમિકાઓ વિચારાઈ (૧) રાષ્ટ્રને મહાશક્તિશાળી બનાવવું (૨) વિદ્યાર્થીઓ આવશ્યક જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ થાય. (૩) વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી બૌદ્ધિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં માનવબળની ઓછપને દૂર કરવી.

આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા કદની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉચ્ચ શિક્ષણ માટે ૭૦૦થી વધુ વિશ્વવિદ્યાલયો અને ૩૭૦૦૦ કોલેજોમાં અભ્યાસ કરતા બે કરોડ વિદ્યાર્થીઓ (એક અંદાજ મુજબ, ૨૦ મિલીઅનનો આંકડો પણ મૂકાય છે.) થકી શિક્ષણનું બહુલ અને વિશાળ હોવા છતાં વિશ્વનાં પ્રથમ ૨૦૦ વિશ્વવિદ્યાલયોની સૂચિમાં ભારતનું એકપણ વિશ્વવિદ્યાલય નથી !

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વિશ્વમાં અગ્રેસર થવું હોય તો શિક્ષણ પરિવર્તન માટે કટિબદ્ધ થવું જ પડે. સમાજ પોતા માટે, પોતા વડે અને પોતીકું ચિંતન પ્રસ્તુત કરે એટલા માટે શાસન દ્વારા એક અંવાદ સેતુ રચવાનો પ્રયત્ન પણ આ માટે થયો છે. આવી રીતે ચિંતન થાય તો એવું નવનીત મળે જે સહુની પ્રગતિ માટે ઉપકારક તો હોય જ પણ અપનત્વ લાગે અને એના વ્યાવહારિકપણાની દિશામાં સહુ ગંભીર રહી, નિષ્ઠાપૂર્વક એકસ્વરે જોડાઈ શકે.

આ સંવાદસેતુમાં ભારતીય ચિંતનોનો સહ ચિત્તમેષામ્‍નો સ્વર પણ છે અને આધુનિક પ્રબંધનનો પણ સમન્વય છે. TOP Down yLku Bottom Up એ આધુનિક પ્રબંધનના સિદ્ધાંતોને જોડતાં, ગ્રામ પંચાયત અને એ સ્તરની સમિતિઓ સાથે પ્રાથમિક શિક્ષણ અને તાલુકા સ્તરે ઉચ્ચ શિક્ષણ માટે વિચારવિમર્શ કરતાં શાસનના ઉચ્ચ સ્તરે પહોંચવું અને સૂચના મેળવવા-મુદ્દા મુકવા, ભૂમિકા આપવી વગેરે કામ શાસનના ઉચ્ચ સ્તરેથી થયું. આમ, શિખરથી તળેટી સુધી અને મૂળથી ટોચ સુધીની એ બંને દ્રષ્ટિનો ‘સહચિત્તમેષામ્‍’ સાથે સમન્વય સાધી, પરિવર્તનની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ છે. mygov.in/neweducationpolicy પર આ ચર્ચા ખુલ્લી મૂકવામાં આવી હતી. હવે એનું સંકલન, તારણ, વિશ્લેષણ વગેરે પ્રક્રિયા હાથ ધરાશે.

લેખના આરંભે આપણે ત્રણ સૂત્રો, આધારસ્તંભો વગેરે જોયા અને એને શિક્ષણ સાથે જોડીને લગભગ ૩૩ મુદ્દા, ચિંતન માટે મૂકવામાં આવ્યા છે. આમાં ૧૩ મુદ્દા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે છે અને ૨૦ મુદ્દા ઉચ્ચ શિક્ષણ માટે મૂકાયા છે.

પ્રાથમિક-માધ્યમિક માટેના ૧૩ મુદ્દામાં વિવિધ ધોરણ પ્રમાણે એ ધોરણનું શિક્ષણ દ્રઢ થવું જોઈએ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની શક્તિ અને સંભવિતતાઓ, પહોંચનો વિસ્તાર, વ્યાવસાયિક શિક્ષણને શક્તિશાળી બનાવવું, પરીક્ષા પદ્ધતિ પર પુનર્વિચાર, શિક્ષકોની ગુણવત્તા પ્રગટે એ રીતે શિક્ષક પ્રશિક્ષણનું પુનર્ગઠન, ગ્રામસ્તરે નિરક્ષરતા દૂર થાય એ ઉપરાંત સ્ત્રીઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતિઓ વગેરે શિક્ષણ લેતા થાય અને પ્રૌઢશિક્ષણ તથા રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય વ્યવસ્થા વ્યાપક અને દ્રઢ બને, સૂચના અને માહિતી પદ્ધતિના વિસ્તાર, નૂતનજ્ઞાન એ અંગેનું શિક્ષણશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજીના શિક્ષણનો એક અભિગમ જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ દ્વારા ચોક્કસ હેતુ સાર્થક થાય, શાળાઓની ગુણવત્તા, મૂલ્યાંકન અને વ્યવસ્થાપન પદ્ધતિઓ, બાલિકા શિક્ષણ, અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતિ અને વિશેષ પડકારરૂપ સ્થિતિના બાળકો માટે સર્વ સમાવેશક શિક્ષણ, ભાષાઓના શિક્ષણ માટે પ્રોત્સાહન, મૂલ્યો, શારીરિક શિક્ષણ, કલા, કારીગરી અને જીવન કૌશલ્યોને સમાવતું સર્વગ્રાહી શિક્ષણ, બાળ સ્વાસ્થ્ય પર વિશેષ લક્ષ.

એ જ રીતે ઉચ્ચ શિક્ષણ માટે ચાવીરૂપ જે મુદ્દાઓ મુકાયા છે તેમાં ગુણવત્તાની દ્રષ્ટિમાં શાસકીય પરિવર્તન, શિક્ષણ સંસ્થાઓને ગુણવત્તાક્રમ અને માપન, નિયમોની ગુણવત્તા સુધાર, કેન્દ્ર સંસ્થાઓની ભૂમિકાઓનું યોગ્ય નિર્ધારણ, રાજ્ય અને જાહેર કક્ષાના વિશ્વવિદ્યાલયોમાં સુધારણા, ઉચ્ચ શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવું, મુક્ત વિશ્વવિદ્યાલયો ડિસ્ટન્સ લર્નિઁગ અભ્યાસક્રમોને વધુ પ્રોત્સાહન, ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની તકો, ક્ષેત્રિય અસમાનતાઓનું સમાધાન, સામાજિક અને જાતીય ભેદભાવોનું નિર્મૂલન, ઉચ્ચ શિક્ષણને સમાજોપયોગી વિવિધ કાર્યો સાથે જોડવું, ઉત્તમ શિક્ષકોનું ઘડતર, નિર્માણ, વિદ્યાર્થીઓને પૂરક એવી સહયોગી પદ્ધતિનું સાતત્ય. ભાષા દ્વારા સાંસ્કૃતિક એકતા, ખાનગી ક્ષેત્રો સાથે સાર્થક ભાગીદારી, શિક્ષણ માટે ઋણ. શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, શિક્ષણને રોજગારલક્ષી બનાવવા ઉદ્યોગો સાથે જોડાણ, અનુસંધાન અને પ્રયોગલક્ષીતાને પ્રોત્સાહન તથા નૂતન, આધુનિક જ્ઞાન માટેની દ્રષ્ટિનો વિકાસ વગેરેનો સમાવેશ થાય છે.

એવું લાગે છે કે અત્યારે પણ શિક્ષણના સંદર્ભમાં આવું થાય જ છે. પણ આ પ્રવાસ આખા દેશમાં સમાન રીતે, સમાન સ્તરે અને સંગઠિત રૂપે થાય એ માટેનો છે. સંકલિતતા અને એકરૂપતા એનો પ્રધાનસૂર જણાય છે.

‘શિક્ષણનીતિ-૨૦૧૫’ એવું લખાય ત્યારે તેમાં ‘નૂતન’ શબ્દ અગ્રસ્થાને છે. એટલે અત્યાર સુધી જે થયું છે અને જે થઈ રહ્યું છે એમાં સમૂળું પરિવર્તન આવે અને સર્વ કાંઈ નૂતન રીતે જ થાય એ અપેક્ષા સેવવી અસ્થાને ન ગણાય. ઉદા. તરીકે અત્યારે ઉચ્ચ શિક્ષણમાં પરીક્ષાં પ્રશ્નપત્રો, તેની વ્યવસ્થા પદ્ધતિ, પ્રશ્નપત્રોની ચકાસણી, પરિણામ, વાચન અવકાશ વગેરેમાં એટલો સમય વેડફાય છે કે અભ્યાસ માટે તો બહુ જ ઓછો સમય બચે છે. એટલે એ પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન આવે એ ઈચ્છવા યોગ્ય છે. વિદ્યાર્થી ‘પરીક્ષાલક્ષી’ નહીં ‘જ્ઞાનલક્ષી’ બને એ માટે નક્કર કંઈક કરવું જ પડે એમ છે. કારણ કે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થી જે સ્તરમાં હોય, એ સ્તરનું પણ એને આવડતું નથી આ અનુભવસિદ્ધ બાબત છે. અંગ્રેજી વિષય કે કોઈ અન્ય વિષય સાથે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી બહુ ઓછી સંખ્યામાં હોય કે એ વસ્તુનું તલસ્પર્શી જ્ઞાન હોય. અરે, પાયાનું પણ નથી હોતું. છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને મોટેભગે એ ધોરણના, સ્તરના વિષયોમાં જેટલું આવડવું જોઈએ એટલું માંડ આવડે છે. આ અંગેના અભ્યાસના તારણો જાણવા મળે છે. એટલે આ બાબતોની ચિંતા સેવવી. અભ્યાસની તીવ્રતા વધે, સારગ્રાહિતા વિકસે અને ઊંડાણને પામે એ શિક્ષણની પ્રાથમિક આવશ્યકતા છે.

આ માટે શિક્ષણનું માળખું, શિક્ષણની ગુણવત્તા વગેરે બાબતે પણ ગંભીર ચિંતન કરવું પડે એવું છે.

એવી જ બીજી અગત્યની બાબત છે – મૂલ્યશિક્ષણ અંગેની. આ નીતિના મુદ્દાઓમાં ‘મૂલ્યશિક્ષણ’ને એક મુદ્દો દર્શાવ્યો છે. ખરેખર તો શિક્ષણનો આધાર જ મૂલ્યો બનવા જોઈએ. સમાજને ગુણવાન બનાવવો હોય તો આ મૂલ્યો સંક્રમિત થાય એ જરૂરી છે અને એમાં શિક્ષણની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. એને ઉકેલી શકાય નહીં; તો નૈતિકતા, મૂલ્યો પણ સાથે સાથે જ શિક્ષણમાં રહે એ પ્રથમ વિચાર કરવો જોઈએ.

ત્રીજી બાબત છે માતા-પિતા અને પરિવાર અંગેની. શિક્ષણમાં શાળા કે કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થા સાથે જ આનું પણ બહુ મહત્વ છે. માતાપિતા કે પરિવાર તરફથી વિદ્યાર્થી પરત્વે ધ્યાન ન અપાય તો શિક્ષણ સાર્થક ન બને. ઘણી વખત તો માતા પિતાને પોતાનું બાળક શું ભણે છે, ક્યાં ભણે છે એ ખ્યાલ હોતો નથી અને ભવિષ્યમાં શું કરશે એનું પણ કોઈ યોગ્ય ચિંતન નથી હોતું તો વળી, ક્યારેક એવું બને છે કે માતાપિતાના અમુક જ અભ્યાસક્રમ કે વ્યવસાય માટે આગ્રહ રખાતા બાળક કે યુવાન ગૂંચવાય છે.

આ બંને પરિસ્થિતિ આત્યંતિક છે. એ બંનેથી બચવું જોઈએ. તો, આ ૩૩ મુદ્દાઓમાં શિક્ષણ સંસ્થા કે વ્યવસ્થામાં માતાપિતાનો સંપર્ક, તેમની સાથે સતત વિચાર વિમર્શ, પરિવાર ઘડતર માટેના આયામો એના પર પણ ધ્યાન અપાવું જોઈએ. તો જ શિક્ષણ પૂર્ણતાનો સ્પર્શ પામી શકશે.

આ નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણકાર્યમાં પ્રત્યક્ષ જોડાયેલા ચિંતકો, ચિંતા કરનારા, શુભેચ્છકો અને શિક્ષણને પ્રેમ કરનારા અને જેઓ પોતાના સંતાનોના શુભ ભાવિ માટે જાગૃત માતા-પિતા અને પરિવારજનો-સહુ કોઈ જરા વિશદ્‍ અભ્યાસ કરે, એમાં શું ખૂટે છે, શું ઉમેરવું જોઈએ એના વિશે નાના વર્તુળોમાં ગોષ્ઠિ કરી, ચિંતન કરી એમાં તારણો શાસકો સુધી પહોંચાડશો તો પહેલા પગથીયેથી ઉર્ધ્વિકરણની પ્રક્રિયા થકી કંઈક સારું પરિણામ અચૂક મળશે.

‘હા, નવી શિક્ષણ નીતિ આવે ત્યાં સુધી શું ?’ એ પ્રશ્ન પૂછી, એ માટે જાગૃત થઈ, અહીં મૂકાયેલા મુદ્દાઓ પર વિશદ્દ ચર્ચા ચિંતન કરી, પોતાના સંતાનો જિજ્ઞાસુ, અભ્યાસુ, જ્ઞાનવાન બને, મૂલ્યો માટે જાગૃત બને એ માટે શું કરવું જોઈએ એ સમજી, એનું વ્યાવાહારિકરણ કરતાં થશે તો ‘નવી શિક્ષણનીતિ’નું એ પણ એક સફળ રહેશે.

કોરું ચિંતન નહીં પણ ભાવપૂર્ણ વ્યાવહારિકરણની દિશામાં આગળ વધતાં, સંવાદ કરવા સહુને ખુલ્લું ઈજન છે.

એ માટે રાહ જોવાનું ગમશે !

– નિરુપમ છાયા
(મો. ૯૪૨૭૨ ૩૫૧૮૯)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લીમડાના રસમાંથી બાસુંદી ન બનાવી શકાય – દિનેશ પાંચાલ
ખુદા મહેરબાન તો… – વિનોદ ભટ્ટ Next »   

8 પ્રતિભાવો : અરુણું પ્રભાત ! (નવી શિક્ષણ નીતિ : ૨૦૧૫) – નિરુપમ છાયા

 1. Gita kansara says:

  ઊત્તમ્ નવેી શિક્શ્ન નેીતિ ના દરેક મુદ્દાનેી સચોત માહિતેી સભર લેખ વાચ્કે સમજિ વિચારે. સરસ માહિતેી આપેી. આભાર્

 2. Arvind Patel says:

  આપણે આ વિષય માં ઘણું ઘણું વિચારવાનું છે. આપણી હિંદુ સંસ્કૃતિ મંદિરો બાંધવા માંથી અને ફક્ત ધર્મ સાચવવા થી આગળ વધ્યા નથી. મંદિરો ની જગ્યા એ શાળાઓ, અને શિક્ષણ માં વધાર કામ કરવાની જરૂર છે. શિક્ષણ નો વ્યાપ ખુ ખુબ વધારવો પડશે. છેલ્લા ૧૦૦ વર્ષો માં જે કઈ વૈજ્ઞાનિક પ્રગતિ થી જે પણ નવી શોધો થઇ જે સાધનો આપણે વાપરીએ છીએ , તે બધું જ અમેરિકા અથવા યુરોપ માં થી જ આવે છે. આપણે મંદિરો બાંધવા ની હરીફાઈ માં થી બહાર આવતા જ નથી. આવતી પેઢી ને શિક્ષણ જ કામ માં આવશે.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   સાચી વાત છે, અરવિંદભાઈ. આજનો સમાજનો માહોલ એવો છે કે —ગામમાં ૨૫ મંદિર હોય તો પણ જો નવું ૨૬ મું મંદિર બાંધવું હોય તો એક જ મિટીંગમાં લાખો બલ્કે કરોડો રુપિયા {જરૂર કરતાં પણ વધુ} જમા થઈ જશે, પરંતુ… એજ ગામની હાઈસ્કૂલના જરૂરી બે ઓરડા બાંધવા માટે કોઈ પૈસા નહિ આપે!… ઉપરથી ટોણો મારશે કે ..એ તો સરકારનું કામ છે!
   બસ, આ માહોલ બદલવાની જરૂર છે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

   • Arvind Patel says:

    આભાર. ખરેખર આજ ની પરિસ્થિતિ ચિંતા જનક છે. શિક્ષણ પ્રત્યે વધુ કાળજી જોયશે જ . મંદિર માનસિકતા માં થી બહાર નીકળવું પડશે.

 3. pjpandya says:

  શાશકો આવુ કઐક વિચારે અને શિક્ષનમા અખતરા બન્ધ કરિ વિદ્યાર્થિઓને નિરાન્તે ભનવા દે તો કેવુ સારુ

 4. Hitesh Ghoda says:

  ખુબ જ માહિતિ પ્રદ લેખ્. ગુજરાત મા ૧૯૭૬માં નવી તરાહ ૧૦+૨+૩ અમલમાં મૂકાઈ.

  આભાર્.

 5. Jigneshkumar says:

  Education is will be practicaly.
  Not thiarycal.

 6. Dineshbhai Rana says:

  માહિતી સુદર છે….
  ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણના સ્તરમાં સુધારા માટે શિક્ષકો ને અભિનંદન……
  Privatization in fields like this may not improve the villages..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.