‘બાળક એક ગીત’ પુસ્તક અંગે.. – સંપાદક

ગર્ભસ્થ શિશુ સાથે માતાનો પત્રસ્વરૂપ સંવેદનાસભર વાર્તાલાપ હીરલબેન વ્યાસની કલમે રીડગુજરાતી પર ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થયો હતો. કુલ ૧૨ ભાગમાં લખાયેલ આ સંવાદ રીડગુજરાતી પર શ્રેણી સ્વરૂપે (ભાગ-૧ થી ૧૨) આપણે માણ્યા છે. રીડગુજરાતી પર મૃગેશભાઈએ પ્રસ્તુત કરેલી અને વાચકોના અપાર પ્રેમ અને ચાહનાને પામેલી એવી આ શ્રેણી હવે એક સુંદર પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત થઈ છે. આ રીડગુજરાતી માટે આનંદની ક્ષણ છે કે જ્યારે અહીં પ્રસ્તુત થયેલ લેખોની શ્રેણી પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત થઈ હોય.

Balak Ek Geetઆ પુસ્તક ગર્ભસ્થ મહિલાની સંવેદનાની મહાગીતા સમું છે, એક સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય છે, ત્યારે તે જે અનુભવે છે તેનું અનુભૂતિપૂર્વકનું સંવાદાત્મક પત્રાલેખન છે આ પુસ્તક. પ્રત્યેક ગર્ભસ્થ સ્ત્રીએ પોતાના અનુભવની એરણે રહીને પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે સંવાદ સાધવો જોઈએ. આ પુસ્તક ગર્ભસ્થ સ્ત્રીઓએ વાંચવા જેવું છે, દરેક વ્યક્તિએ સંવેદવા જેવું છે કેમકે અહીં સત્યની અનુભૂતિનો રણકો છે. ગર્ભાધાન દરમ્યાન થતાં શારીરિક ફેરફાર, આરોગ્યની જાળવણી, ગર્ભનો વિકાસ જેવી વિગતો તમને અનેક પુસ્તકોમાં વાંચવા મળી રહેશે, પણ ગર્ભાવસ્થાની અનુભૂતિનો સંવેદનાસભર પ્રવાસ તો આ પત્રસંવાદ જ કરાવી શક્શે.

વાચકોને વિનંતી કે જો તમે આ પુસ્તક ખરીદવા માંગતા હો તો હીરલબેન વ્યાસને તેમના ઇ-મેઇલ એડ્રેસ પર ઇ-મેઇલ કરીને કે ફોન નંબર પર સંપર્ક કરીને જણાવશો જેથી પુસ્તક પ્રાપ્તિ અંગેની માહિતી આપ મેળવી શકો.

સરનામું – હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ H 302, શ્યામ -૨, સીમ્સ હોસ્પિટલ પાસે, સોલા, અમદાવાદ ૩૮૦૦૬૦

આ ઉપરાંત આપ હીરલબેનનો vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.

– સંપાદક
જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “‘બાળક એક ગીત’ પુસ્તક અંગે.. – સંપાદક”

Copy Protected by Chetan's WP-Copyprotect.