સચીન તેંડુલકરના અંજલિ સાથે લગ્ન – જગદીશ શાહ

 (‘ભારતરત્ન સચીન તેંડુલકર’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના બાળપણથી લઈને ક્રિકેટના તમામ રેકોર્ડનો સમાવેશ કરાયો છે. અહીં તેના લગ્નના એક પ્રકરણને પ્રસ્તુત કરાયો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

Sachin Tendulkar૧૯૯૦ના ઇંગ્લૅન્ડના સફળ પ્રવાસોથી પરત આવતાં મુંબઈ એરપૉર્ટ ઉપર પોતાના સામાનની પ્રતીક્ષા કરતા સચીનની નજર પ્રેક્ષકોની ગૅલેરીમાં ઑરેંજ કલરની જરસી અને બ્લૂ જીન્સ પહેરેલી અત્યંત આકર્ષક અને દેખાવડી છોકરી ઉપર પડી. આ અલપઝલપ જોયેલ છોકરીને ફરી વખત એરપૉર્ટની બહાર નીકળતાં જોઈ. આ વખતે સચીનની સાથે તેના બંને ભાઈઓ હતા. સ્વભાવે શરમાળ સચીન આ અંગે કાંઈ બોલી શક્યો નહીં. પરંતુ અંજલિને સચીનમાં રસ પડ્યો અને તે સચીનને મળવા આતુર હતી. તેણે તેના મિત્ર પાસેથી સચીનનો ફોન નંબર મેળવ્યો અને તેને મળવા કહ્યું. સચીને તેને ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા પર કે જ્યાં તે મૅચ રમતો હતો ત્યાં બોલાવી. જોકે અહીં ખાસ વાતચીત ન થઈ શકી. માત્ર બંનેએ એકબીજાને ફોન નંબર આપ્યા અને ફોન પર વાતચીતની શરૂઆત થઈ.

ગુજરાતી ઉદ્યોગપતિ અને નેશનલ બ્રિજ ચૅમ્પિયન આનંદ મહેતા તથા અંગ્રેજ અન્નાબેલની પુત્રી અંજલિ મહેતા દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં રહેતી હતી. બંનેના પરિવારોની રહેણીકરણીમાં ખૂબ જ તફાવત હતો. સચીન જ્યાં રહેતો તે સામાન્ય મધ્યમવર્ગીય સોસાયટી હતી. અંજલિ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ અને ત્યાર બાદ જે.જે. હૉસ્પિટલમાં અભ્યાસ કરતી હતી. આમ છતાં બંને વચ્ચે મુલાકાતો થતી ગઈ અને એકબીજાને પસંદ કરવા લાગ્યાં. બંને કુટુંબનાં સભ્યોને લગ્ન માટે રાજી કરવાનું કામ અંજલિએ જ કરવું પડ્યું હતું. સચીન માટે સૌથી મુશ્કેલ વાત એ હતી કે તે અંજલિને ક્યાંય બહાર લઈ જઈ શકતો નહીં, કારણ કે દરેક જગ્યાએ તે ઓળખાઈ જતો અને તેના પ્રશંસકો તેનો પીછો કરતા, તેમ જ પરેશાન કરતા.

આવી પરેશાનીથી છટકવા એક વખત અંજલિ તેના પિતા, સચીન અને તેના મિત્રો વરલીમાં રોજા પિક્ચર જોવા થિયેટરમાં ગયાં હતાં. પોતાની ઓળખ છુપાવવા સચીને નકલી દાઢી-મૂછ લગાવી અને ગોગલ્સ પહેર્યાં. ઇન્ટરવલ સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ ઇન્ટરવલ વખતે તેનાં ચશ્મા પડી જતાં એક કાચ તૂટી ગયો અને દાઢી-મૂછ પણ અચાનક નીકળી ગયાં. પ્રેક્ષકો સચીનને ઓળખી ગયા અને તેને ઘેરી વળ્યા. તેમને અડધું પિક્ચર છોડી ભાગી જવું પડ્યું. આવું જ એક વખત સ્વિટ્‍ઝરલૅન્ડમાં પણ થયું હતું. હિંદી પિક્ચર ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’ નું શૂટિંગ થયેલ તે જગ્યાએ સચીન અને અંજલિ ગયેલાં. મિત્રોની સલાહથી ચાલતાં જવાના બદલે ઘોડાગાડી ભાડે કરી હતી અને વહેલી સવારે ફરવા નીકળ્યાં હતાં. આમ છતાં કેટલાક ભારતીય સહેલાણીઓએ સચીનને ઓળખી જતાં સચીને ઘોડાગાડીવાળાને ફાસ્ટ ચલાવવા કહ્યું. સચીનના પ્રશંસકોએ દોડવાનું ચાલુ રાખ્યું. છેવટે જ્યારે તેમને લાગ્યું કે હવે પહોંચી નહીં શકાય ત્યારે તેમણે પીછો કરવાનું છોડી દીધું.

Anjali sathe lagnઅંજલિને ક્રિકેટમાં બિલકુલ રસ ન હતો. આમ છતાં સચીન સાથેની મુલાકાતો પછી ખાસ ક્રિકેટમાં દિલચસ્પી લીધી. એટલું જ નહીં, ક્રિકેટના નિયમોનું પુસ્તક લાવીને પણ વાંચવા લાગી. અંજલિએ તેના એમ.ડી.ના અભ્યાસ દરમિયાન પણ ક્રિકેટમાં જાણકારી મેળવવાનું ચાલુ રાખ્યું અને ક્રિકેટ વિશે સવાલો પણ પૂછવા લાગી. બંનેને લાગ્યું કે હવે આપણે સગાઈ કરી લેવી જોઈએ. સવાલ એ હતો કે આ વાત કરે કોણ ? આખરે સચીનના બંને ભાઈ સાથે મીટિંગ ગોઠવી અને તેના ભાઈઓની સંમતિ મેળવી. ત્યાર બાદ બંને કુટુંબની સંમતિથી તેમની સગાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

બરાબર ૨૧ વર્ષનો સચીન થયો તે જ દિવસે એટલે કે ૨૪મી એપ્રિલ ૧૯૯૪ના રોજ બંનેની સગાઈ અંગત મિત્રો અને બંનેનાં કુટુંબીજનોની હાજરીથી સંપન્ન થઈ. બંને પરિવાર આ સંબંધથી ખૂબ જ ખુશ હતા. વધુમાં અંજલિએ એમ પણ કહેલ કે પોતે સચીનની કારકિર્દી આગળ વધારવા પોતાની કારકિર્દીનું બલિદાન આપશે. બાળકોના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર અંજલિના આ નિર્ણયે સહુને સ્તબ્ધ કરી દીધાં હતાં. પરંતુ તેનો નિર્ણય મક્કમ હતો અને છેવટ સુધી તેણે તેનું પાલન પણ કર્યું.

અંતે એ દિવસ – ૨૫ મે ૧૯૯૫ આવી ગયો. જે દિવસે અંજલિ મહેતા અંજલિ તેંડુલકર બની અને બંનેના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. હંમેશાં પાશ્ચાત્ય કપડાં પહેરતી અંજલિને સચીનની માતાએ લગ્ન વખતે આપેલ મંગળસૂત્ર, લીલી બંગડીઓ, ઝાંઝર અને પગની વીંટી વગેરે પહેરવા આપ્યાં. અંજલિએ સચીનને પૂછ્યું મારે આ બધું જ પહેરવું પડશે કે કોઈ પણ એકાદ વસ્તુ ચાલશે. સચીને તેને મંગળસૂત્ર પહેરશે તો ચાલશે. અને અંજલિએ તે પહેર્યું. સચીને કહ્યા મુજબ હંમેશાં તેણે મંગળસૂત્રને પહેરેલું જ રાખ્યું છે. અંજલિએ કહેલ વાતને આજ સુધી નિભાવી સચીન અને તેના બાળકોની સંપૂર્ણ સંભાળ રાખી છે. જેને સચીનના અંજલિ પ્રત્યેના આદરને હંમેશાં વધારી રાખ્યો છે.

[કુલ પાન ૨૧૫. કિંમત રૂ. ૩૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા
શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર Next »   

5 પ્રતિભાવો : સચીન તેંડુલકરના અંજલિ સાથે લગ્ન – જગદીશ શાહ

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  પરમ કૃપાળુ પરમેશ્વર આપણને “વ્યક્તિપૂજા” માંથી બચાવે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Hitesh Ghoda says:

  મુ.કાલિદાસભાઇ, આપ્ બિલ્કુલ સાચા.

 3. બન્ને કોમેન્ટો સાથે સહમત થતા ઉમેરવાનુ એક્ટરસો કે રમતવીરોએ વ્યક્તીગત માન-પાન અને અસાધારણ સપત્તીને વરવા સિવાય બીજી કઇ સિધ્ધીઓ મેળવી ???
  જ્રુરીયાતમન્દોના ઉત્થાન અને લોક્ક્લ્યાણમા આ મહનુભવોનો સમય-શક્તી-સપત્તી અને સુઝ બુઝ્નો કેટ્લો ફાળો ??? લેખક પાસે એવી કોઇ સચૉટ વીગતો હોય તો તે વધુ ઉચીત ગણાશે અન્ય્થા બીનજ્રરુરી પ્રશશા !!!
  મધર ટ્રેસ મ્ન્દો મ્લ્યણ મા યોગદાન કે દ્દન કે સ્પુર્ણ જીવન લોક્ક્લ્યાન

 4. મનસુખલાલ ગાંધી, U.S.A. says:

  સુંદર લેખ છે.

 5. Bhavesh joshi says:

  -aama vyakti puja jevu ksu j nthi.koi samany vyakti potana prisram thi aagal aavi ne “BHARATRATN” bne. tyar pcchi ane paccho samaj ne madad krvano theko pan levalo avi aasha rakhva vala loko, sachin na sangarsh na samaye ane ktli madad krva gaya hta??

  -aaje cricket na lidhe jetla pan loko ne rojgari mli rhe chhe, a pan ek prakar ni aadkatri samaj sevaj gnay.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.