Archive for September, 2015

સજોડે – હરિભાઉ મહાજન

(‘જનકલ્યાણ’ સામયિકના ઑગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ચુનીલાલ આવી રહ્યા છે, એમ શર્માજી બોલ્યા એટલે હરિભાઈએ એ તરફ જોયું. હરિભાઈની ડાબી બાજુએ જગા ખાલી જ હતી. જમણી બાજુએ મિસ્ત્રી અને અંબાલાલ બેઠા હતા. ચુનીલાલ પાસે આવી ગયા. હરિભાઈ એમની સામે જોઈ જ રહ્યા. ચુનીલાલ પણ એમની નજરનો ભાવ સમજી ગયા. એમાં શિવલાલની બીમારી વિશે જીજ્ઞાસા હતી. […]

ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધ્રુવ

૧. રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો. મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું, વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું. સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો. સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો […]

શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર

(‘ગુજરાતના શિક્ષણ-સંન્યાસીઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં ગુજરાતના કેળવણીકારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાંથી ગિજુભાઈ બધેકા વિશેનો આ લેખ અહીં લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) “એ જમાનામાં ગિજુભાઈએ અને તારાબહેને જે કામ કર્યું છે તે કોઈ […]

સચીન તેંડુલકરના અંજલિ સાથે લગ્ન – જગદીશ શાહ

 (‘ભારતરત્ન સચીન તેંડુલકર’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના બાળપણથી લઈને ક્રિકેટના તમામ રેકોર્ડનો સમાવેશ કરાયો છે. અહીં તેના લગ્નના એક પ્રકરણને પ્રસ્તુત કરાયો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ૧૯૯૦ના ઇંગ્લૅન્ડના સફળ પ્રવાસોથી પરત આવતાં મુંબઈ […]

માનવબાળ જન્મતાં રહેશે ત્યાં સુધી… – યશવંત મહેતા

 (‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી છે અને માનવીની આદિમતમ તથા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.